Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 14 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«શું તમે જાણો છો કે ગિબત કોને કહે છે?», સહાબાઓએ કહ્યું: અલ્લાહ અને તેના રસૂલ વધુ જાણે છે, આપ ﷺ એ કહ્યું: «(ગિબત એટલે કે) તમારા ભાઈ વિશે તમે એવી વાત કહો જે તેને પસંદ ન હોય», પૂછવામાં આવ્યું કે જો તે વાત ખરેખર તેની અંદર હોય તો પણ? નબી ﷺ એ કહ્યું: «જે વાત તમે તેના વિશે કહી રહ્યા હોય અને જો તેનામાં એવું જ હોય તો તે જ ગિબત છે અને જો તેનામાં એ પ્રમાણે ન હોય તો પછી બોહતાન (આરોપ) છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«એક મુસલમાનના બીજા મુસલમાન પર છો હકો છે» કહેવામાં આવ્યું હે અલ્લાહના પયગંબર! કયા કયા?, આપ ﷺએ કહ્યું: «જ્યારે તેની સાથે મુલાકાત કરો તો સલામ કરો, અને જો તે તેમને આંમત્રણ આપે, તો તેનું આમંત્રણ સ્વીકારો, અને જ્યારે તે તમારી પાસે સલાહ મશવરો માંગે, તો તેને યોગ્ય સલાહ આપો, જ્યારે તેને છીંક આવે, અને તે અલ્ હમ્દુ લિલ્લાહ કહે, તો તેના જવાબમાં યર્હમુકલ્લાહ્ કહેવું, અને જો તે બીમાર હોઇ તો ખબરગીરી કરવી, અને જ્યારે તે મૃત્યુ પામે તો તેના જનાઝામાં શરીક થવું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«તમારા માંથી કોઈ વ્યક્તિ પોતાના ભાઈ સાથે મુલાકાત કરે, તો તેને સલામ કરે, પછી જો તેમની વચ્ચે વૃક્ષ અથવા દિવાલ અથવા પથ્થર આવી જાય ફરી બીજી વાર મુલાકાત કરે તો ફરી સલામ કરે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જ્યારે તમારા માંથી કોઈ વઝૂ કરે તો તે પોતાના નાકમાં પાણી નાખી તેને બરાબર સાફ કરે, જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ પથ્થર વડે પાકી પ્રાપ્ત કરે તો તે પથ્થરોનો ઉપયોગ એકી સંખ્યામાં કરે, જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ સૂઈને ઉઠે તો તે વાસણમાં હાથ નાખતા પહેલા પોતાના હાથ ધોઈ લે; કારણકે તમારા માંથી કોઇ નથી જોતુ કે તેના હાથે રાત ક્યાં પસાર કરી છે». અને મુસ્લિમની હદીષના શબ્દો છે: «જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ સૂઈને ઉઠે તો તે વાસણમાં હાથ નાખતા પહેલા પોતાના હાથ ત્રણ વખત ધોઈ લે; કારણકે તમારા માંથી કોઇ નથી જંતુ કે તેના હાથે રાત ક્યાં પસાર કરી છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«જે વ્યક્તિ એવું જ્ઞાન પ્રાપ્ત કરે જે ફક્ત અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે હોય અને તે તેને ફક્ત દુનિયાના લાભ માટે શીખે, તો તે કયામતના દિવસે જન્નતની સુગંધ પણ પ્રાપ્ત નહીં કરી શકે» અર્થાત્ જન્નતની ખુશ્બુ.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
«એક મુસલમાનના બીજા મુસલમાન પર પાંચ હકો છે: સલામનો જવાબ આપવો, બીમાર હોઇ તો ખબરગીરી કરવી, જ્યારે તે મૃત્યુ પામે તો તેના જનાઝામાં શરીક થવું, જ્યારે તે દાવત આપે તો તેની દાવત કબૂલ કરવી, જ્યારે તેને છીંક આવે તો તેની છીંકનો જવાબ આપવો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ