Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 16 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એક વખતે મસ્જિદમાં બેઠેલા પોતાના સહાબાઓના જૂથ પાસે આવ્યા અને કહ્યું: «તમે અહિયાં કેમ બેઠા છો?» તેઓએ જવાબ આપ્યો: અમે અલ્લાહનો ઝિક્ર કરવા અને તે વ્યક્તિના વખાણ કરવા બેઠા જેના દ્વારા અમને ઇસ્લામની હિદાયત પ્રાપ્ત થઈ, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «અલ્લાહની કસમ ખાઈને કહો કે તમે ફક્ત આજ હેતુ ખાતર બેઠા છો?» તેઓએ જવાબ આપ્યો: અલ્લાહની કસમ અમે ફક્ત આજ હેતુ ખાતર બેઠા છે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «મેં તમને એટલા માટે કસમ ખાવાનું નથી કહ્યું કે મને તમારા પર કોઈ શંકા છે, પરંતુ મારી પાસે જિબ્રઈલ અલૈહિસ્ સલામ (તેમના પર સલામતી થાય) આવ્યા અને કહ્યું કે સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ ફરિશ્તાઓ સમક્ષ તમારા પર ગર્વ કરે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«હે લોકો ! તમે અલ્લાહ સામે તૌબા કરો એટલા માટે કે હું દરરોજ સો કરતા પણ વધારે વખત તૌબા કરું છું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જે લોકો પણ અલ્લાહને યાદ કર્યા વગર કોઈ મજલિસ માંથી ઉભા થાય, તો તેઓની આ સભા દુર્ગંધી મરેલા ગધેડાની લાશ જેવી હોઈ છે, અને તે મજલિસ તેમના માટે (કયામતમાં દિવસે) અફસોસનું કારણ બનશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જ્યારે મુઅઝ્ઝિન અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર કહે, તો તમારા માંથી (દરેકે) અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર કહેવું જોઈએ, પછી મુઅઝ્ઝિન અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લ્લાહ કહે તો તેણે પણ અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહ કહેવું જોઈએ પછી મુઅઝ્ઝિન અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ કહે તો તેણે પણ અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ કહેવું જોઈએ, પછી જ્યારે મુઅઝ્ઝિન હય્ય અલસ્ સલાહ કહે તો તેણે લા હવ્લા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ કહેવું જોઇએ, પછી જ્યારે હય્ય અલલ્ ફલાહ કહે તો તેણે ફરી લા હવ્લા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ કહેવું જોઈએ, પછી મુઅઝ્ઝિન અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર કહે તો તે પણ અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર કહે, પછી મુઅઝ્ઝિન લા ઇલાહ ઇલ્લ્લ્લાહ કહે તો તે પણ દિલથી લા ઇલાહ ઇલ્લ્લાહ કહેશે તો તે જન્નતમાં દાખલ થશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
નબી ﷺના કેટલાક સહાબાઓએ આપને કહ્યું: હે અલ્લાહના પયગંબર! માલદાર સહાબી અમારાથી વધારે સવાબ લઈ ગયા, જે રીતે અમે નમાઝ પઢીએ છીએ તેઓ પણ પઢે છે, જે રીતે અમે રોઝા રાખીએ છીએ તેઓ પણ રાખે છે, હવે તેનાથી વધારે તેઓ પોતાના માલ માંથી સદકો અને લિલ્લાહ રકમ દાન કરે છે આપ ﷺએ કહ્યું: «શું અલ્લાહએ તમારા માટે કોઈ એવી વસ્તુ નથી બનાવી, જેને તમે દાન કરી શકો? બેશક સુબ્હાનલ્લાહ કહેવું સદકો ગણવામાં આવશે, અલ્લાહુ અકબર કહેવું સદકો ગણવામાં આવશે, અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું સદકો ગણવામાં આવશે, લા ઇલાહ ઇલ્લલ્લાહ કહેવું પણ સદકો ગણવામાં આવશે, નેકી તરફ બોલાવવું પણ સદકો છે, કોઈને બુરાઈથી રોકવું પણ સદકો ગણવામાં આવશે, તમારા માંથી કોઈ પોતાની પત્ની સાથે પોતાની ઈચ્છા પૂરી કરે તે પણ સદકો ગણવામાં આવશે»,સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમારા માંથી એક વ્યક્તિ પોતાની ઈચ્છા પૂરી કરે છે શું તેના ઉપર પણ તેને સવાબ મળે છે? આપ ﷺએ કહ્યું: «મને જણાવો કે શું તે તેને હરામ જગ્યાએ પુરી કરે તો તેને ગુનોહ થશે? એવી જ રીતે જો તે તેને હલાલ રીતે પુરી કરશે તો તેને સવાબ મળશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જ્યારે તમે મુઅઝ્ઝિનમેં સાંભળો તો તમે પણ એવું જ કહો, પછી મારા પર દરુદ પઢો, કારણકે જે વ્યક્તિ મારા પર એક વખત દરુદ પઢશે, તો અલ્લાહ તઆલા તેના પર દસ રહેમતો ઉતારે છે, પછી અલ્લાહ પાસે મારા માટે વસીલો માંગો, કારણકે તે જન્નતમાં એક પદ છે, જે અલ્લાહના બંદાઓ માંથી એકને જ મળશે, અને મને આશા છે કે તે મને જ મળશે, જે વ્યક્તિએ મારા માટે વસીલાનો સવાલ કર્યો તેના માટે મારી ભલામણ અનિવાર્ય બની ગઈ».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જે વ્યક્તિ "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વ લહુલ્ હમ્દુ વહુવ અલા કુલ્લિ શયઇન્ કદીર" (અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તેનો કોઈ ભાગીદાર નથી, સામ્રાજ્ય તેના જ માટે છે, પ્રશંસા પણ તેના માટે જ છે, તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે) દસ વખત આ શબ્દો કહેશે તો તેનો આ અમલ તેના માટે તે વ્યક્તિ જેવો ગણાશે, જેણે ઇસ્માઈલ અલૈહિસ્ સલામના સંતાન માંથી ચાર ગુલામ આઝાદ કર્યા હોય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) મક્કાના રસ્તે સફર કરી રહ્યા હતા, રસ્તામાં એક પહાડ પાસેથી પસાર થયા, જેનું નામ જુમદાન હતું, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «ચાલતા રહો, આ જુમદાન પર્વત છે, મુફર્રદુન આગળ વધી ગયા», સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ! મુફર્રદુન કોને કહે છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «સૌથી વધારે અલ્લાહને યાદ કરવાવાળા પુરુષો અને સૌથી વધારે યાદ કરવાવાળી સ્ત્રીઓ».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે