Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 14 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«‌નિઃશંક અલ્લાહ તઆલાએ મારી ઉમ્મત પરથી તે ગુનાહ, જે ભૂલચૂકમાં થયા હોય અને જેમાં તેમને મજબુર કરવામાં આવ્યા હોય, માફ કરી દીધા છે».
ઈમામ નવવીએ કહ્યું: આ હદીષ હસન દરજ્જાની છે આ હદીષને ઈમામ ઈબ્ને માજહ , ઈમામ બૈહકીએ અને તે સિવાય અન્યએ રિવાયત કરી છે.
«બે શક અલ્લાહ તઆલા કયામતના દિવસે સમગ્ર સર્જન સામે મારી કોમના એક વ્યક્તિને બહાર કાઢશે, અને તેની સામે (તેના ગુનાહોના) નવ્વાણું ચોપડા ખોલસે, તેમાંથી દરેક ચોપડા તેની નજર જશે ત્યાં સુધીના હશે, ફરી તેને કહેશે: શું તું આમાંથી કોઈ પણ વસ્તુનો ઇન્કાર કરે છે? શું મારા લેખકોએ તારા પર જુલમ કર્યો છે? તે કહેશે: ના મારા પાલનહાર, ફરી અલ્લાહ કહેશે: શું તારી પાસે કોઈ કારણ અથવા નેકી છે? તે વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ કહેશે: ના મારા પાલનહાર, ફરી અલ્લાહ તઆલા કહેશે: કેમ નહીં અમારી પાસે તારી એક નેકી છે, અને તારા પર કોઈ જુલમ કરવામાં નહીં આવે, જેથી કાગળનો એક ટુકડો કાઢવામાં આવશે જેમાં લખ્યું હશે: "હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી, અને એ પણ સાક્ષી આપું છું કે મુહમ્મદ ﷺ અલ્લાહના બંદા અને તેના રસૂલ છે", અલ્લાહ તઆલા કહેશે: તેને ત્રાજવા સમક્ષ લઈ જાઓ, તે વ્યક્તિ કહેવા લાગશે: આ નાના કાગળને આટલા બધા રજીસ્ટરો સામે કેમનું વજન કરવામાં આવશે? તેને કહેવામાં આવશે: આજે તારા પર કોઈ જુલમ કરવામાં નહીં આવે, નબી ﷺ એ કહ્યું: તે બધા રજીસ્ટરોને એક ત્રાજવામાં મૂકવામાં આવશે, અને બીજા ત્રાજવામાં તે કાગળને મૂકવામાં આવશે તો તે નમી પડશે કારણકે અલ્લાહના નામથી વધારે વજનદાર કોઈ વસ્તુ નથી, તે કૃપાળું અને દયાળુ છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
જ્યારે આયત ઉતરી: {ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ} (તે દિવસે તમને નેઅમતો વિશે સવાલ કરવામાં આવશે) [અત્ તકાષુર: ૮], તો ઝુબૈર રઝી અલ્લાહુ અન્હુ એ સવાલ કર્યો કે કંઈ નેઅમતો વિશે સવાલ કરવામાં આવશે હે અલ્લાહના રસૂલ ! અહીંયા તો બસ બે કાળી વસ્તુ પાણી અને ખજૂર જ ઉપ્લબ્ધ છે? તો નબી ﷺ એ કહ્યું: «નજીકમાં જ નેઅમતોની પ્રાપ્તિ થશે».
હસન આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જે કોઈ કોઈને નુકસાન પહોંચાડશે તો અલ્લાહ તેને નુકસાન પહોંચાડશે અને જે કોઈ કોઈના પર સખતી કરશે તો અલ્લાહ તેના પર સખતી કરશે».
હસન આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
આપ ﷺ એ કોઈ વાતનું કર્યું, અને કહ્યું: «આ ત્યારે થશે, જ્યારે ઇલ્મ ઉઠાવી લેવામાં આવશે» મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ, ઇલ્મ કંઈ રીતે ઉઠાવી લેવામાં આવશે, જ્યારે કે અમે કુરઆન પઢીએ છીએ, અમારા બાળકો કુરઆન પઢે છે, અને કયામત સુધી તેમના બાળકોના પણ બાળકો કુરઆન પઢતા રહેશે? આપ ﷺ એ કહ્યું કે «હે ઝિયાદ તમને તમારી માતા ગુમ કરે, હું તો તમને મદીના શહેરનો સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ સમજતો હતો, શું આ યહૂદી અને નસ્રાની લોકો તૌરાત અને ઈંજિલ નથી પઢતા, પરંતુ તે લોકો તેના પ્રમાણે અમલ નથી કરતા?!».
સહીહ લિગયરિહી આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
હું એક વખત આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે એક સફરમાં હતો, હું સવાર સવારમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નજીક આયો, અમે સૌ ચાલી રહ્યા હતા, મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ ! તમે મને એક એવો અમલ જણાવો, જેનાથી કારણે હું જન્નતમાં દાખલ થઈ શકું અને જહન્નમથી દૂર થઈ જાઉં, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે બહુ મોટી વાત પૂછી છે, પરંતુ તે વ્યક્તિ માટે સહેલી છે જેના માટે અલ્લાહ સરળ બનાવી દે, અલ્લાહની ઈબાદત કરો અને તેની સાથે કોઈને ભાગીદાર ન કરો, નમાઝ કાયમ કરો, ઝકાત આપતા રહો, રમઝાનના રોઝા રાખો, બૈતુલ્લાહનો હજ કરો», અને પછી કહ્યું: «શું હું તમને ભલાઈના દ્વાર ન જણાવું? રોઝો કવચ છે, સદકો ગુનાહને એવી રીતે મિટાવી દે છે, જેવું કે પાણી આગને મિટાવી દે છે અને અડધી રાત્રે ઉઠી નમાઝ પઢવી», કહ્યું: ફરી આ આયત તિલાવત કરી: {તેમના પડખા પોતાની પથારીથી અલગ રહે છે, પોતાના પાલનહારને ડર અને આશા સાથે પોકારે છે અને જે કંઈ અમે તેમને આપી રાખ્યું છે તેઓ ખર્ચ કરે છે. કોઇ જીવ નથી જાણતો કે આંખોની ઠંડક માટે અમે શું છુપાવીને રાખ્યું છે, જે કંઈ આ લોકો કરતા હતા, આ તેનો બદલો છે}, ફરી કહ્યું: «શું હું તમને દીનની મૂળ વાત, તેનું પિલર અને તેના શિખર વિષે ન જણાવું?», મેં કહ્યું: કે કેમ નહીં હે અલ્લાહના રસૂલ ! આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દીનનું મૂળ ઇસ્લામ છે, તેનું પિલર નમાઝ છે અને તેનું શિખર જિહાદ (યુદ્ધ) છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું હું તમને એક એવી વસ્તુ ન જણાવું? જેના પર બધી જ વસ્તુઓનો આધાર છે?», મેં કહ્યું: કેમ નહીં હે અલ્લાહના રસૂલ!, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જબાન પકડી અને કહ્યું: «કે આને કાબુમાં કરી લો», પછી મેં કહ્યું કે હે અલ્લાહના રસૂલ ! શું અમારી જબાનથી જે કંઈ શબ્દ નીકળે છે તેના પર અમારી પકડ કરવામાં આવશે? તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે મુઆઝ તમને તમારી માતા ગુમ કરે, લોકોના બક બક કરવાથી જ તો જહન્નમમાં ઊંધા કરી, ચહેરા અથવા નાસ્કોરીની જગ્યાએ નાખવામાં આવશે».
સહીહ બિમજમૂઇ તુરુકહુ આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે