Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 5 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«શુ હું તમને એવા અમલ વિશે જાણકારી ન આપું, જેનાથી અલ્લાહ તઆલા તમારા ગુનાહ માફ કરી દેશે અને તમારા દરજ્જા બુલંદ કરશે?» સહાબાઓએ કહ્યું, કેમ નહીં હે અલ્લાહના રસૂલ!: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «ઈચ્છા ન હોય તો પણ સારી રીતે વઝૂ કરવું, મસ્જિદ તરફ વધુ ચાલતા જવું, એક નમાઝ પઢયા પછી બીજી નમાઝ માટે રાહ જોવી, આ જ રિબાત (શૈતાન વિરુદ્ધ યુદ્ધની છાવળી) છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«એક વ્યક્તિ રસ્તામાં ચાલી રહ્યા હતો, તો તેને એક કાંટા વાળી ડાળી દેખાઈ, તો તેણે તેને એક તરફ કરી દીધી, તો અલ્લાહએ તેનો આભાર વ્યક્ત કર્યો અને તેને માફ કરી દીધો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«પાંચેય નમાઝો, એક જુમ્આથી લઈને બીજી જુમ્આ સુધી અને એક રમઝાનથી બીજા રમઝાન સુધી પોતાનાથી થયેલ ગુનાહોનો કફફ઼ારો બને છે શરત એ છે કે મોટા ગુનાહોથી બચવામાં આવે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«પોતાના ઘરોને કબ્રસ્તાન ન બનાવો, મારી કબર ને મેળો ન બનાવશો, અને તમે જ્યાં પણ હોવ મારા પર દરૂદ મોકલતા રહો, કારણકે તમે જ્યાં પણ હશો, તમારું દરુદ મારા સુધી પહોંચાડવામાં આવે છે».
હસન આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«કેટલાય વિખરાયેલા વાળવાળા, દરવાજેથી ધૃતકારેલા લોકો, જો અલ્લાહ પર કોઈ સોગંદ લઈ લે, તો અલ્લાહ તેમની સોગંદની લાજ રાખી લે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે