Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 75 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«કાર્યોનો આધાર નિયતો પર છે, દરેક વ્યક્તિને તેની (સારી અથવા ખરાબ) નિયત પ્રમાણે (સારો અથવા ખરાબ) વળતર મળશે, બસ ! જેની હિજરત અલ્લાહ અને તેના પયગંબર માટે હશે, તેની હિજરત તેમના માટે જ સમજવામાં આવશે અને જેણે દુનિયા પ્રાપ્ત કરવા માટે અથવા કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવા માટે હિજરત કરી તો તેની હિજરત તેના માટે જ હશે». બુખારી શરીફના શબ્દો આ પ્રમાણે છે: «કાર્યોનો આધાર નિયતો પર છે, જે વ્યક્તિની જેવી નિયત હશે તે પ્રમાણે તેને બદલો આપવામાં આવશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«મારી સમક્ષ જન્નત અને જહન્નમ રજૂ કરવામાં આવી, આજ પહેલા મેં આ પ્રકારની ભલાઈ અને બુરાઈ નથી જોય, જો તમે તે વાતો જાણી લો જે હું જાણું છું તો તમે ઓછું હસતા અને રડતા વધારે» કહ્યું: સહાબા રઝી અલ્લાહુ અન્હુમ આજ દિવસ પહેલા સખત દિવસ જોયો ન હતો, કહ્યું: તેમણે પોતાના ચહેરા છુપાવી લીધા, અને દુ:ખની અવાજ કાઢવા લાગ્યા, ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા એ કહ્યું: ઉમર રઝી અલ્લાહુ અન્હુ ઊભા થયા અને કહ્યું: "રઝીના બિલ્લાહી રબ્બવ વબિલ્ ઇસ્લામિ દીના વબિ મુહમ્મદિન્ નબિય્યા" (અમે રાજી છે અલ્લાહના પાલનહાર હોવાથી, અને ઇસ્લામના દીન હોવાથી, અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નબી હોવાથી.), કહ્યું: એક વ્યક્તિ ઊભો થયો અને કહ્યું: મારો પિતા કોણ છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ફલાણા તારા પિતા છે», તો આ આયત ઉતરી: {હે ઈમાનવાળાઓ! એવી વાતો વિશે સવાલ ન કરો કે જો તમને તે વાત જણાવી દેવામાં આવે તો તમને પસંદ નહી આવે} [અલ્ માઇદહ: ૧૦૧].
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પરિવારે મદીનહ આવ્યા પછી સતત ત્રણ રાતો સુધી ઘઉં પેટ ભરીને ખાધા નથી, અહીં સુધી કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અવસાન થઇ ગયું.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«મારી કોમના દરેક લોકોને માફ કરી દેવામાં આવશે, સિવાય તે લોકોના જેઓ જાહેરમાં ગુનાહ કરે છે, જાહેરમાં ગુનાહ કરવાનો એક પ્રકાર એ પણ છે કે કોઈ વ્યક્તિ રાત્રે ગુનોહ કરે અને એવી સ્થિતિમાં સવાર કરે કે અલ્લાહએ તેના ગુનાહ પર પડદો કરી રાખ્યો હોય, અને તે કોઈને કહે કે હે ફલાણા ! મેં કાલે રાત્રે આ ગુનોહ કર્યો છે, જ્યારે કે તેના ગુનાહ પર અલ્લાહએ પડદો કરી રાખ્યો હતો, પરંતુ સવારે તે પોતે તે પડદાને ખોલી નાખે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«અલ્લાહ તઆલા રાતના સમયે પોતાનો હાથ ફેલાવે છે, કે દિવસ દરમિયાન ગુનાહ કરનાર વ્યક્તિ પોતાના ગુનાહથી તૌબા કરી લે, અને સવારના સમયે હાથ ફેલાવે છે, જેથી રાત દરમિયાન ગુનાહ કરનાર વ્યક્તિ પોતાના ગુનાહની માફી માંગી લે, આ પ્રમાણે કરતો રહે છે જ્યાં સુધી સૂર્ય પશ્ચિમ માંથી ન નીકળે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«અલ્લાહ તઆલાએ કહ્યું: મેં પોતાના સદાચારી બંદાઓ માટે એવી નેઅમતો તૈયાર કરીને રાખી છે, જેના વિશે ન તો કોઈ આંખે જોઈ છે અને ન તો કોઈ કાને સાંભળ્યું છે તેમજ ન તો કોઈ માનવીના દિલમાં તેના વિશે ખ્યાલ પણ આવ્યો હશે», અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: જો તમે પુષ્ટિ કરવા ઇચ્છતા હોવ તો કુરઆન મજીદની આ આયત પઢો: {કોઇ જીવ નથી જાણતો કે આંખોની ઠંડક માટે અમે શું છુપાવીને રાખ્યું છે} [અસ્ સજદહ: ૧૭].
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
અમે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે હતા કે અચાનક એક અવાજ સંભળાયો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું તમે જાણો છો કે આ શાનો અવાજ છે?» અમે કહ્યું અલ્લાહ અને તેનો રસૂલ વધુ જાણે છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ એક પથ્થર છે, જે સિત્તેર વર્ષ પહેલા જહન્નમમાં ફેંકવામાં આવ્યો હતો, હમણાં તે નીચલા ભાગ સુધી પહોંચ્યો છે, અને તેમે તેનો અવાજ સાંભળ્યો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«તમારા કરતા નીચલા વર્ગના લોકો તરફ જુવો, તમારા કરતા ઉંચા વર્ગના લોકો તરફ ન જુઓ, આમ કરવાથી શક્ય છે કે તમે અલ્લાહની નેઅમતોને તુચ્છ નહીં સમજો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ