Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 14 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
એક દિવસે નબી ﷺ એ અમને નમાઝ પઢાવી, અમને ખૂબ જ ફાયદાકારક નસીહત કરી, જેના કારણે અમારા દિલ નરમ થઈ ગયા અને અમારી આંખો માંથી આંસુ નીકળી આવ્યા, એક વ્યક્તિએ કહ્યું, હે અલ્લાહના રસૂલ ! આ તો કોઈ વિદાય લેનાર વ્યક્તિની નસીહત લાગી રહી છે, તો તમે અમને શું નસીહત કરી રહ્યા છો? નબી ﷺ એ કહ્યું: «તમે અલ્લાહનો તકવો જરૂરી અપનાવો, અમીરની વાત સ્વીકારવા અને તેના અનુસરણની નસીહત કરું છું, તે હોદ્દેદાર ભલેને એક હબશી ગુલામ જ કેમ ન હોય, હું મારા પછી જે જીવિત રહીશે તેઓ સખત વિવાદ જોશે, તો તમે મારી સુન્નત અને હિદાયત પામેલ ખુલફાના તરીકાને મજબૂતી સાથે થામી લો, તેને પોતાના અણીદાર દાંતો વડે મજબૂત પકડી લેશો અને દીનમાં ઘઢી કાઢેલી નવી વાતોથી બચીને રહેજો, કારણકે દરેક બિદઅત પથ્ભ્રષ્ટતા છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
«ખબરદાર ! શક્ય છે કે કોઈ વ્યક્તિને મારી કોઈ હદીષ પહોંચે અને તે પોતાના ગાદલા પર ટેકો લગાવી બેઠો હોય, અને કહે કે અમારી અને તમારી વચ્ચે ફક્ત અલ્લાહની કિતાબ છે, અમે તેમાં જે વસ્તુ હરામ જોઈશું તેને અમે હરામ સમજીશું અને જેને હલાલ જોઈશું તેને હલાલ સમજીશું, (જાણી લો !) ખરેખર જે વસ્તુને નબી ﷺ એ હરામ કરી તે એવી રીતે જ હરામ છે જેવી અલ્લાહએ કરેલ વસ્તુઓ હરામ છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«અમારી અને તેમની વચ્ચે એક વચન નમાઝનું છે, જે વ્યક્તિ નમાઝ છોડશે, તો તેણે કુફ્ર કર્યું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ નસાઈ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«અપશુકન લેવું શિર્ક છે, અપશુકન લેવું શિર્ક છે, અપશુકન લેવું શિર્ક છે, -નબી ﷺ એ આ વાક્ય ત્રણ વખત કહ્યું-», આપણાં માંથી દરેકને શંકા જરૂર થાય છે, પણ અલ્લાહ તઆલા તેને ભરોસા વડે દૂર કરી દે છે.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
અલ્લાહના પયગંબર ﷺએ તે પુરુષ પર લઅનત કરી છે, જે સ્ત્રીના કપડાં પહેરે છે, એવી જ રીતે તે સ્ત્રી પર લઅનત કરી છે, જે પુરુષોના કપડાં પહેરે છે.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ નસાઈએ અલ્ કુબ્રામાં, ઈમામ ઈબ્ને માજહએ આ જ અર્થમાં અને ઈમામ અહમદે રિવાયત કરી છે
«આપણે છેલ્લી ઉમ્મત છે, પરંતુ કયામતના દિવસે સૌથી પહેલા હિસાબ લેવામાં આવશે, કહેવામાં આવશે: ઉમ્મી કોમ અને તેમના નબી ક્યાં છે? આમ આપણે છેલ્લા છે, પરંતુ કયામતના દિવસે પહેલા હશું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જેણે નક્ષત્રોના જ્ઞાનનો થોડો ભાગ મેળવ્યો તેણે જાદુનો થોડો ભાગ શીખ્યો, તે નક્ષત્રો વિશે જેટલું વધુ જ્ઞાન મેળવતો રહેશે, તેટલું જ તે જાદુ વિશે વધુ જ્ઞાન મેળવતો રહેશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
એક વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યો અને પોતાના કેટલાક કાર્યો વિષે વાતચીત કરવા લાગ્યો, તો તેણે કહ્યું: "મા શાઅ અલ્લાહ વ શિઅત (જે અલ્લાહ ઈચ્છે અને જે તમે ઈચ્છો)", તો નબી ﷺ એ કહ્યું: «શું તમે મને અલ્લાહનો ભાગીદાર બનાવી રહ્યા છો? (આવું નહીં પરંતુ) આમ કહો: "મા શાઅ અલ્લાહ વહદહ" (જે એકલો અલ્લાહ ઈચ્છે)».
આ હદીષની સનદ હસન દરજજાની છે رواه ابن ماجه والنسائي في الكبرى وأحمد