Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 50 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
જ્યારે અમે આપ સલલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે ખાવા બેસતા તો ત્યાં સુધી થાળીમા હાથ નહતા નાખતા જ્યાં સુધી આપ સલલ્લાહુ અલૈહિ વસલ્લમ ખાવાનું શરૂ ન કરતા, એકવાર અમે આપની સાથે બેસીને ખાઈ રહ્યા હતા, એક સ્ત્રી આવી, એવું લાગ્યું કે તેને કોક હાંકી રહ્યું હોય, તે અમારી સાથે બેસી ગઈ અને ખાવામાં હાથ નાખવા જઈ રહી હતી કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો હાથ પકડી લીધો, એવી જ રીતે એક ગામડિયો આવ્યો અને તે પણ હાથ નાખવા જઇ રહ્યો હતો કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો હાથ પકડી લીધો, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શૈતાન પોતાના માટે તે ખોરાક હલાલ કરી લે છે, જે ખોરાક પર અલ્લાહનું નામ લેવામાં ન આવે, શૈતાન આ છોકરીને લઈને આવ્યો, જેથી કરીને તે પોતાના માટે ખોરાક હલાલ કરી શકે, પરંતુ મેં તેનો હાથ પકડી લીધો, એવી જ રીતે તે ગામડિયાને પણ પોતાના માટે ખોરાક હલાલ કરવા માટે લઈને આવ્યો, પરંતુ મેં તેનો હાથ પકડી લીધો, પછી (આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:) કસમ છે તે ઝાતની જેના હાથમાં મારા પ્રાણ છે, શૈતાનનો હાથ તે છોકરીના હાથ વડે મારા હાથમા છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ભાઈ સાથે મોહબ્બત કરે તો તે તેને જણાવી દે કે તે તેનાથી મોહબ્બત કરે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને નસાઈ રહિમહુલ્લાહએ કુબ્રામાં રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે