Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 110 કાર્ડ

ફિલ્ટર દૂર કરો

વર્ણનકાર

બધા વર્ણનકારો બતાવો (48)
«પાકી (સ્વચ્છતા) ઈમાનનો એક ભાગ છે, અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું તે ત્રાજવાને ભરી દે છે, અને સુબ્હાનલ્લાહ અને અલ્ હમ્દુ લિલ્લાહ, તે બંને અથવા તે બંને માંથી એક આકાશ અને જમીન વચ્ચેની ખાલી જગ્યાને ભરી દે છે, નમાઝ પ્રકાશ છે, સદકો કરવો એક પુરાવો છે, સબર કરવુ તે એક પ્રકારનો પ્રકાશ છે, અને કુરઆન પણ તમારા હકમાં અથવા તમારા વિરુદ્ધ એક દલીલ છે, દરેક વ્યક્તિ જે સવાર કરે છે, તો (તે કેટલાક કાર્યોના બદલામાં) પોતાની આત્માને વેચે છે, ફરી તે પોતાને (જહન્નમથી) આઝાદ કરવા વાળો હોય છે, અથવા તેને નષ્ટ કરવા વાળો હોય છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«આદમના પુત્રએ તેના પેટથી વધુ ખરાબ કોઈ વાસણ નથી ભર્યું, આદમના પુત્ર માટે તેની પીઠ સીધી કરવા માટે થોડા કોળિયા ખાવા પૂરતા છે, પરંતુ જો તેણે (પોતાનું પેટ ભરવું) જ હોય, તો તેણે એક તૃતીયાંશ ભાગ ખોરાક માટે, એક તૃતીયાંશ ભાગ પીવા માટે અને એક તૃતીયાંશ ભાગ શ્વાસ લેવા માટે રાખવો જોઈએ».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અહમદે , ઈમામ તિર્મિઝી , ઈમામ નસાઈ અને ઈમામ ઈબ્ને માજહએ રિવાયત કરી છે
«જે વ્યક્તિ અલ્લાહ સાથે તે સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેહરાવ્યો ન હતો તો તે જન્નત માં દાખલ થશે અને જેણે કોઈને તેની સાથે ભાગીદાર ઠેહરાવ્યો હશે તો તે જહન્નમમાં દાખલ થશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«કોઈ પણ મુસલમાન જેને કોઈ તકલીફ પહોંચે અને તે તેજ શબ્દો કહે છે જેનો અલ્લાહએ આદેશ આપ્યો છે: {"ઇન્ના લિલ્લાહિ વઇન્ના ઇલૈહિ રાજીઊન" આપણે સૌ અલ્લાહની માલિકી હેઠળ છે અને આપણે સૌએ તેની તરફ જ પાછા ફરવાનુ છે} [અલ્ બકરહ: ૧૫૬], "અલ્લાહુમ્મ અજિર્ની ફી મુસીબતી, વઅખ્લિફ્લી ખૈરમ્ મિન્હા, ઇલ્લા અખ્લફલ્લાહુ લહુ ખૈરમ્ મિન્હા" (હે અલ્લાહ ! મને મારી મુસીબતનો સવાબ આપ, અને મને તેનાં બદલામાં તેનાથી શ્રેષ્ઠ વસ્તુ પ્રદાન કર)», (ઉમ્મે સલમા રઝી.એ) કહ્યું: જ્યારે અબૂ સલમાનું મૃત્યુ થઈ ગયું તો મેં કહ્યું: કયો વ્યક્તિ અબૂ સલમા કરતાં વધુ શ્રેષ્ઠ હોય શકે છે, તે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફ હિજરત કરનાર સૌથી પહેલું ઘર હતું, ફરી મેં તે શબ્દો કહ્યા, તો અલ્લાહ તઆલા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના રૂપે તેનો શ્રેષ્ઠ બદલો આપ્યો.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«આશાઓને ખત્મ કરવાવાળી વસ્તુને ખૂબ જ યાદ કરો» અર્થાત્ મોતને.
હસન આ હદીષને ઈમામ તિર્મિઝી , ઈમામ નસાઈ અને ઈમામ ઈબ્ને માજહએ રિવાયત કરી છે
«જન્નતમાં તમારા માંથી સૌથી નીચો દરજ્જો પ્રાપ્ત કરનાર જન્નતી વ્યક્તિની સ્થિતિ એવી હશે કે અલ્લાહ તેને કહેશે: તું તારી ઈચ્છાઓ જાહેર કર, તે પોતાની દરેક ઈચ્છાઓ જાહેર કરશે, પછી તેને કહેવામાં આવશે કે તારી દરેક ઈચ્છા પૂરી થઈ ગઈ? તે કહેશે: હા, અલ્લાહ તઆલા તેને કહેશે: તારી દરેક ઈચ્છાઓ પૂરી કરવામાં આવશે અને તેની સાથે તેના જેટલી બીજી ઈચ્છાઓ પણ પુરી કરવામાં આવશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને નેકી અને બુરાઈ વિષે સવાલ કર્યો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «નેકી સારા અખ્લાક (નૈતિકતા) નું નામ છે, અને બુરાઈ તે છે જે તમારા દિલમાં ખટકે, અને તમને પસંદ ન હોય, કે લોકો તેના વિષે જાણે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«તમે ઇલ્મને આલિમો સામે બડાઈ મારવા ન શીખો, અને ન તો મૂર્ખ લોકો સાથે તકરાર કરવા માટે શીખો, અને દીનના ઇલ્મને મજલિસો (સભાઓ) માં પદ માટે શણગારનું માધ્યમ ન બનાવો, જેણે આવું કર્યું તો તેના માટે જહન્નમ છે, જહન્નમ છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે