Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 6 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે કોઈ કાર્યનો આદેશ આપતા તો એટલો જ આપતા જેટલો લોકો કરી શકતા હોય, સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમે તો તમારા જેવા નથી, (તમે તો નિર્દોષ છો) અલ્લાહએ તમારા આગળના અને પાછળના બધા ગુનાહ માફ કરી દીધા છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગુસ્સે થયા, અહીં સુધી કે ગુસ્સો અમે તેમના ચહેરા પર જાહેર થતા જોયો, અને પછી કહ્યું: «નિઃશંક તમારા કરતા હું સૌથી વધુ અલ્લાહથી ડરુ છું અને સૌથી વધારે તેને જાણું છું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«એક વ્યક્તિ રસ્તામાં ચાલી રહ્યા હતો, તો તેને એક કાંટા વાળી ડાળી દેખાઈ, તો તેણે તેને એક તરફ કરી દીધી, તો અલ્લાહએ તેનો આભાર વ્યક્ત કર્યો અને તેને માફ કરી દીધો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«અલ્લાહના માર્ગમાં એક દિવસ કરેલી રક્ષા દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુથી શ્રેષ્ઠ છે, તથા જન્નતમાં એક કોરડો મૂકવા જેટલી જગ્યા દુનિયા અને તેની દરેક વસ્તુ કરતાં શ્રેષ્ઠ છે, તથા એક સવાર અથવા એક સાંજ અલ્લાહના માર્ગમાં કાઢવી દુનિયા અને તેની દરેક વસ્તુ કરતાં શ્રેષ્ઠ છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«દરેક નેક કામ સદકો છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારીએ જાબિર રઝી અલ્લાહુ અન્હુ દ્વારા અને ઈમામ મુસ્લિમએ હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ દ્વારા રિવાયત કરી આવી છે
મે નબી ﷺ ને સવાલ કર્યો: અલ્લાહની નજીક સૌથી પ્રિય અમલ કયો છે? નબી ﷺ એ જવાબ આપ્યો: «સમયસર નમાઝ પઢવી» મેં ફરી પૂછ્યું: ત્યારબાદ, નબી ﷺ એ જવાબ આપ્યો: «માતાપિતા સાથે સારો વ્યવહાર કરવો» મેં પૂછ્યું: ત્યારબાદ, નબી ﷺ એ કહ્યું: «અલ્લાહના માર્ગમાં જિહાદ કરવું» અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: આ તે કાર્યો છે જેના વિષે મને નબી ﷺ એ જણાવ્યું, જો હું વધારે પૂછતો તો નબી ﷺ વધુ પણ કાર્યો જણાવતા.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«જે વ્યક્તિ ઇચ્છતો હોય કે તેની રોજીમાં અલ્લાહ બરકત કરે, અને તેની ઉંમરમાં વધારો થાય તો તે સિલા રહેમી (સગા સંબંધીઓ સાથે સારો વ્યવહાર) કરે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ