Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 5 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«યહૂદી અને નસ્રાની લોકોને સલામ કરવામાં પહેલ ન કરો અને જ્યારે તે બન્ને માંથી કોઈ રસ્તામાં તમારી સામસામે થઈ જાય તો તમે તેને તંગ રસ્તા તરફ ચાલવા પર મજબુર કરી દો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«સવાર વ્યક્તિ ચાલતા વ્યક્તિને અને ચાલતો વ્યક્તિ બેઠેલા વ્યક્તિને સલામ કરશે અને નાનું જૂથ મોટા જૂથને સલામ કરે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«કોઈ વ્યક્તિ માટે જાઈઝ નથી કે તે પોતાના ભાઈ સાથે ત્રણ રાત કરતા વધારે વાતચીત બંધ રાખે, એવી રીતે કે જ્યારે બન્ને એકબીજાની સામને આવી જાય તો બન્ને એકબીજાથી મોઢું ફેરવી લે, તે બન્ને માંથી શ્રેષ્ઠ તે છે, જે સલામ કરવાની શરૂઆત કરે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
એક વ્યક્તિએ નબી ﷺ ને સવાલ કર્યો કે કયો ઇસ્લામ સૌથી શ્રેષ્ઠ છે? તો નબી ﷺ એ કહ્યું: «તમે ખાવાનું ખવડાવો અને જેને તમે જાણતા હોય તેને પણ અથવા જેને ન જાણતા ન હોય તેને પણ સલામ કરો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«એક મુસલમાનના બીજા મુસલમાન પર પાંચ હકો છે: સલામનો જવાબ આપવો, બીમાર હોઇ તો ખબરગીરી કરવી, જ્યારે તે મૃત્યુ પામે તો તેના જનાઝામાં શરીક થવું, જ્યારે તે દાવત આપે તો તેની દાવત કબૂલ કરવી, જ્યારે તેને છીંક આવે તો તેની છીંકનો જવાબ આપવો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ