Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 27 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«સારા સપના અલ્લાહ તરફથી હોય છે, અને ખરાબ સપના શૈતાન તરફથી હોય છે, જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ ખરાબ સપનું જુએ તો પોતાની ડાબી બાજુ ત્રણ વાર થૂંકે અને શૈતાનની બુરાઈથી પનાહ માંગે, આમ કરવા પર તેને તે ખરાબ સપનું કોઈ નુકસાન નહીં પહોંચાડે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«કોઈ મુસલમાન સ્ત્રી માટે જાઈઝ નથી કે એક દિવસ અથવા એક રાતનો સફર મહરમ (જેની સાથે લગ્ન નથી કરી શકતી) તેના વગર કરે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«કસમ ખાઈને વેપાર કરવો, તે તેનો એક તરીકો તો છે પણ તેનાથી બરકત ખતમ થઈ જાય છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ એવું સપનું જુએ, જે તેને સારું લાગે, તો તે અલ્લાહ તરફથી છે, તો તે તેના પર અલ્લાહના વખાણ કરે, અને તેના વિષે અન્ય સાથે ચર્ચા કરી શકે છે, અને જો તે એવું સપનું જુએ, જે તેને નાપસંદ હોય, તો તે શૈતાન તરફથી છે, બસ તેની બુરાઈથી અલ્લાહ પાસે પનાહ માંગે, અને તેના વિષે કોઇની સાથે પણ ચર્ચા ન કરે, કારણકે તેનાંથી તેને કોઈ નુકસાન નહીં થાય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«તે લોકોના ઘરોમાં દાખલ ન થાઓ જેમણે પોતાના પર અત્યાચાર કર્યો, પરંતુ તે સ્થિતિમાં તમે (અલ્લાહના ભયથી ડરતા) રડતા રડતા દાખલ થાઓ; એમ ન થાય કે તમારા પર પણ તે જ અઝાબ આવે, જે તેમના પર આવ્યો હતો», ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જડપથી સવારી હાંકી અને જડપ વધારી દીધી અહીં સુધી કે તે જગ્યા છોડી દીધી.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«જે વ્યક્તિ દુનિયામાં રેશમી પોશાક પહેરશે તો તેને આખિરતમાં પહેરાવામાં નહીં આવે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
એક ગામડિયો આપ ﷺ પાસે આવ્યો અને કહ્યું: મને કોઈ એવો અમલ જણાવો જેને હું કરતો રહું તો જન્નતમાં દાખલ થઈ જઉં, નબી ﷺએ કહ્યું: «અલ્લાહની ઈબાદત કરો અને તેની સાથે કોઈને ભાગીદાર ન કરો, ફર્ઝ નમાઝ પઢતા રહો, ફર્ઝ ઝકાત આપતા રહો, રમઝાન મહિનાના રોઝા રાખો», તેણે કહ્યું: અલ્લાહની કસમ ! ન તો હું આ અમલ કરતા કંઈ વધારે કરીશ, જ્યારે તે પાછો જવા લાગ્યો, તો આપ ﷺએ કહ્યું: «જો કોઈ જન્નતી વ્યક્તિને જોવા ઇચ્છતા હોય તો આ વ્યક્તિને જોઈ લે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«તમારા માંથી કોઈ પણ વ્યક્તિ પેશાબ કરતી વખતે પોતાના શિશ્નને જમણા હાથ વડે ન પકડે, ન તો હાજત પૂરી કરતી વખતે જમણા હાથ વડે સાફ કરે, અને ન તો પાણી પીતી વખતે વાસણમાં શ્વાસ લે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ