Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 1 કાર્ડ

ફિલ્ટર દૂર કરો

જેમાં વર્ણવેલ છે

એક ગામડિયો નબી ﷺ પાસે આવ્યો, અને તેણે કહ્યું: મને એવા શબ્દો શીખવાડો જે હું હંમેશા પઢતો રહું, તો નબી ﷺ એ કહ્યું: «કહો: "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ, લા શરીલ લહુ, અલ્લાહુ અકબર કબીરા, વલ્ હમ્દુ લિલ્લાહિ કષીરા, સુબ્હાનલ્લાહિ રબ્બિલ્ આલમીન, લા હવલા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહિલ્ અઝીઝિલ્ હકીમ" (અલ્લાહ સિવાય કોઈ ઈબાદત ને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી,અલ્લાહ સૌથી મોટો છે, ખૂબ જ મોટો છે, અને દરેક પ્રકારના વખાણ ફક્ત અલ્લાહ માટે છે, ખૂબ જ વધારે, પવિત્ર અલ્લાહ જે સંપૂર્ણ દુનિયાનો પાલનહાર છે, કોઈ નેકી કરવાની શક્તિ મારામાં નથી પરંતુ એ કે અલ્લાહ ઈચ્છે અને કોઈ ગુનાહથી બચવાની શક્તિ મારામાં નથી પરંતુ એ કે અલ્લાહ ઈચ્છે. જે પ્રભુત્વશાળી અને હિકમત વાળો છે)» તે વ્યક્તિએ કહ્યું: આ દરેક શબ્દોનો સંબંધ તો મારા પાલનહાર સાથે છે, મારા માટે શું છે? તો નબી ﷺ એ કહ્યું: «કહો: "«"અલ્લાહુમ્મગ્ ફિર્લી વર્હમની, વહ્દિની, વર્ઝુક્ની" (હે અલ્લાહ ! તું મને માફ કરી દે, મારા પર રહમ કર, મને હિદાયત આપ, અને મને રોજી આપ)».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે