Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 12 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«તે દરેક વ્યક્તિ, જે ફર્ઝ નમાઝ પછી તેત્રીસ વખત તસ્બીહ (સુબ્હાનલ્લાહ), તેત્રીસ વખત તહ્મીદ (અલ્ હમ્દુ લિલ્લાહ) અને ચોત્રીસ વખત તકબીર (અલ્લાહુ અકબર) કહે - અથવા તેના પર અમલ કરે - તે કદાપિ અસફળ કે નિષ્ફળ નથી થતો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે બેઠા હતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું તમારા માંથી કોઈ તે વાત પર સક્ષમ નથી કે એક દિવસમાં એક હજાર નેકીયો કમાવી લે?» આપની સાથે બેઠેલા સહાબાઓ માંથી એકે સહાબીએ સવાલ કર્યો: કોઈ એક દિવસમાં એક હજાર નેકીઓ કંઈ રીતે કમાવી શકે છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે સો વખત સુબ્હાનલ્લાહ કહે, તો તેના માટે એક હજાર નેકીઓ લખવામાં આવે છે, અથવા એક હજાર ગુનાહ માફ કરવામાં આવે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સર્વશ્રેષ્ઠ અને ઉચ્ચ અલ્લાહ તઆલાએ કહ્યું: હું મારા બંદાઓના અનુમાન પ્રમાણે હોવ છું, જે તે મારાથી રાખે છે, અને જ્યારે તે મને યાદ કરે છે તો હું તેની સાથે હોવ છું, જો તે મને પોતાનાં નફસ (દિલ)માં યાદ કરે છે, તો હું પણ તેને મારા નફસ (દિલ)માં યાદ કરું છું, અને જો તે મને કોઈ મજલિસમાં યાદ કરે, તો હું તેને એક એવી મજલિસમાં યાદ કરું છું, જે તેનાથી શ્રેષ્ઠ છે, અને જો તે એક વેંત બરાબર મારી નજીક આવે છે, તો હું એક હાથ બરાબર તેની નજીક આવું છું, અને જો તે બે હાથ મારી નજીક આવે છે, તો હું બંને હાથ ફેલાવ્યા બરાબર તેની નજીક આવું છું અને જો તે ચાલી ને મારી પાસે આવે છે તો હું દોડી ને તેની પાસે આવું છું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«સાત પ્રકારના લોકોને અલ્લાહ તઆલા (પોતાના અર્શના) છાંયડામાં રાખશે, જે દિવસે તેના સિવાય બીજો કોઈ છાંયડો નહીં હોય: ન્યાય કરનાર શાસક, તે યુવાન જેની યુવાની અલ્લાહની ઈબાદતમાં પસાર થઈ હોય, એવો વ્યક્તિ જેનું દિલ હમેંશા મસ્જિદ સાથે જોડાયેલું હોય, બે એવા વ્યક્તિ, જેઓ ફક્ત અલ્લાહ ખાતર એકબીજાથી મોહબ્બત કરતા હોય, તેના માટે જ ભેગા થતા હોય અને અલગ થતાં હોય, એક એવો વ્યક્તિ, જેને એક સુંદર અને ઉચ્ચ ખાનદાનની સ્ત્રીએ બોલાવ્યો હોય અને તેણે જવાબ આપ્યો હોય: હું અલ્લાહથી ડરુ છું, તે વ્યક્તિ, જે સદકો કરે અને એટલા અંશ સુધી છુપાવીને રાખે કે ડાબા હાથને પણ તે વાતની જાણ નથી થવા દેતો કે જમણા હાથે શુ સદકો કર્યો છે, અને તે વ્યક્તિ, જે અલ્લાહને એકાંતમાં યાદ કરે અને તેની આંખો માંથી આંસુ નીકળી આવે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ