Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 110 કાર્ડ

ફિલ્ટર દૂર કરો

વર્ણનકાર

બધા વર્ણનકારો બતાવો (48)
«"અલ્લાહુમ્મ ઇન્ની અઉઝુબિક મિન્ ઝવાલિ નિઅમતિક્, વતહવ્વુલિ આફિયતિક્, વફુજાઅતિ નિક્મતિક્, વજમીઅ સખતિક્" હે અલ્લાહ! હું તારી આપેલ નેઅમતો જે ખત્મ થઈ જાય, એવી તંદુરસ્તી જે બીમારિમાં ફેરવાઈ જાય, અચાનક આવનાર મુસીબત અને તારી દરેક પ્રકારની નારાજગીથી પનાહ માંગું છું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«કાર્યોનો આધાર નિયતો પર હોય છે, દરેક વ્યક્તિને તેની (સારી અથવા ખરાબ) નિયત પ્રમાણે (સારુ અથવા ખરાબ) વળતર મળશે, બસ! જેની હિજરત અલ્લાહ અને તેના પયગંબર માટે હશે, તેની હિજરત તેના માટે જ ગણવામાં આવશે અને જેણે દુનિયા પ્રાપ્ત કરવા માટે અથવા કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવા માટે હિજરત કરી, તો તેની હિજરત તેના માટે જ હશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને મુહદ્દિષીનના બે ઇમામ અબૂ અબ્દુલ્લાહ મુહમ્મદ બિન ઇસ્માઇલ બિન ઇબ્રાહીમ બિન અલ-મુગીરાહ બિન બરદિઝબહ અલ-બુખારીએ અને અબુલ હુસૈન મુસ્લિમ બિન અલ-હજ્જાજ બિન મુસ્લિમ અલ-કુશૈરી અન-નૈસાબૂરી બંનેએ પોત પોતાની સહીહમાં રિવાયત કરી છે, જે બંને સંકલિત પુસ્તકોમાં સૌથી વધુ પ્રમાણિક છે.
નબી ﷺ આ દુઆ ખૂબ પઢતા હતા: «"અલ્લાહુમ્મ રબ્બના આતિના ફિદ્ દુનિયા હસનતવ વફિલ્ આખિરતિ હસનતવ વકિના અઝાબન્ નાર" (હે અમારા પાલનહાર ! અમને દૂનિયામાં સદકાર્ય કરવાની પ્રેરણા આપ અને આખિરતમાં પણ ભલાઇ આપ અને અમને જહન્નમના અઝાબથી બચાવી લે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«તે વ્યક્તિનું ઉદાહરણ, જે પોતાના પાલનહારને યાદ કરે છે અને જે યાદ નથી કરતો, જીવિત અને મૃતક જેવું છે», અને મુસ્લિમની રિવાયતના શબ્દો: «તે ઘરનું ઉદાહરણ જેમાં અલ્લાહનો ઝિક્ર કરવામાં આવતો હોય અને તે ઘરનું ઉદાહરણ જેમાં અલ્લાહનો ઝિક્ર કરવામાં ન આવતો હોય, તે જીવિત અને મૃતક સમાન છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«તમારા માંથી કોઈ પણ વ્યક્તિ મૃત્યુ ન પામે પરંતુ તેને એ સ્થિતિમાં મૃત્યુ આવે કે તે અલ્લાહથી સારું અનુમાન રાખતો હોય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને (સ્ત્રી પર) અચાનક પડવાવાળી નજર વિશે સવાલ કર્યો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને તરત જ નજર ફેરવી લેવાનો આદેશ આપ્યો.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«ખરેખર દુનિયા મીઠી અને લીલીછમ છે, અને અલ્લાહ તમારા માથી પોતાના ઉત્તરાધિકારી બનાવે છે, જેથી તે જોઈ લે કે તમે કેવા કાર્યો કરો છો, જેથી તમે દુનિયા અને સ્ત્રીઓથી સચેત રહો, ખરેખર બની ઈસ્રાઇલના લોકોમાં સૌથી પહેલો ફિતનો સ્ત્રીઓ દ્વારા શરૂ થયો હતો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«ખરેખર આદમની સંતાનના દિલ અત્યંત દયાળુ અલ્લાહની બે આંગળીઓ વચ્ચે છે, એવી જ રીતે તે એક જ દિલ હોય, અને તે જેમ ઈચ્છે છે તેને ફેરવતો રહે છે», ફરી અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «"અલ્લાહુમ્મ મુસર્રિફલ્ કુલૂબ્ સર્રિફ કુલૂબના અલા તાઅતિક્" (હે દિલોને ઉલટ ફેર કરનાર! અમારા દિલોને તારા અનુસરણ તરફ ફેરવી દે)».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે