Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 9 કાર્ડ

ફિલ્ટર દૂર કરો

વર્ણનકાર

બધા વર્ણનકારો બતાવો (48)
મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «ઉચ્ચ અને બરકતવાળા અલ્લાહએ કહ્યું: હે ઈબ્ને આદમ, નિઃશંક તું જ્યાં સુધી મારી પાસે દુઆ કરતો રહીશ અને મારાથી આશા રાખીશ, ત્યાં સુધી તારા દરેક ગુનાહને માફ કરતો રહીશ, ભલેને તે કેટલાય પણ હોય, અને હું તેની ચિંતા નહીં કરું, હે ઈબ્ને આદમ!, જો તારા ગુનાહ આકાશની ઊંચાઇ સુધી પણ પહોંચી જાય, ફરી તું મારી પાસે માફી માંગે, તો હું તારા ગુનાહ માફ કરી દઇશ, અને હું તેની સહેજ પણ ચિંતા નહીં કરું, હે ઈબ્ને આદમ! જો તું મારી પાસે જમીન બરાબર ગુનાહ લઈને આવીશ તે સ્થિતિમાં કે તે મારી સાથે કોઈને ભાગીદાર નહીં ઠેહરાવ્યો હોય, તો હું તારી પાસે જમીન બરાબર માફી લઈને આવીશ».
હસન આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
«આદમની સંતાન પાસે જો બે વાદી (ખીણ) ભરીને સોનું હશે, તો તે ત્રીજી વાદીની ઈચ્છા કરશે, અને તેના પેટને માટી સિવાય કોઈ વસ્તુ ભરી શકતી નથી અને અલ્લાહ તૌબા કબુલ કરનારની તૌબા કબૂલ કરે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
એક વ્યક્તિએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કયામત વિશે સવાલ કર્યો, તેણે પૂછ્યું કે કયામત ક્યારે આવશે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે તેના માટે શું તૈયારી કરી રાખી છે?», તેણે કહ્યું: કંઈ ખાસ નહીં, બસ હું અલ્લાહ અને તેના રસૂલથી મોહબ્બત કરું છું, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારું પરિણામ પણ તેની સાથે જ થશે, જેની સાથે તમે મોહબ્બત કરો છો», અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અમને કોઈ પણ વસ્તુથી આટલી ખુશી થઈ ન હતી જેટલી અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વાત સાંભળીને મળી, કે તમને તેનો સાથ નસીબ થશે જેની સાથે તમે મોહબ્બત કરો છો, અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અબૂ બકર અને ઉમર રઝી અલ્લાહુ અન્હુમાથી મોહબ્બત કરું છું અને મને આશા છે કે મને તેમનો સાથ પ્રાપ્ત થશે, ભલેને હું તેમની માફક અમલ ન કરી શકું.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«હે અલ્લાહ! ખરેખર જીવન તો આખિરતનું જીવન છે, અન્સાર અને મુહાજિરીનને માફ કરી દે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«કોઈ વ્યક્તિ ત્યાં સુધી મોમિન નથી બની શકતો જ્યાં સુધી હું તેની નજીક તેના પિતા, તેની સંતાન અને અન્ય લોકો કરતા વધારે પ્રિય ન બની જાઉં».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«જ્યારે મને મેઅરાજ કરાવવામાં આવી, તો હું એવા લોકો પાસેથી પસાર થયો, જેમના નખ તાંબાના હતા, જેનાથી તેઓ પોતાના ચહેરા અને છાતીઓ ચીરી રહ્યા હતા, મેં પૂછ્યું: હે જિબ્રઇલ! આ લોકો કોણ છે?, જિબ્રઇલે કહ્યું: આ તે લોકો છે, જેઓ લોકોના માંસ (ગિબત) ખાતા હતા અને તેમની આબરૂ સાથે રમત કરતા હતા».
હસન આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«ખરેખર જન્નતમાં એક બજાર છે, જ્યાં જન્નતીઓ દર શુક્રવારે જશે, તે સમયે ઉત્તર દિશા બાજુ હવા ચાલશે, જે તેમના ચહેરા અને કપડાં પર ધૂળ નાખી દેશે, જેના કારણે તેઓ વધુ સુંદર થઈ જશે, ફરી જ્યારે તેઓ પોતાના પરિવાર પાસે પાછા ફરશે, તો તેમના પરિવાર વાળા કહેશે: અલ્લાહની કસમ! તમે તો જઈને આવ્યા પછી વધુ સુંદર થઈ ગયા છો, તો તેઓ પણ કહેશે: અલ્લાહની કસમ! તમે પણ અમારા પછી વધુ સુંદર થઈ ગયા છો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુઆ ખૂબ કરતા હતા: «યા મુલ્લલિબલ્ કુલૂબ ષબ્બિત કલ્બિ અલા દીનિક, "હે દિલોને ઉલટફેર કરનાર, મારા દિલને મારા દીન પર અડગ રાખ"». તો મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ!, અમે તમારા પર અને તમે જે શરીઅત લઈને આવ્યા છો, તેના પર ઇમાન લાવીએ છીએ, શું તમને અમારા વિશે ભય લાગતો હોય છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હા, લોકોના દિલ અલ્લાહની આંગળીઓ માંથી બે આંગળીઓ વચ્ચે છે, તે જેવું ઈચ્છે ઉલટફેર કરતો હોય છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે