Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 48 કાર્ડ

ફિલ્ટર દૂર કરો

વર્ણનકાર

બધા વર્ણનકારો બતાવો (34)
«તમે એક અગત્યની બાબત વિષે સવાલ કર્યો છે, પરંતુ આ તે વ્યક્તિ માટે સરળ છે, જેના માટે અલ્લાહ સરળ બનાવી દે: અલ્લાહની ઈબાદત કરો, તેની સાથે કોઈને ભાગીદાર ન ઠેરવો, નમાઝ કાયમ કરો, ઝકાત આપતા રહો, રમઝાનના રોઝા રાખો, બૈતુલ્લાહનો હજ કરો, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શુ હું તમને જન્નતનો દ્વાર ન બતાવું? રોઝો (જહન્નમથી બચાવ માટે) સ્ત્રોત છે, સદકો ગુનાહોને એવી રીતે ખત્મ કરી દે છે, જે રીતે પાણી આગને ઓલવી નાખે છે, અને વ્યક્તિનું રાત્રે ઉઠી નમાઝ પઢવું, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ આયત તિલાવત કરી: (તેમના પહેલું પથારીથી દૂર રહે છે) અહીં સુધી આયત (જે કંઈ કરતા હતા તેનો બદલો તેમને જરૂર મળશે), પછી કહ્યું: શું હું તમને દીનનું મળ્યું, તેનુ પિલર અને તેની બુલંદી વિશે ન જણાવું? મેં કહ્યું જરૂર જણાવો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: દીનનું મૂળ્યું ઇસ્લામ છે, તેનું પિલર નમાઝ છે અને તેની બુલંદી જિહાદ છે, પછી કહ્યું: શું હું તમને આ દરેક અમલનું મૂળ ન બતાવું? મેં કહ્યું કેમ નહીં, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાની જીભ પકડી અને કહ્યું: આને કાબુમાં રાખો, મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમે જે જબાન વડે વાત કરીએ છીએ, શું તેના વિશે પણ અમારી પકડ થશે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તારી માતા તને ગુમ કરે, લોકોને (જહન્નમમાં) તેમના ચહેરા પર અથવા કહ્યું: ઊંધા તેમને તેમની જબાનની કમાણીના કારણે જ ફેંકવામાં આવશે»!
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
«જે કોઈ અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવે તો તે સારી વાત કહે અથવા ચૂપ રહે, જે અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવે તો તે પાડોશીનું સન્માન કરે, અને જે વ્યક્તિ અલ્લાહ અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવે તો તે પોતાના મહેમાનોનું સન્માન કરે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
એક વ્યક્તિ આપ ﷺ પાસે આવ્યો અને કહ્યું: મને વસિયત કરો, આપ ﷺ એ કહ્યું «ગુસ્સો ન કર » તે વારંવાર પૂછતો રહ્યો અને આપ ﷺ કહેતા રહ્યા: «ગુસ્સો ન કર».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«‌નિઃશંક અલ્લાહ તઆલાએ મારી ઉમ્મત પરથી તે ગુનાહ, જે ભૂલચૂકમાં થયા હોય અને જેમાં તેમને મજબુર કરવામાં આવ્યા હોય, માફ કરી દીધા છે».
ઈમામ નવવીએ કહ્યું: આ હદીષ હસન દરજ્જાની છે આ હદીષને ઈમામ ઈબ્ને માજહ , ઈમામ બૈહકીએ અને તે સિવાય અન્યએ રિવાયત કરી છે.
«કોઈ પણ મુસલમાનના પ્રાણ ફક્ત ત્રણ કારણો થી હલાલ થાય છે: પહેલો: તે પરિણીત વ્યક્તિ જે વ્યભિચાર કરે, બીજો: જીવના બદલામાં જીવ લેવો, ત્રીજો: તે વ્યક્તિ જે પોતાનો ધર્મ (ઇસ્લામ) છોડી મુસ્લિમ સમુદાયથી અલગ થઇ જાય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«ન તો (શરૂઆતમાં) કોઈને નુકસાન પહોંચાડવું માન્ય છે અને ન તો બદલામાં કોઈને નુકસાન પહોંચાડવું જાઈઝ છે».
હસન આ હદીષને ઈમામ ઈબ્ને માજહએ, ઈમામ દારકુત્નીએ વગેરેએ મુસ્નદ તરીકે રિવાયત કરી છે.
«કાર્યોનો આધાર નિયતો પર હોય છે, દરેક વ્યક્તિને તેની (સારી અથવા ખરાબ) નિયત પ્રમાણે (સારુ અથવા ખરાબ) વળતર મળશે, બસ! જેની હિજરત અલ્લાહ અને તેના પયગંબર માટે હશે, તેની હિજરત તેના માટે જ ગણવામાં આવશે અને જેણે દુનિયા પ્રાપ્ત કરવા માટે અથવા કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવા માટે હિજરત કરી, તો તેની હિજરત તેના માટે જ હશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને મુહદ્દિષીનના બે ઇમામ અબૂ અબ્દુલ્લાહ મુહમ્મદ બિન ઇસ્માઇલ બિન ઇબ્રાહીમ બિન અલ-મુગીરાહ બિન બરદિઝબહ અલ-બુખારીએ અને અબુલ હુસૈન મુસ્લિમ બિન અલ-હજ્જાજ બિન મુસ્લિમ અલ-કુશૈરી અન-નૈસાબૂરી બંનેએ પોત પોતાની સહીહમાં રિવાયત કરી છે, જે બંને સંકલિત પુસ્તકોમાં સૌથી વધુ પ્રમાણિક છે.
«ઇસ્લામના પાંચ (સ્તંભો) છે: સાક્ષી આપવી કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી અને મોહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ કાયમ કરવી, ઝકાત આપવી, બૈતુલ્લાહનો હજ કરવી, રમઝાન મહિનાના રોઝા રાખવા».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારીએ અને ઈમામ મુસ્લિમે રિવાયત કરી છે