Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 4 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«મોમિન પોતાના સારા વ્યવહારના કારણે રોજેદાર અને રાત્રે કિયામ કરનાર (અર્થાત્ તહજ્જુદ પઢનાર) નો દરજ્જો પ્રાપ્ત કરી લે છે».
સહીહ બિશવાહિદીહી આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
«વિનમ્રતા જે વસ્તુમાં પણ હોય, તે તેને સુંદર બનાવી દે છે, અને જે વસ્તુઓ માંથી તેને કાઢી લેવામાં આવે તો તે તેને કદરૂપુ કરી દે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«હે આયશા! ખરેખર અલ્લાહ દયાળુ છે અને દરેક વસ્તુમાં દયાને પસંદ કરે છે, અને તે દયાના કારણે તે દરેક વસ્તુ આપે છે જે કઠિનતા અપનાવવા પર નથી આપતો અને ન તો તેના સિવાય અન્ય કોઈ વસ્તુ પર આપે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
એક દિવસ મારી પાસે એક સ્ત્રી આવી, તેણીની સાથે તેની બે બાળકીઓ પણ હતી, તેણે મારી પાસે કંઈક માગ્યું, પરંતુ તેને મારી પાસેથી એક ખજૂર સિવાય કંઈ જ ન મળ્યું, મેં તેને એક ખજૂર આપી દીધી, તેણે તે ખજૂર બન્ને બાળકીઓ વચ્ચે વહેંચી દીધી અને પોતે તેમાંથી કંઈ જ ન ખાધું, પછી તે ઉભી થઇ જતી રહી, એટલા માંજ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવ્યા, મેં સંપૂર્ણ કિસ્સો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સંભળાવ્યો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિની આ બાળકીઓના કારણે કસોટી કરવામાં આવી અને તેણે તેમની સાથે સારો વ્યવહાર કર્યો, તો તે તેના માટે જહન્નમની આગ વચ્ચે પડદો બની જશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ