Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 1 કાર્ડ

ફિલ્ટર દૂર કરો

જેમાં વર્ણવેલ છે

«ફિતના દિલો પર નાખવામાં આવશે, હસીરના (દોરા)ની માફક એક પછી એક લાકડીને વળગી રહે છે, બસ જે પણ દિલમાં તે આવશે તેમાં એક કાળો ડાઘ પડી જશે, જે દિલ તેને નકારશે તેમાં સફેદ ડાઘ પડી જશે, અહીં સુધી કે દિલ બે પ્રકારના થઈ જશે, (એક) સફેદ, ચીકણા પથ્થરની માફક, જ્યાં સુધી આકાશ અને જમીન કાયમ રહેશે, કોઈ પણ ફિતનો તેને નુકસાન નહીં પહોંચાડી શકે, (બીજું) કાળા માટી જેવા રંગનું ઉંધા લોટાની માફક (જેમાં પાણીનું એક ટીપું પણ નથી ટકતું), જે ન તો કોઈ નેકીને ઓળખી શકશે અને ન તો કોઈ બુરાઈને નકારશે, સિવાય એ વાતથી જે વિષે તેનું દિલ મનેચ્છાઓથી ભરાઈ જશે», હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મેં ઉમર રઝી અલ્લાહુ અન્હુને કહ્યું: તમે તે ફિતનાઓ વચ્ચે એક બંધ દરવાજાની માફક છો, શક્ય છે કે તેને નજીકમાં જ તોડી નાખવામાં આવશે, ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: શું તેને તોડી નાખવામાં આવશે, શું તમારા પિતા નથી? અને જો તેણે ખોલી નાખવામાં આવે તો તેને બંધ પણ કરી શકાય છે? હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: ખોલવામાં નહીં પરંતુ તોડવામાં આવશે, ફરી મેં કહ્યું: તે દ્વાર એક માણસ છે, જેને કતલ કરવામાં આવશે અથવા તે મૃત્યુ પામશે, આ સ્પષ્ટ વાત છે કોઈ કોયડો નથી, અબૂ ખાલિદ રહિમહુલ્લાહએ કહ્યું: મેં સઅદને પૂછ્યું: હે અબૂ માલિક! કાળો અને વિકૃત શું છે? તેમણે કહ્યું: તે કાળાશ સાથે મિશ્રિત અત્યંત સફેદપણું છે, તેમણે કહ્યું: મેં કહ્યું: ઊંધો લોટો શું છે? તેમણે કહ્યું: ફેરવાઇ ગયેલો.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે