Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 32 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમને સાત વસ્તુ કરવાનો આદેશ આપ્યો અને સાત વસ્તુથી રોક્યા, અમને બીમારની ખબરગીરી કરવા, જનાઝહમાં જવા, છીંકનારનો જવાબ આપવા, સોગંદ પૂરી કરવા, અથવા સોગંદ ઊઠાવનાર પીડિત વ્યક્તિની મદદ કરવા, દાવત આપનારનો જવાબ આપવા અને સલામ ફેલાવવાનો આદેશ આપ્યો, અને અમને સોના અથવા સોનાની વીંટી પહેરવા, ચાંદીના વાસણોમાં ખાવાપીવા, મયાષિર (રેશમના વસ્ત્રોથી), ઈજિપ્ત અને શામમાં બનાવેલ રેશમના કપડાં, તેમજ સામાન્ય રેશમના વસ્ત્રો પહેરવા, મોટા (જાડા) રેશમના કપડાંથી, દિબાજ (રેશમના સુંદર વસ્ત્રો)થી રોક્યા છે.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે કોઈ બિમારની ખબરઅંતર લેતા તો આ દુઆ પઢતા: «"અઝ્હિબિલ્ બઅસ, રબ્બન્નાસ, વશ્ફિ અન્તશ શાફી, લા શિફાઅ ઇલ્લા શિફાઉક, શિફાઅન્ લા યુગાદિરુ સકમન્" અર્થ: તકલીફોને દૂર કરી દે, હે માનવીઓના પાલનહાર! તેને તંદુરસ્તી આપ, તું જ તંદુરસ્તી આપનાર છે, તંદુરસ્તી તે જ છે, જે તારા તરફથી હોય, એવી તંદુરસ્તી આપ કે જેના પછી સહેજ પણ બીમારી બાકી ન રહે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«તમારા માંથી જ્યારે કોઈને બગાસુ આવે તો તે પોતાના હાથ મોઢા પર મૂકી તેને રોકે, નિઃશંક શૈતાન મોઢામાં દાખલ થાય છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«એક મુસલમાનના બીજા મુસલમાન પર પાંચ હકો છે: સલામનો જવાબ આપવો, બીમાર હોઇ તો ખબરગીરી કરવી, જ્યારે તે મૃત્યુ પામે તો તેના જનાઝામાં શરીક થવું, જ્યારે તે દાવત આપે તો તેની દાવત કબૂલ કરવી, જ્યારે તેને છીંક આવે તો તેની છીંકનો જવાબ આપવો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«એક પુરુષ બીજા પુરુષના ગુપ્તાંગ તરફ ન જુએ, અને ન તો કોઈ સ્ત્રી બીજી સ્ત્રીના ગુપ્તાંગ તરફ જુએ, ન તો કોઈ પુરુષ બીજા પુરુષ સાથે એક પથારીમાં સૂઈ જાય, અને ન તો કોઈ સ્ત્રી બીજી સ્ત્રી સાથે એક પથારીમાં સૂઈ જાય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
નબી ﷺ અમારી વચ્ચે આવ્યા, અમે કહ્યું: હે અલ્લાહના રસૂલ ! અમે એ તો જાણી ગયા છે કે તમારા પર સલામ કઈ રીતે મોકલીએ, પરંતુ અમે તમારા ઉપર દરૂદ કંઈ રીતે મોકલીએ? નબી ﷺએ કહ્યું: «"અલ્લાહુમ્મ સલ્લિ અલા મુહમ્મદિવ વઅલા આલી મુહમ્મદ, કમા સોલ્લયતા અલા ઈબ્રાહીમ વઅલા આલિ ઈબ્રાહીમ ઇન્નક હમીદુમ્ મજીદ, અલ્લાહુમ્મ બારિક અલા મુહમ્મદિવ વઅલા આલિ મુહમ્મદ, કમા બારક્તા અલા ઈબ્રાહીમ વઅલા આલિ ઈબ્રાહીમ ઇન્નક હમીદુમ્ મજીદ" (હે અલ્લાહ ! મુહમ્મદ અને તેમની સંતાન પર રહેમતો નાઝિલ કર જેવી રીતે તે ઈબ્રાહીમ અને તેમની સંતાન પર રહેમતો નાઝિલ કરી, ખરેખર તું વખાણને લાયક અને બુઝુર્ગીવાળો છું, હે અલ્લાહ ! મુહમ્મદ અને તેમની સંતાન પર બરકતો નાઝિલ કર જેવી રીતે તે ઈબ્રાહીમ અને તેમની સંતાન પર બરકતો નાઝિલ કરી, ખરેખર તું વખાણને લાયક અને બુઝુર્ગીવાળો છું)».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«રેશમી અને દિબાજ (તે કાપડ જે મોટા રેશમથી બનાવવામાં આવ્યું હોય) ન પહેરો, અને સોના અને ચાંદીના વાસણમાં પાણી ન પીવો, અને ન તો તેની પ્લેટોમાં ખાઓ; કારણકે આ વસ્તુઓ (કાફિરો માટે) દુનિયામાં જ છે અને આપણાં માટે આખિરતમાં છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
જ્યારે અમે આપ સલલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે ખાવા બેસતા તો ત્યાં સુધી થાળીમા હાથ નહતા નાખતા જ્યાં સુધી આપ સલલ્લાહુ અલૈહિ વસલ્લમ ખાવાનું શરૂ ન કરતા, એકવાર અમે આપની સાથે બેસીને ખાઈ રહ્યા હતા, એક સ્ત્રી આવી, એવું લાગ્યું કે તેને કોક હાંકી રહ્યું હોય, તે અમારી સાથે બેસી ગઈ અને ખાવામાં હાથ નાખવા જઈ રહી હતી કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો હાથ પકડી લીધો, એવી જ રીતે એક ગામડિયો આવ્યો અને તે પણ હાથ નાખવા જઇ રહ્યો હતો કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો હાથ પકડી લીધો, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શૈતાન પોતાના માટે તે ખોરાક હલાલ કરી લે છે, જે ખોરાક પર અલ્લાહનું નામ લેવામાં ન આવે, શૈતાન આ છોકરીને લઈને આવ્યો, જેથી કરીને તે પોતાના માટે ખોરાક હલાલ કરી શકે, પરંતુ મેં તેનો હાથ પકડી લીધો, એવી જ રીતે તે ગામડિયાને પણ પોતાના માટે ખોરાક હલાલ કરવા માટે લઈને આવ્યો, પરંતુ મેં તેનો હાથ પકડી લીધો, પછી (આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:) કસમ છે તે ઝાતની જેના હાથમાં મારા પ્રાણ છે, શૈતાનનો હાથ તે છોકરીના હાથ વડે મારા હાથમા છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે