Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 1 કાર્ડ

ફિલ્ટર દૂર કરો

જેમાં વર્ણવેલ છે

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સવારની નમાઝ પઢીને સવાર સવારમાં તેમની પાસેથી બહાર નીકળ્યા, તેઓ પોતાની નમાઝ પઢવાની જગ્યાએ બેઠા હતા, પછી જ્યારે સવાર થઈ તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમની પાસે ફરી આવ્યા, તો પણ તેઓ તે જ જગ્યાએ બેસી રહ્યા હતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે સ્થિતિમાં હું છોડીને ગયો હતો તે જ સ્થિતિમાં તમે બેઠા છો?», તેમણે કહ્યું: હા, તો આપસલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અહીંયાથી ગયા પછી મેં ત્રણ વખત ચાર કલીમાં પઢયા છે, જો તે કલિમાને તમારા શબ્દો સાથે, જે તમે હમણાં પઢયા છે, તોલવામાં આવે તો આ ચાર કલીમા વાળું ત્રાજવું નમી જશે: "સુબ્હાનલ્લાહિ વ બિહમદિહી અદદ ખલ્કિહી વ રિઝા નફ્સિહિ વઝિનત અર્શિહી વ મિદાદ કલિમાતિહી" (અર્થ: અલ્લાહની પવિત્રતા અને પ્રશંસા વર્ણન કરું છું, તેના સર્જનની સંખ્યા અને તેની પ્રસન્નતા જેટલી, તેમજ તેના અર્શના વજન અને કલીમાની સહી બરાબર».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે