Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 110 કાર્ડ

ફિલ્ટર દૂર કરો

વર્ણનકાર

બધા વર્ણનકારો બતાવો (48)
«અલ્લાહ તઆલા જન્નતીઓને કહેશે: હે જન્નતીઓ? તેઓ જવાબ આપશે: હે અમારા પાલનહાર! અમે સંપૂર્ણ ધ્યાન સાથે હાજર છે, અને તારી કૃપાના મોહતાજ છે, દરેક પ્રકારની ભલાઈ તારા જ હાથમાં છે, તો અલ્લાહ કહેશે: શું તમે પ્રસન્ન છો? તેઓ જવાબ આપશે: શું હવે પણ અમે પ્રસન્ન ન થઈએ જ્યારે કે તે અમને તે વસ્તુ આપી છે, જે તે તારા સર્જન માંથી કોઈને આપી નથી, તો અલ્લાહ કહેશે: શું હું તમને તેનાથી પણ વધુ શ્રેષ્ઠ વસ્તુ ન આપું? તેઓ કહેશે: હે અમારા પાલનહાર! આનાથી પણ શ્રેષ્ઠ વસ્તુ કઇ છે? તો અલ્લાહ કહેશે: હું તમને મારી પસન્નતા પ્રદાન કરું છું, હું ક્યારે પણ તમારાથી નારાજ નહીં થાઉં».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
એક વ્યક્તિએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવીને કહ્યું: હે અલ્લાહના પયગંબર! જો કોઈ આવીને મારી પાસે મારો માલ લુટીલે તો મારે શું કરવું જોઈએ)? «આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું: તેને પોતાનો માલ ન આપો», તે વ્યક્તિએ કહ્યું: તે મારી પાસે ઝઘડો કરે તો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તો પછી તેની સાથે તમે પણ ઝઘડો કરો», તેણે કહ્યું: તે મારું કતલ કરી દે તો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આવી પરિસ્થિતિમાં તમે શહીદ ગણવામાં આવશો», તેણે સવાલ કર્યો: જો હું તેનું કતલ કરી દઉં તો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એવી સ્થિતિમાં તે જહન્નમમાં જશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«"સુબ્હાનલ્લાહિ, વલ્ હમ્દુ લિલ્લાહિ, વલા ઇલાહ ઇલ્ લલ્લાહ, વલ્લાહુ અકબર" (અલ્લાહ પવિત્ર છે, દરેક પ્રકારની પ્રસંશા અલ્લાહ માટે જ છે, અને અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી, અને અલ્લાહ સૌથી મોટો છે) આ શબ્દો કહેવા મારી નજીક તે દરેક વસ્તુ કરતાં પણ વધુ શ્રેષ્ઠ છે જેના પર સૂર્યોદય થાય છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«આ ચાર આદતો જે વ્યક્તિમાં હોય, તે પાકો મુનાફિક ગણવામાં આવશે, અને જે વ્યક્તિમાં આ ચારેય આદતો માંથી કોઈ એક આદત હશે તો જ્યાં સુધી તે તેને છોડી ન દે ત્યાં સુધી તે પણ મુનાફિક જ ગણાશે, (તે ચાર આદતો આ છે): જ્યારે વાત કરે તો જૂઠ્ઠું બોલે, જ્યારે તેને અમાનત સોંપવામાં આવે તો તેમાં ખિયાનત કરે, જ્યારે તો વાયદો કરે તો વાયદો પૂરો ન કરે અને જ્યારે ઝઘડો કરે તો અપશબ્દો બોલે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
એક વ્યક્તિએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કયામત વિશે સવાલ કર્યો, તેણે પૂછ્યું કે કયામત ક્યારે આવશે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે તેના માટે શું તૈયારી કરી રાખી છે?», તેણે કહ્યું: કંઈ ખાસ નહીં, બસ હું અલ્લાહ અને તેના રસૂલથી મોહબ્બત કરું છું, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારું પરિણામ પણ તેની સાથે જ થશે, જેની સાથે તમે મોહબ્બત કરો છો», અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અમને કોઈ પણ વસ્તુથી આટલી ખુશી થઈ ન હતી જેટલી અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વાત સાંભળીને મળી, કે તમને તેનો સાથ નસીબ થશે જેની સાથે તમે મોહબ્બત કરો છો, અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અબૂ બકર અને ઉમર રઝી અલ્લાહુ અન્હુમાથી મોહબ્બત કરું છું અને મને આશા છે કે મને તેમનો સાથ પ્રાપ્ત થશે, ભલેને હું તેમની માફક અમલ ન કરી શકું.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«એકબીજાથી ઈર્ષા ન કરો, વેચાણમાં એકબીજાને ધોખો ન આપો, એકબીજા પ્રત્યે દ્વેષ ન રાખો, એકબીજાથી મોઢું ન ફેરવો, કોઈના વેપાર પર વેપાર ન કરો, અલ્લાહના બંદાઓ અને ભાઈ ભાઈ બની જાઓ, મુસલમાન મુસલમાનનો ભાઈ હોય છે, ન તો તેના પર જુલમ કરે છે અને ન તો તેને એકલો છોડે છે, ન તો તેને તુચ્છ સમજે છે, તકવા અને પરહેજગારી અહીંયા છે», આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના હૃદય તરફ ત્રણ વખત ઈશારો કર્યો, «કોઈ વ્યક્તિના ખરાબ હોવા માટે એટલી જ વાત પૂરતી છે કે તે પોતાના મુસલમાન ભાઈને તુચ્છ સમજે, દરેક મુસલમાનના પ્રાણ, તેનો માલ અને તેની આબરૂ બીજા મુસલમાન માટે હરામ છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ ! મને ઇસ્લામ વિશે એવી વાત જણાવો કે આજ પછી કોઈને સવાલ કરવાની જરૂર ન પડે, નબી ﷺ એ કહ્યું: «કહો: હું અલ્લાહ પર ઈમાન લાવ્યો, અને પછી તેના પર અડગ રહો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«સૌ પ્રથમ જૂથ જે જન્નતમાં પ્રવેશ કરશે, તેમના ચહેરા ચાંદની રાતમાં રોશનીની માફક પ્રકાશિત હશે, ત્યારબાદ જે લોકો પ્રવેશ કરશે, તેમના ચહેરા આકાશમાં સૌથી વધારે ચમકતા તારાની માફક ચમકદાર હશે, ન તો તેમને પેશાબની જરૂર હશે અને ન તો હાજતની, ન તો તેઓને થુંક આવશે અને ન તો નાક માંથી લેંટ, તેમના કાંસકા સોનાના હશે, તેમનો પસીનો કસ્તુરીની સુગંધ જેવો હશે, તેમની વીંટીઓમાં સુગંધીત ઊદ સળગતું હશે, તેમની પત્નીઓ મોટી આંખો વાળી હૂર હશે, દરેકના ચહેરા એક જેવા હશે, અર્થાત્ પોતાના પિતા આદમની જેમ, તેમની લંબાઈ સાઈઠ હાથ ઊંચી હશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ