Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 3 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«જો તમે અલ્લાહ પર એવી રીતે ભરોસો કરો જેવી રીતે કરવાનો હક છે, તો તમને એવી રીતે રોજી આપવામાં આવશે, જે રીતે પક્ષીઓને આપવામાં આવે છે, તેઓ સવારમાં ખાલી પેટ નીકળે છે અને સાંજે ભરપેટ પાછા ફરે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અહમદે, ઈમામ તિર્મિઝીએ, ઈમામ નસાઈએ, ઈમામ ઈબ્ને માજહએ અને ઈમામ ઈબ્ને હિબ્બાનલને પોતાની સહીહમાં અને ઈમામ હાકિમે રિવાયત કરી છે.
«ઊંચા અવાજે કુરઆનની તિલાવત કરનાર એવો છે, જેવું કે ઉંચા અવાજે સદકો કરવાવાળો અને ધીમા અવાજે કુરઆનની તિલાવત કરનાર એવો છે જેવું કે છુપી રીતે સદકો કરનાર».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
એક વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો અને કહ્યું: તમે એક એવા વ્યક્તિ વિશે શું કહો છો, જે જિહાદ કરે છે અને તેના વળતરની ઈચ્છા ધરાવે છે તેમજ લોકોમાં વિખ્યાત થવાની ઈચ્છા પણ રાખે છે? તો તેને શું મળશે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તેને કઈ પણ (સવાબ) નહીં મળે», તેણે ત્રણ વખત આ જ સવાલ કર્યો અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પણ વારંવાર આ જ કહેતા રહ્યા: «તેને કઈ પણ (સવાબ) નહીં મળે», ફરી કહ્યું: «અલ્લાહ તઆલા ફક્ત તે જ અમલ કબૂલ કરે છે, જે ખાસ તેના માટે કરવામાં આવે અને તે અમલ દ્વારા અલ્લાહની પ્રસન્નતાની પ્રાપ્તિની ઈચ્છા રાખતો હોય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ નસાઈએ રિવાયત કરી છે