Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 6 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«જો તમે અલ્લાહ પર એવી રીતે ભરોસો કરો જેવી રીતે કરવાનો હક છે, તો તમને એવી રીતે રોજી આપવામાં આવશે, જે રીતે પક્ષીઓને આપવામાં આવે છે, તેઓ સવારમાં ખાલી પેટ નીકળે છે અને સાંજે ભરપેટ પાછા ફરે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અહમદે, ઈમામ તિર્મિઝીએ, ઈમામ નસાઈએ, ઈમામ ઈબ્ને માજહએ અને ઈમામ ઈબ્ને હિબ્બાનલને પોતાની સહીહમાં અને ઈમામ હાકિમે રિવાયત કરી છે.
«તારી જબાન દરેક સમયે અલ્લાહનો ઝિક્ર કરતી રહે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અહમદે, ઈમામ તિર્મિઝીએ, ઈમામ ઈબ્ને માજહ અને ઈમામ ઈબ્ને હિબ્બાને રિવાયત કરી છે
«આદમના પુત્રએ તેના પેટથી વધુ ખરાબ કોઈ વાસણ નથી ભર્યું, આદમના પુત્ર માટે તેની પીઠ સીધી કરવા માટે થોડા કોળિયા ખાવા પૂરતા છે, પરંતુ જો તેણે (પોતાનું પેટ ભરવું) જ હોય, તો તેણે એક તૃતીયાંશ ભાગ ખોરાક માટે, એક તૃતીયાંશ ભાગ પીવા માટે અને એક તૃતીયાંશ ભાગ શ્વાસ લેવા માટે રાખવો જોઈએ».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અહમદે , ઈમામ તિર્મિઝી , ઈમામ નસાઈ અને ઈમામ ઈબ્ને માજહએ રિવાયત કરી છે
«‌નિઃશંક અલ્લાહ તઆલાએ મારી ઉમ્મત પરથી તે ગુનાહ, જે ભૂલચૂકમાં થયા હોય અને જેમાં તેમને મજબુર કરવામાં આવ્યા હોય, માફ કરી દીધા છે».
ઈમામ નવવીએ કહ્યું: આ હદીષ હસન દરજ્જાની છે આ હદીષને ઈમામ ઈબ્ને માજહ , ઈમામ બૈહકીએ અને તે સિવાય અન્યએ રિવાયત કરી છે.
«ન તો (શરૂઆતમાં) કોઈને નુકસાન પહોંચાડવું માન્ય છે અને ન તો બદલામાં કોઈને નુકસાન પહોંચાડવું જાઈઝ છે».
હસન આ હદીષને ઈમામ ઈબ્ને માજહએ, ઈમામ દારકુત્નીએ વગેરેએ મુસ્નદ તરીકે રિવાયત કરી છે.
«દુનિયાનો મોહ છોડી દો, અલ્લાહ તમારાથી મોહબ્બત કરશે, અને લોકો પાસે જે કંઈ છે તેના લોભ્યો ન બનો, તો લોકો તમારાથી મોહબ્બત કરશે».
ઈમામ નવવીએ કહ્યું: આ હદીષ હસન દરજ્જાની છે આ હદીષને ઈમામ ઈબ્ને માજહે અને અન્યોએ હસન સનદો સાથે રિવાયત કરી છે.