Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 11 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«જે વ્યક્તિએ એક દિવસમાં "સુબ્હાનલ્લાહિ વ બિહમ્દિહિ" સો વખત પઢશે, તો તેના ગુનાહ માફ કરી દેવામાં આવશે, ભલેને તેના ગુનાહ સમુદ્રની ફીણ જેટલા પણ કેમ ન હોય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
તેઓ નબી ﷺ પાસે આવ્યા અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! શૈતાન મારી અને મારી નમાઝની વચ્ચે આવે છે અને મને કુરઆન મજીદને ભુલાવી દે છે, તો નબી ﷺ એ કહ્યું, «તે શેતાન છે, જેનું નામ ખિન્ઝબ છે, જ્યારે તને તે શૈતાનનો અસર થવા લાગે તો તું તેનાથી અલ્લાહની પનાહ માંગ, અને નમાઝમાં ડાબી બાજુ ત્રણ વખત થુકી દે, સહાબીએ કહ્યું મેં આ પ્રમાણે જ કર્યું તો અલ્લાહ તઆલાએ મારાથી તેને દૂર કરી દીધો.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જે વ્યક્તિ એક દિવસમાં સો વખત આ દુઆ પઢે: "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વ લહુલ્ હમ્દુ વહુવ અલા કુલ્લિ શયઇન્ કદીર" (અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે એક જ છે, અને તેનો કોઈ ભાગીદાર નથી, તેના માટે જ સામ્રાજ્ય છે અને તેના માટે જ પ્રસંશા છે, તે જ જિવન અને મૃત્યુ આપે છે, અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે), તો તેને દસ ગુલામ આઝાદ કરવા જેટલો સવાબ મળશે, અને તેના માટે સો નેકીઓ લખવામાં આવશે, તેના સો ગુનાહ માફ કરવામાં આવશે, અને આ દુઆ સંપૂર્ણ દિવસ તેની શૈતાનથી સુરક્ષા કરશે, અહીં સુધી કે સાંજ પડી જાય, કોઇ પણ વ્યક્તિ તેના કરતાં શ્રેષ્ઠ કાર્ય લઈને નહીં આવે પરંતુ જે આ (દુઆને) વધુ પઢે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
નબી ﷺ પોતાના સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ તઆલાથી રિવાયત કરતાં કહે છે: «એક બંદાએ ગુનોહ કર્યો પછી કહે છે: હે અલ્લાહ તું મારા ગુનાહ માફ કરી દે, તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ ગુનોહ કર્યો અને તે જાણે છે કે તેનો એક પાલનહાર છે, જે તેના ગુનાહ માફ કરે છે, અને તે ગુનાહ પર પકડ પણ કરી શકે છે, અને પછી પાછો ગુનાહ પણ કરે છે, પછી કહે છે: હે મારા પાલનહાર ! મારા ગુનાહ માફ કરી દે, તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ ગુનોહ કર્યો અને તે જાણે છે કે તેનો એક પાલનહાર છે, જે તેના ગુનાહ માફ કરે છે, અને તે ગુનાહ પર પકડ પણ કરી શકે છે, અને પછી પાછો ગુનાહ પણ કરે છે, પછી પાછો કહે છે, હે મારા પાલનહાર ! મારા ગુનાહ માફ કરી દે,તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ ગુનોહ કર્યો અને તે જાણે છે કે તેનો એક પાલનહાર છે, જે તેના ગુનાહ માફ કરે છે, અને તે ગુનાહ પર પકડ પણ કરી શકે છે , મેં મારા બંદાને માફ કરી દીધો, તે જે ઈચ્છે, તે કરે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એક વખતે મસ્જિદમાં બેઠેલા પોતાના સહાબાઓના જૂથ પાસે આવ્યા અને કહ્યું: «તમે અહિયાં કેમ બેઠા છો?» તેઓએ જવાબ આપ્યો: અમે અલ્લાહનો ઝિક્ર કરવા અને તે વ્યક્તિના વખાણ કરવા બેઠા જેના દ્વારા અમને ઇસ્લામની હિદાયત પ્રાપ્ત થઈ, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «અલ્લાહની કસમ ખાઈને કહો કે તમે ફક્ત આજ હેતુ ખાતર બેઠા છો?» તેઓએ જવાબ આપ્યો: અલ્લાહની કસમ અમે ફક્ત આજ હેતુ ખાતર બેઠા છે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «મેં તમને એટલા માટે કસમ ખાવાનું નથી કહ્યું કે મને તમારા પર કોઈ શંકા છે, પરંતુ મારી પાસે જિબ્રઈલ અલૈહિસ્ સલામ (તેમના પર સલામતી થાય) આવ્યા અને કહ્યું કે સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ ફરિશ્તાઓ સમક્ષ તમારા પર ગર્વ કરે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«હે લોકો ! તમે અલ્લાહ સામે તૌબા કરો એટલા માટે કે હું દરરોજ સો કરતા પણ વધારે વખત તૌબા કરું છું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જ્યારે મુઅઝ્ઝિન અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર કહે, તો તમારા માંથી (દરેકે) અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર કહેવું જોઈએ, પછી મુઅઝ્ઝિન અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લ્લાહ કહે તો તેણે પણ અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહ કહેવું જોઈએ પછી મુઅઝ્ઝિન અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ કહે તો તેણે પણ અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ કહેવું જોઈએ, પછી જ્યારે મુઅઝ્ઝિન હય્ય અલસ્ સલાહ કહે તો તેણે લા હવ્લા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ કહેવું જોઇએ, પછી જ્યારે હય્ય અલલ્ ફલાહ કહે તો તેણે ફરી લા હવ્લા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ કહેવું જોઈએ, પછી મુઅઝ્ઝિન અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર કહે તો તે પણ અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર કહે, પછી મુઅઝ્ઝિન લા ઇલાહ ઇલ્લ્લ્લાહ કહે તો તે પણ દિલથી લા ઇલાહ ઇલ્લ્લાહ કહેશે તો તે જન્નતમાં દાખલ થશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
નબી ﷺના કેટલાક સહાબાઓએ આપને કહ્યું: હે અલ્લાહના પયગંબર! માલદાર સહાબી અમારાથી વધારે સવાબ લઈ ગયા, જે રીતે અમે નમાઝ પઢીએ છીએ તેઓ પણ પઢે છે, જે રીતે અમે રોઝા રાખીએ છીએ તેઓ પણ રાખે છે, હવે તેનાથી વધારે તેઓ પોતાના માલ માંથી સદકો અને લિલ્લાહ રકમ દાન કરે છે આપ ﷺએ કહ્યું: «શું અલ્લાહએ તમારા માટે કોઈ એવી વસ્તુ નથી બનાવી, જેને તમે દાન કરી શકો? બેશક સુબ્હાનલ્લાહ કહેવું સદકો ગણવામાં આવશે, અલ્લાહુ અકબર કહેવું સદકો ગણવામાં આવશે, અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું સદકો ગણવામાં આવશે, લા ઇલાહ ઇલ્લલ્લાહ કહેવું પણ સદકો ગણવામાં આવશે, નેકી તરફ બોલાવવું પણ સદકો છે, કોઈને બુરાઈથી રોકવું પણ સદકો ગણવામાં આવશે, તમારા માંથી કોઈ પોતાની પત્ની સાથે પોતાની ઈચ્છા પૂરી કરે તે પણ સદકો ગણવામાં આવશે»,સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમારા માંથી એક વ્યક્તિ પોતાની ઈચ્છા પૂરી કરે છે શું તેના ઉપર પણ તેને સવાબ મળે છે? આપ ﷺએ કહ્યું: «મને જણાવો કે શું તે તેને હરામ જગ્યાએ પુરી કરે તો તેને ગુનોહ થશે? એવી જ રીતે જો તે તેને હલાલ રીતે પુરી કરશે તો તેને સવાબ મળશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે