Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 4 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«જો તમે અલ્લાહ પર એવી રીતે ભરોસો કરો જેવી રીતે કરવાનો હક છે, તો તમને એવી રીતે રોજી આપવામાં આવશે, જે રીતે પક્ષીઓને આપવામાં આવે છે, તેઓ સવારમાં ખાલી પેટ નીકળે છે અને સાંજે ભરપેટ પાછા ફરે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અહમદે, ઈમામ તિર્મિઝીએ, ઈમામ નસાઈએ, ઈમામ ઈબ્ને માજહએ અને ઈમામ ઈબ્ને હિબ્બાનલને પોતાની સહીહમાં અને ઈમામ હાકિમે રિવાયત કરી છે.
«નેકી સારા અખ્લાકને કહે છે, અને ગુનાહ, જે તમારા દિલમાં શંકા ઉભી કરે, અને તેના વિશે લોકોને જાણ થવી તમને પસંદ ન હોય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) પ્રથમ હદીષ: આ હદીષને ઈમામ મુસ્લિમે વર્ણન કરી છે, અને બીજી હદીષ: આ હદીષને ઈમામ અહમદે અને ઈમામ દારમીએ વર્ણન કરી છે.
«તારી જબાન દરેક સમયે અલ્લાહનો ઝિક્ર કરતી રહે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અહમદે, ઈમામ તિર્મિઝીએ, ઈમામ ઈબ્ને માજહ અને ઈમામ ઈબ્ને હિબ્બાને રિવાયત કરી છે
«આદમના પુત્રએ તેના પેટથી વધુ ખરાબ કોઈ વાસણ નથી ભર્યું, આદમના પુત્ર માટે તેની પીઠ સીધી કરવા માટે થોડા કોળિયા ખાવા પૂરતા છે, પરંતુ જો તેણે (પોતાનું પેટ ભરવું) જ હોય, તો તેણે એક તૃતીયાંશ ભાગ ખોરાક માટે, એક તૃતીયાંશ ભાગ પીવા માટે અને એક તૃતીયાંશ ભાગ શ્વાસ લેવા માટે રાખવો જોઈએ».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અહમદે , ઈમામ તિર્મિઝી , ઈમામ નસાઈ અને ઈમામ ઈબ્ને માજહએ રિવાયત કરી છે