Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 2 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«અલ્લાહ તઆલાને પસંદ છે કે જે કામોમાં તેણે જે છૂટો આપી છે તેના પર અમલ કરવામાં આવે, જેવું કે તેને પસંદ છે કે તેણે તાકીદ કરેલ આદેશોને માનવામાં આવે અને તેના પર અમલ કરવામા આવે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ ઈબ્ને હિબ્બાન રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
એક વ્યક્તિએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવીને કહ્યું: હે અલ્લાહના પયગંબર! જો કોઈ આવીને મારી પાસે મારો માલ લુટીલે તો મારે શું કરવું જોઈએ)? «આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું: તેને પોતાનો માલ ન આપો», તે વ્યક્તિએ કહ્યું: તે મારી પાસે ઝઘડો કરે તો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તો પછી તેની સાથે તમે પણ ઝઘડો કરો», તેણે કહ્યું: તે મારું કતલ કરી દે તો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આવી પરિસ્થિતિમાં તમે શહીદ ગણવામાં આવશો», તેણે સવાલ કર્યો: જો હું તેનું કતલ કરી દઉં તો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એવી સ્થિતિમાં તે જહન્નમમાં જશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે