Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 6 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«જે વ્યક્તિએ કોઈ મોમિનની દુનિયાની પરેશાનીઓ માંથી કોઈ પરેશાની દૂર કરશે, તો અલ્લાહ કયામતના દિવસે તેની પરેશાનીઓ માંથી એક પરેશાની દૂર કરશે, જે કોઈ પરેશાન વ્યક્તિ માટે આસાની કરશે, તો અલ્લાહ તેના માટે દુનિયા અને આખિરતમાં આસાની કરશે, જે કોઈ મુસલમાનની ખામી છુપાવશે તો અલ્લાહ તઆલા દુનિયા અને આખિરતમાં તેની ખામી છુપાવશે, અલ્લાહ સતત તે બંદાની મદદ કરતો રહે છે, જ્યાં સુધી બંદો પોતાના ભાઈની મદદ કરતો રહે છે, જે વ્યક્તિ ઇલ્મ પ્રાપ્ત કરવા માટે કોઈ માર્ગ પર ચાલશે, તો અલ્લાહ તેના માટે જન્નતનો માર્ગ સરળ કરી દેશે, જ્યારે કોઈ કોમ અલ્લાહના ઘરો માંથી કોઈ ઘરમાં ભેગી થઈ અલ્લાહની કિતાબની તિલાવત કરે છે અને તેને એકબીજાને શીખવાડતા હશે તો તેમના પર સકીનત (શાંતિ) ઉતારવામાં આવે છે, અલ્લાહની રહમત તેમને ઢાંકી લે છે, અને અલ્લાહ પોતાની પાસે હાજર ફરિશ્તાઓ સામે તેમનું વર્ણન કરે છે, અને જેનો અમલ તેને પાછળ કરી દેશે તો તેનો નસબ (ખાનદાન) તેને આગળ લઈ જઈ નહીં શકે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«અલ્લાહ તઆલા જેની સાથે ભલાઈનો ઈરાદો કરે છે, તો અલ્લાહ તઆલા તેને દીનની સમજ આપે છે, અને હું તો ફક્ત વિભાજીત કરનાર છું, આપવાવાળો તો અલ્લાહ જ છે, અને આ ઉમ્મત (કોમ) હમેંશા અલ્લાહના આદેશ પર કાયમ રહેશે, અને જે વ્યક્તિ તેનો વિરોધ કરશે, તે તેને કંઈ નુકસાન નહીં પહોંચાડી શકે, અહીં સુધી કે અલ્લાહનો આદેશ (કયામત) આવી જાય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«કયામતની નિશાનીઓ માંથી એ પણ કે ઇલ્મ ઉઠાવી લેવામાં આવશે, અજ્ઞાનતા ફેલાય જશે, વ્યભિચાર સામાન્ય થઈ જશે, દારુ લોકો વધારે પીવા લાગશે, પુરુષ ઓછા થઈ જશે અને સ્ત્રીઓની સંખ્યા વધી જશે, પરિસ્થિતિ એવી થઈ જશે કે પચાસ પચાસ સ્ત્રીઓની સંભાળ રાખનાર ફક્ત એક જ વ્યક્તિ હશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«હે અબૂ મુનઝિર, કુરઆન મજીદ માંથી તમારા મતે કંઈ આયત સૌથી મહાન છે?» મેં કહ્યું: અલ્લાહ અને તેના રસૂલ વધારે જાણે છે, આપ ﷺ એ કહ્યું: «હે અબૂ મુનઝિર, કુરઆન મજીદ માંથી તમારા મતે કંઈ આયત સૌથી મોટી છે? મેં કહ્યું કે: {اللهُ لا إِلَهَ إِلا هُوَ الْحَيُّ الْقَيُّومُ} [સૂરે બકરહ: ૨૫૫], આપ ﷺ એ મારી છાતી પર એક હાથ માર્યો (શાબાશી આપવા માટે) અને કહ્યું: «અલ્લાહની કાસમ ! હે અબુ મુનઝિર ! તમને ઇલ્મ મુબારક».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એક વખતે મસ્જિદમાં બેઠેલા પોતાના સહાબાઓના જૂથ પાસે આવ્યા અને કહ્યું: «તમે અહિયાં કેમ બેઠા છો?» તેઓએ જવાબ આપ્યો: અમે અલ્લાહનો ઝિક્ર કરવા અને તે વ્યક્તિના વખાણ કરવા બેઠા જેના દ્વારા અમને ઇસ્લામની હિદાયત પ્રાપ્ત થઈ, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «અલ્લાહની કસમ ખાઈને કહો કે તમે ફક્ત આજ હેતુ ખાતર બેઠા છો?» તેઓએ જવાબ આપ્યો: અલ્લાહની કસમ અમે ફક્ત આજ હેતુ ખાતર બેઠા છે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «મેં તમને એટલા માટે કસમ ખાવાનું નથી કહ્યું કે મને તમારા પર કોઈ શંકા છે, પરંતુ મારી પાસે જિબ્રઈલ અલૈહિસ્ સલામ (તેમના પર સલામતી થાય) આવ્યા અને કહ્યું કે સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ ફરિશ્તાઓ સમક્ષ તમારા પર ગર્વ કરે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«અલ્લાહ તઆલાએ મને જે હિદાયત અને જ્ઞાન સાથે પયગંબરી સોંપી છે, તેનું ઉદાહરણ ભારે વરસાદ જેવું છે, જે જમીન પર વરસે, તો જમીનનો જે ભાગ ઉપજાઉ હોય છે, તો તે જમીનનો ભાગ તે પાણીને શોષી લે છે, અને વધુ માત્રામાં ઘાસ અને વનસ્પતિ ઉગાડે છે, જયારે કે જમીનનો થોડો ભાગ ઉપજાઉ હોતો નથી, તો તે પાણીને રોકી લે છે, અને અલ્લાહ લોકોને ફાયદો પહોંચાડે છે, જેથી લોકો પોતે પણ પાણી પીવે છે અને પોતાના જાનવરોને પણ પીવડાવે છે, અને તેના દ્વારા ખેતી કરે છે, એવી જ રીતે વરસાદ જમીનના એવા ભાગ પર વરસે છે જે ટેકરા માફક હોય છે, જે ન તો પાણીને એકઠું કરે છે ન તો વનસ્પતિ ઉગાડે છે, આ જ ઉદાહરણ તે વ્યક્તિનું છે, જેના અલ્લાહના દીનની સમજ પ્રાપ્ત કરી અને જે શિક્ષા આપી માણે અલ્લાહએ મોકલ્યો છે, તેના દ્વારા ફાયદો ઉઠાવ્યો, તેણે પોતે પણ શિક્ષા પ્રાપ્ત કરી અને અન્ય લોકોને પણ શીખવાડી, તથા આ તે વ્યક્તિનું ઉદાહરણ છે જેણે આ વાત પર ધ્યાન ન આપ્યું અને અલ્લાહનું માર્ગદર્શન, જે હું લઈને આવ્યો છું તેનો સ્વીકાર ન કર્યો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ