Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 7 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
એક દિવસે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મિમ્બર પર હતા અને અમે પણ તેમની આજુબાજુ બેઠા હતા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હું તમારા વિષે તે વાતથી ભયભીત થાઉં છે કે દુનિયાની સમૃદ્ધિ અને શણગારના દ્વાર ખોલી દેવામાં આવશે» તો એક વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! શું ભલાઈ બુરાઈ લાવશે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ચૂપ થઈ ગયા, તો તે વ્યક્તિને કહેવામાં આવ્યું: તને શું થયું? તે અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે વાત કરી પરંતુ તેઓ તમારી સાથે વાત નથી કરી રહ્યા? તો અમે જોયું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર વહી ઉતરી રહી હતી, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પસીનો સાફ કર્યો, ફરી કહ્યું: «સવાલ કરનાર વ્યક્તિ ક્યાં છે?» અને આપે તે સવાલની પ્રસંશા કરી, અને કહ્યું: «ભલાઈ બુરાઈને નથી લાવતી; કારણકે વસંત ઋતુમાં કેટલીક ઘાસ એવી ઉગે છે, જે હાનિકારક અથવા તકલીફ આપનારી સાબિત થાય છે, જો કે લીલોતરી ચરવાવાળો તે જાનવર બચી જાય છે, જે ખૂબ ચરે છે, જ્યારે તેની આંતરડું ભરાઈ જાય છે, તો સૂર્ય તરફ મોઢું કરી સંડાસ તેમજ પેશાબ કરી લે છે, અને પછી તે જાનવર પાછું આવી ચરવા લાગે છે, એ જ પ્રમાણે ખરેખર આ માલ સુંદર અને મીઠો છે, બસ તે મુસલમાનનો માલ કેટલો સુંદર છે, જે પોતાના માલ માંથી ગરીબો, અનાથો અને મુસાફિરોને આપે છે, - અથવા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આમ કહ્યું - બસ જે વ્યક્તિ તે માલમાંથી હકથી વધારે લે છે, તો તે એવો છે, જે ખાય છે તો ખરો પણ તેનું પેટ ભરાતું નથી, અને તે જ માલ કયામતના દિવસે તેની વિરુદ્ધ ગવાહી આપશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«વૃદ્ધ વ્યક્તિનું હૃદય બે બાબતોમાં જુવાન રહે છે: દુનિયા સાથે પ્રેમ અને લાંબી લાંબી આશાઓ».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«આદમની સંતાન પાસે જો બે વાદી (ખીણ) ભરીને સોનું હશે, તો તે ત્રીજી વાદીની ઈચ્છા કરશે, અને તેના પેટને માટી સિવાય કોઈ વસ્તુ ભરી શકતી નથી અને અલ્લાહ તૌબા કબુલ કરનારની તૌબા કબૂલ કરે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«હે અલ્લાહ! ખરેખર જીવન તો આખિરતનું જીવન છે, અન્સાર અને મુહાજિરીનને માફ કરી દે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે માલ માંગ્યો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને આપ્યો, ફરી મેં માલ માગ્યો, તો બીજી વાર પણ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને આપ્યો, અને પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે હકીમ, આ માલ જોવામાં સુંદર અને ખાવામાં ખૂબ મીઠો હોય છે, જે કોઈ તેને લોભ વિના પ્રાપ્ત કરશે તો તેમાં બરકત આપવામાં આવશે અને જે લોભ સાથે લેશે, તો તેને તેમાં બરકત આપવામાં નહીં આવે, અને તે તે વ્યક્તિ માફક હોય છે, જે ખાય છે, પરંતુ સંતુષ્ટ નથી થતો, ઉપર વાળો હાથ નીચે વાળા હાથ કરતા શ્રેષ્ઠ છે», હકીમ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! તે ઝાતની કસમ, જેણે આપને સત્ય સાથે મોકલ્યા છે, હું આજ પછી ક્યારેય કોઈની પાસે નહીં માંગુ, અહીં સુધી કે દુનિયાથી જતો રહીશ, જ્યારે અબૂ બકર રઝી અલ્લાહુ અન્હુ હકીમ રઝી અલ્લાહુ અન્હુને કંઈક આપવા માટે બોલાવતા, તો તેઓ લેવાથી ઇન્કાર કરતા, ત્યાર પછી ઉમર રઝી અલ્લાહુ અન્હુ કંઈક લેવા માટે બોલાવતા, તો તેમને પણ ઇન્કાર કરી દેતા, તો ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હે મુસલમાનો! હું તમને હકીમના વિશે સાક્ષી બનાવું છું કે માલે ફયમાં જે તેમનો હક છે, મેં તેમને આપવા માટે રજૂ કર્યો, પરતું તેમણે લેવાથી ઇન્કાર કરી દીધો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પછી તેમણે કોઈની પાસે કંઈ જ ન માગ્યું, અહીં સુધી કે તેમનું મૃત્યુ થઇ ગયું.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«નિઃશંક કેટલાક લોકો અલ્લાહના માલમાં અવૈદ્ય રીતે ખર્ચ કરે છે, આવા લોકો માટે કયામતના દિવસે જહન્નમ છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પથારી ચામડાની હતી, જેમાં ખજૂરના રેસા ભરેલા હતા, મુસ્લિમની હદીષમાં છે: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ઓશીકું, જેના પર બેસતા હતા, તે ચામડાનું બનેલું હતું જેમાં ખજૂરના રેસા હતા.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ