Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 4 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«શું હું તમને ન જણાવું કે તમારા માંથી સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ અને દુષ્ટ વ્યક્તિ કોણ છે?» વર્ણન કરનાર કહે છે: લોકો ચૂપ રહ્યા, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ વાત ત્રણ વખત કહી, તો એક વ્યક્તિએ કહ્યું: કેમ નહીં હે અલ્લાહના પયગંબર! અમને જણાવો કે કોણ અમારા માંથી શ્રેષ્ઠ છે અને દુષ્ટ કોણ છે? તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારા માંથી સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ તે છે જેના પ્રત્યે ભલાઈની આશા રાખી શકાય અને તેની દુષ્ટતાથી બચીને રહેવાય, અને તમારા માંથી દુષ્ટ વ્યક્તિ તે છે જેના પ્રત્યે ભલાઈની આશા ન રાખી શકાય અને લોકો તેની દુષ્ટતાથી બચી ન શકે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
«સૌથી સંપૂર્ણ ઈમાનવાળો વ્યક્તિ તે છે, જે અખલાકમાં (ચરિત્ર) સૌથી શ્રેષ્ઠ હોય, અને તમારા માંથી સૌથી ઉત્તમ વ્યક્તિ તે છે, જે પોતાની સ્ત્રીઓના હકમાં (અધિકારો પૂરા પાડવામાં) સૌથી ઉત્તમ હોય».
હસન આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
આપ ﷺ ને પૂછવામાં આવ્યું કે જન્નતમાં સૌથી વધારે કોણ લોકો પ્રવેશ પામશે? આપ ﷺ એ કહ્યું: «અલ્લાહનો તકવો (ડર) અને સારા અખલાક», પૂછવામાં આવ્યું કે સૌથી વધારે જહન્નમમાં કોણ દાખલ થશે? આપ ﷺ એ જવાબ આપ્યો: «જબાન અને ગૂંપ્તાગ».
હસન સહીહ આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
«જે લોકનો આભાર વ્યક્ત નથી કરતો તે અલ્લાહનો પણ આભાર વ્યક્ત નથી કરી શકતો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે