Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 16 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
મને બે માણસોએ જણાવ્યું કે તેઓ અંતિમ હજના સમયે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જયારે સદકો વહેંચી રહ્યા હતા, તો તે બંને વ્યક્તિએ પણ સવાલ કર્યો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમારી તરફ નજર ઉંચી કરી અને તેને નીચી કરી અમારી ચામડી તરફ જોયું અને કહ્યું: «જો તમે ઈચ્છો તો હું તમને બંનેને આપી દઈશ, (પરંતુ) તેમાં કોઈ માલદાર, તાકાતવર અને કમાવનાર વ્યક્તિ માટે કોઈ ભાગ નથી».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ અને ઈમામ નસાઈએ રિવાયત કરી છે
«દરરોજ સવાર જ્યારે બંદો ઉઠે છે, તો બે ફરિશ્તા ઉતરે છે, તે બંને માંથી એક કહે છે: હે અલ્લાહ! ખર્ચ કરવાવાળા ને ઉત્તમ બદલો આપ, અને બીજો ફરિશ્તો કહે છે: હે અલ્લાહ! રોકવાવાળાને નષ્ટ કરી દે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«ઇસ્લામના પાંચ (સ્તંભો) છે: સાક્ષી આપવી કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી અને મોહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ કાયમ કરવી, ઝકાત આપવી, બૈતુલ્લાહનો હજ કરવી, રમઝાન મહિનાના રોઝા રાખવા».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મિમ્બર પર હતા અને આપે સદકા વિશે વર્ણન કર્યું અને લોકો સામે હાથ ફેલાવવા બાબતે કહ્યું: «ઉપર વાળો હાથ નીચે વાળા હાથ કરતા શ્રેષ્ઠ છે, ઉપર વાળો હાથ: ખર્ચ કરવાવાળો હાથ છે અને નીચે વાળો હાથ: માંગવાવાળો હાથ છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
અલ્લાહના પયગંબર ﷺએ સદકતુલ્ ફિતર ફર્ઝ (જરૂરી) કર્યું છે, એક સાઅ ખજૂર અથવા એક સાઅ ઘઉં દરેક ગુલામ, આઝાદ, પુરુષ અને સ્ત્રી તેમજ દરેક નાના મોટા મુસલમાન પર, અને આ ફિતરો ઈદની નમાઝ પહેલા આપી દેવાનો આદેશ આપ્યો છે.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«તમારા માંથી દરેક વ્યક્તિ સાથે અલ્લાહ વાતચીત કરશે, અને તે બંને વચ્ચે કોઈ અનુવાદક નહીં હોય, તે વ્યક્તિ પોતાની જમણી બાજુ જોશે, તો તેણે મોકલેલા કાર્યો જોશે, અને ડાબી બાજુ જોશે તો પણ પોતાના કાર્યોને જોશે, અને જ્યારે તે પોતાની સામે નજર કરશે તો આગ અને આગને જ જોશે, બસ તમે આગ (જહન્નમ)થી ડરો, ભલેને એક ખજૂરનો ટુકડો પણ કેમ ન હોય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«તે દીનાર, જે તમે અલ્લાહના માર્ગમાં ખર્ચ કરો છો અને તે દીનાર જે તમે એક ગુલામને આઝાદ કરવા માટે ખર્ચ કરો છો, તેમજ તે દીનાર, જે તમે એક લાચાર પર ખર્ચ કર્યો અને એક દીનાર જે તમે પોતાના ઘરવાળાઓ માટે ખર્ચ કર્યો, સવાબરૂપે આ દરેક દીનારમાં સૌથી ઉત્તમ તે દીનાર છે, જે પોતાના ઘરવાળાઓ માટે ખર્ચ કરવામાં આવે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અમે નબી ﷺના સમયે દરેક નાના મોટા, આજાદ અને ગુલામ તરફથી એક સાઅ ઘઉં અથવા એક સાઅ પનીર અથવા એક સાઅ જુવાર, અથવા એક સાઅ ખજૂર અથવા એક સાઅ કિશમીશ (સૂકી દ્રાક્ષ) ફિતરો કાઢતા હતા, અમે આ પ્રમાણે જ ફિતરો નીકાળતા રહ્યા અહીં સુધી કે એકવાર મુઆવિયહ બિન અબી સુફયાન રઝી અલ્લાહુ અન્હુ હજ કરવા અથવા ઉમરહ કરવા અમારી પાસે આવ્યા, અને મિમ્બર પર ચઢી ખુતબો કર્યો, અને લોકો સાથે વાતચીત પણ કરી, લોકો સાથે જે વાત કરી તેમાં આ વાતનો પણ ઉલ્લેખ હતો કે હું એવું સમજુ છું કે શામ શહેરથી આવનારા મોંઘા ઘઉંના બે મૂદ (અડધો સાઅ) ખજૂરના એક સાઅ બરાબર છે, ત્યારબાદ લોકોએ આ વાત સ્વીકારી લીધી, પરંતુ અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: હું જ્યાં સુધી જીવિત રહીશ ત્યાં સુધી આપ ﷺએ જે પ્રમાણે ફિતરો કાઢ્યો છે તે પ્રમાણે જ કાઢતો રહીશ.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ