Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 3 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«"અલ્લાહુમ્મ લક અસ્લમ્તુ, વબિક આમન્તુ, વઅલૈક તવક્કલ્તુ, વ ઇલૈક અન્બતુ વબિક ખાસમ્તુ, અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિ ઇઝ્ઝતિક, લા ઇલાહ ઇલ્લા અન્ત અન્ તુઝિલ્લની, અન્તલ્ હય્યુલ્ લઝી લા યમૂત, વલ્ જિન્ન વલ્ ઇન્સુ યમૂતુન" હે અલ્લાહ! હું તારા માટે આજ્ઞાકારી બંદો બની ગયો, તારા પર ઈમાન લઇ આવ્યો, તારા પર ભરોસો કર્યો, તારી તરફ ઝુકી ગયો, અને તારી મદદ દ્વારા કુફ્ર સાથે ઝઘડો કર્યો, હે અલ્લાહ! હું એ વાતથી તારી ઇઝ્ઝતની પનાહમાં આવું છું, તારા સિવાય કોઈ સાચો ઇલાહ નથી, કે તું મને હિદાયતથી હટાવી પથભ્રષ્ટ કરી દે, તું જ હંમેશા જીવિત રહેવાવાળો છે અને તને ક્યારેય મૃત્યુ આવી શકતું નથી, અને માનવીઓ તેમજ જિન્નાતો દરેક મૃત્યુ પામવાના છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન અલૈહ (બુખારી અને મુસ્લિમ), અને શબ્દો મુસ્લિમના છે, અને ઈમામ બુખારીએ તેને સંક્ષિપ્તમાં વર્ણન કરી છે.
નબી ﷺ આ દુઆ ખૂબ પઢતા હતા: «"અલ્લાહુમ્મ રબ્બના આતિના ફિદ્ દુનિયા હસનતવ વફિલ્ આખિરતિ હસનતવ વકિના અઝાબન્ નાર" (હે અમારા પાલનહાર ! અમને દૂનિયામાં સદકાર્ય કરવાની પ્રેરણા આપ અને આખિરતમાં પણ ભલાઇ આપ અને અમને જહન્નમના અઝાબથી બચાવી લે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«"રબ્બિગ્ફિર્લી ખતિ અતી, વજહ્લી, વઇસ્રાફી ફી અમ્રી કુલ્લિહિ, વમા અન્ત અઅલમુ બિહિ મિન્ની, અલ્લાહુમ્મગ્ફિર્લી ખતાયાય, વઅમ્દી વજહ્લી વહઝ્લી, વકુલ્લુ ઝાલિક ઇન્દી, અલ્લાહુમ્મગ્ફિર્લી, મા કદ્દમ્તુ વમા અખ્ખર્તુ, વમા અસ્રર્તુ, વમા અ-અલન્તુ, અન્તલ્ મુકદ્દિમુ વઅન્તલ્ મુઅખ્ખિર, વઅન્ત અલા કુલ્લિ શૈઇન્ કદીર" હે અલ્લાહ ! મારી ભૂલો, મારી અજ્ઞાનતા અને મારી બાબતે મેં કરેલ અતિરેક અને તે દરેક વાતો, જેને તું મારા કરતાં વધુ જાણે છે, તેને માફ કરી દે, હે અલ્લાહ ! જે કાર્ય મેં ખૂબ જ ગંભીરતાથી કર્યું અને જે મજાક મજાકમાં કર્યું હોય, જે જાણી જોઈને અને જે અજાણતામાં થઈ ગઈ હોય, તે દરેકને તું માફ કરી દે, અને આ દરેક મારાથી થઈ છે, (હું એનો એકરાર કરું છું), હે અલ્લાહ ! તું મારા આગળના અને પાછળના અને જે મેં છૂપી રીતે કર્યા હોય કે જાહેરમાં અને તું મારા કરતાં વધુ જાણે છે, મારા દરેક ગુનાહને માફ કરી દે, તું જ આગળ કરવાવાળો છે અને તું જ પાછળ કરવાવાળો છે અને તું જ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ