Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 13 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«સારા અને ખરાબ દોસ્તનું ઉદાહરણ એવું છે, જેમકે અત્તર વેચનાર અને ભઠ્ઠી સળગાવનાર, બસ અત્તર વેચનાર: જે તમને અત્તર ભેટમાં આપશે અથવા તમે તેની પાસેથી ખરીદી લે શો, અથવા તો તમને તેની પાસેથી સુગંધ જ આવશે, અને ભઠ્ઠી સળગાવનાર: જે તમારા કપડાં સળગાવી દે શે અથવા તો તમને તેની પાસેથી દુર્ગંધ જ આવશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«મારી કોમના દરેક લોકોને માફ કરી દેવામાં આવશે, સિવાય તે લોકોના જેઓ જાહેરમાં ગુનાહ કરે છે, જાહેરમાં ગુનાહ કરવાનો એક પ્રકાર એ પણ છે કે કોઈ વ્યક્તિ રાત્રે ગુનોહ કરે અને એવી સ્થિતિમાં સવાર કરે કે અલ્લાહએ તેના ગુનાહ પર પડદો કરી રાખ્યો હોય, અને તે કોઈને કહે કે હે ફલાણા ! મેં કાલે રાત્રે આ ગુનોહ કર્યો છે, જ્યારે કે તેના ગુનાહ પર અલ્લાહએ પડદો કરી રાખ્યો હતો, પરંતુ સવારે તે પોતે તે પડદાને ખોલી નાખે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«જે વ્યક્તિએ પોતાને પર્વત પરથી ફેંકી આત્મહત્યા કરી, તે હમેંશા માટે જહન્નમમાં જશે, જે વ્યક્તિ ઝેર પી ને આત્મહત્યા કરશે, તે ઝેર તેની સાથે હશે અને તે તેને કાયમ જહન્નમમાં તે જ પ્રમાણે પીતો રહેશે અને જેણે લોખંડના કોઈ હથિયાર વડે આત્મહત્યા કરી, તો તે હથિયાર તેની સાથે હશે અને તે જહન્નમની આગમાં હમેંશા તેનાથી પોતાના પેટમાં મારતો રહેશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«‌શું હું તમને સૌથી મોટા ગુનાહ વિશે ન જણાવું? ત્રણ વખત નબી ﷺ એ આ વાક્ય કહ્યું, પછી સહાબાઓએ કહ્યું: કેમ નહીં, હે અલ્લાહના રસૂલ ! જરૂર જણાવો, નબી ﷺ એ કહ્યું: «‌અલ્લાહ સાથે શિર્ક કરવું અને માતા-પિતાની અવજ્ઞા કરવી», નબી તે સમયે ટેક લગાવી બેઠા હતા, સીધા થઈ નબી ﷺ એ કહ્યું: «‌સાંભળો ! જૂઠી વાત કરવી», ત્યારબાદ નબી ﷺ વારંવાર આ વાત કહેતા રહ્યા અહીં સુધી કે અમે મનમાં કહેવા લાગ્યા કે કદાચ નબી ﷺ ચૂપ થઈ જતા.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«‌કબીરહ ગુનાહો: અલ્લાહ સાથે શિર્ક કરવું, માતા-પિતાની અવજ્ઞા કરવી, નાહક કતલ કરવું, જૂઠી કસમ ખાવી».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે