Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 53 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«જ્યારે તમારા માંથી કોઈ વઝૂ કરે તો તે પોતાના નાકમાં પાણી નાખી તેને બરાબર સાફ કરે, જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ પથ્થર વડે પાકી પ્રાપ્ત કરે તો તે પથ્થરોનો ઉપયોગ એકી સંખ્યામાં કરે, જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ સૂઈને ઉઠે તો તે વાસણમાં હાથ નાખતા પહેલા પોતાના હાથ ધોઈ લે; કારણકે તમારા માંથી કોઇ નથી જોતુ કે તેના હાથે રાત ક્યાં પસાર કરી છે». અને મુસ્લિમની હદીષના શબ્દો છે: «જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ સૂઈને ઉઠે તો તે વાસણમાં હાથ નાખતા પહેલા પોતાના હાથ ત્રણ વખત ધોઈ લે; કારણકે તમારા માંથી કોઇ નથી જંતુ કે તેના હાથે રાત ક્યાં પસાર કરી છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
એક વ્યક્તિ નબી ﷺ પાસે બેસી ડાબા હાથ વડે ખાવાનું ખાઈ રહ્યો હતો, તો નબી ﷺ એ કહ્યું: «જમણા હાથ વડે ખાઓ», તો તે વ્યક્તિ એ કહ્યું: હું જમણા હાથ વડે ખાઈ નથી શકતો, નબી ﷺ એ કહ્યું: «તું આમ ક્યારે પણ નહીં કરી શકે», તે વ્યક્તિ ફક્ત ઘમંડના કારણે જમણા વડે ખાવાની ના પાડી, ત્યારબાદ તે ક્યારેય પોતાના હાથ મોઢા સુધી ન લઇ શક્યો.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
આપ ﷺ દરરોજ રાત્રે જ્યારે પથારી પર આરામ કરવા માટે આવતા તો પોતાની બન્ને હથેળીઓને ભેગી કરતા અને {قُلْ هُوَ اللهُ أَحَدٌ}, અને {قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ}, અને {قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ}, પઢી ફૂંક મારતા અને ફરી જ્યાં સુધી શરીર સુધી પોતાની હથેળી જઈ શકતી હોય ત્યાં સુધી તેને ફેરવી દેતા, પહેલા માથા પર પછી ચહેરા પર અને પછી શરીર પર ફેરાવતા હતા, અને આપ ﷺ આ પ્રમાણે ત્રણ વખત કરતા હતા.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
એક વ્યક્તિએ નબી ﷺ ને સવાલ કર્યો કે કયો ઇસ્લામ સૌથી શ્રેષ્ઠ છે? તો નબી ﷺ એ કહ્યું: «તમે ખાવાનું ખવડાવો અને જેને તમે જાણતા હોય તેને પણ અથવા જેને ન જાણતા ન હોય તેને પણ સલામ કરો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«નિઃશંક અલ્લાહ તે બંદાની વાત પર ખુશ થાય છે કે જ્યારે કોઈ બંદો કંઈ ખાઈ તો તેના પર અલ્લાહની પ્રસંશા કરે અને કંઈ પીવે તો પણ અલ્લાહની પ્રશંસા કરે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«કયામતના દિવસે મોમિન વ્યક્તિના ત્રાજવામાં સારા અખ્લાકથી વધારે ભારે વસ્તુ કંઈ નહીં હોય, અને અલ્લાહ અભદ્ર વાતો અને અશ્લીલ કાર્યોને સખત નાપસંદ કરે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«બે મુસલમાનો જ્યારે ભેગા થાય અને તે બન્ને હાથ મિલાવે, તો તેમના અલગ થતાં પહેલા તે બન્નેને માફ કરી દેવામાં આવે છે».
સહીહ બિમજમૂઇ તુરુકહુ આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સમયે એક વ્યક્તિ હતો, તેનું નામ અબ્દુલ્લાહ હતું, અને તેનો લકબ (ઉપનામ) ગધેડો હતો, તે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને હસાવતો હતો, અને અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને દારૂ પીવાની સજા આપી હતી, એક દિવસ તેને લાવવામાં આવ્યો, તો તેને સજા આપવાનો આદેશ આપવામાં આવ્યો, તો લોકો માંથી એક વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહ! તેના પર લઅનત (શાપ) મોકલ, તેને ઘણીવાર અહીં લાવવામાં આવ્યો છે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તેના પર લઅનત ન કરો, અલ્લાહની કસમ હું જાણું છું કે તે અલ્લાહ અને તેના પયગંબર સાથે કેટલી મુહબ્બત કરે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે