Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 13 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«દરેક નેક કામ સદકો છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારીએ જાબિર રઝી અલ્લાહુ અન્હુ દ્વારા અને ઈમામ મુસ્લિમએ હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ દ્વારા રિવાયત કરી આવી છે
મે નબી ﷺ ને સવાલ કર્યો: અલ્લાહની નજીક સૌથી પ્રિય અમલ કયો છે? નબી ﷺ એ જવાબ આપ્યો: «સમયસર નમાઝ પઢવી» મેં ફરી પૂછ્યું: ત્યારબાદ, નબી ﷺ એ જવાબ આપ્યો: «માતાપિતા સાથે સારો વ્યવહાર કરવો» મેં પૂછ્યું: ત્યારબાદ, નબી ﷺ એ કહ્યું: «અલ્લાહના માર્ગમાં જિહાદ કરવું» અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: આ તે કાર્યો છે જેના વિષે મને નબી ﷺ એ જણાવ્યું, જો હું વધારે પૂછતો તો નબી ﷺ વધુ પણ કાર્યો જણાવતા.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«ફિતનાના સમયે ઈબાદત કરવી એવું જ છે, જેવું કે મારા તરફ હિજરત કરવી».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«કેટલાય વિખરાયેલા વાળવાળા, દરવાજેથી ધૃતકારેલા લોકો, જો અલ્લાહ પર કોઈ સોગંદ લઈ લે, તો અલ્લાહ તેમની સોગંદની લાજ રાખી લે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જે વ્યક્તિ ઇચ્છતો હોય કે તેની રોજીમાં અલ્લાહ બરકત કરે, અને તેની ઉંમરમાં વધારો થાય તો તે સિલા રહેમી (સગા સંબંધીઓ સાથે સારો વ્યવહાર) કરે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ