Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 103 કાર્ડ

ફિલ્ટર દૂર કરો

વર્ણનકાર

બધા વર્ણનકારો બતાવો (52)
«જે જુમ્માની નમાઝ પઢવા માટે આવે તેણે સારી રીતે ગુસલ કરી આવવું જોઈએ».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
એક અંધ વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! મને ટેકો આપી મસ્જિદ લાવનાર કોઈ નથી, અર્થાત્ તેમણે નબી ﷺ પાસે ઘરમાં નમાઝ પઢવાની પરવાનગી માંગી, તો નબી ﷺ એ તેને પરવાનગી આપી દીધી, જ્યારે તે પાછો ફર્યો તો નબી ﷺ એ તેને ફરી બોલાવ્યો અને કહ્યું: «શું તું અઝાનનો અવાજ સાંભળે છે?» તેણે કહ્યું: હા, તો નબી ﷺ એ કહ્યું: «તો તેનો જવાબ આપ» (અર્થાત્ નમાઝ પઢવા માટે મસ્જિદમાં જાઓ).
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
એક વ્યક્તિએ શુક્રવારના દિવસે બાબુલ્ કઝા નામના દ્વારથી પ્રવેશ કર્યો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉભા ઉભા ખુતબો આપી રહ્યા હતા, તે સીધો આપની સામે આવી ઉભો થઇ ગયો અને કહ્યું: હે અલ્લાહના પયગંબર! માલ (ઢોર) નષ્ટ થઈ ગયો અને રસ્તા પણ ખરાબ થઈ ગયા, અલ્લાહથી દુઆ કરો કે અમારા પર તે વરસાદ વરસાવે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હાથ ઉઠાવ્યો અને અલ્લાહથી દુઆ કરી: «"અલ્લાહુમ્મ અગિષ્ના, અલ્લાહુમ્મ અગિષ્ના, અલ્લાહુમ્મ અગિષ્ના" (અર્થ: હે અલ્લાહ! અમારા પર ફાયદાકારક વરસાદ વરસાવ, અમારા પર પાણી વરસાવ, અમારા પર વરસાદ વરસાવ)», અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અલ્લાહની કસમ! આકાશ પર કોઈ પણ વાદળ અથવા વાદળનો ટુકડો દેખાતો ન હતો, તેમજ અમારા અને સિલઅ પર્વત વચ્ચે કોઈ મકાન પણ ન હતું, (જેથી અમે વાદળ જોઈ શકીએ) એટલામાં જ પર્વત પાછળથી એક વાદળ આવ્યું અને આકાશ વચ્ચે આવી ફેલાય ગયું, અને વરસવા લાગ્યો, અલ્લાહની કસમ! (એટલો વરસાદ પડ્યો) કે અઠવાડિયા સુધી અમે સૂર્ય ન જોયો, પછી બીજા શુક્રવારે એક વ્યક્તિ તે જ દ્વારથી આવ્યો આપની સામે ઉભો રહ્યો, આપ ઉભા ઉભા ખુતબો આપી રહ્યા હતા, તેણે કહ્યું: માલ (ઢોર) નષ્ટ થઇ ગયો, અને રસ્તા પણ ખતમ થઈ ગયા, તેથી અલ્લાહથી દુઆ કરો કે તે વરસાદ રોકી લે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હાથ ઉઠાવ્યા, અને દુઆ કરી: «"અલ્લાહુમ્મ હવાલય્ના વલા અલયના, અલ્લાહુમ્મ અલલ્ આકામિ, વઝ્ ઝિરાબિ, વ બુતૂનિલ્ અવ્દિયતિ, વ મનાબિતિશ્ શજરિ" (અર્થ: હે અલ્લાહ! અમારી આજુબાજુ વરસાદ વરસાવ, અમારા પર ન વરસાવ, હે અલ્લાહ! ટેકરીઓ, પર્વતો અને વાદીઓ વચ્ચે અને ઝાડ ઉગવાની જગ્યા પર વરસાવ"», આ દુઆ કર્યા પછી વરસાદ રુકી ગયો અને અમે નમાઝ પછી સૂર્યના તડકામાં ચાલ્યા, શરીકે કહ્યું: મેં અનસ રઝી અલ્લાહુ અન્હુને પૂછ્યું: શું આ તે જ વ્યક્તિ હતો, જે પહેલા આવ્યો હતો, તો અનસ રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: «હું નથી જાણતો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે નમાઝ શરૂ કરતાં, તો પોતાના બંને હાથ ખભા સુધી ઉઠાવતા, અને જ્યારે અલ્લાહુ અકબર કહી રુકૂઅમાં જતાં (ત્યારે પણ પોતાના બંને હાથ ઉઠાવતા) અને રુકૂઅ માંથી માથું ઉઠાવતા તો ત્યારે પણ અલ્લાહુ અકબર કહેતા, અને બંને હાથ ખભા સુધી ઉઠાવતા, અને કહેતા: «"સમિઅલ્લાહુ લિમન હમિદહ" (અલ્લાહ એ સાંભળ્યું, જેણે તેની પ્રસંશા કરી), "રબ્બના વલકલ્ હમ્દ" (હે અમારા પાલનહાર! દરેક પ્રકારના વખાણ તારા માટે જ છે)», અને સિજદામાં જતી વખતે પોતાના હાથ ઉઠાવતા ન હતા.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«અમારી અને તેમની વચ્ચે એક વચન નમાઝનું છે, જે વ્યક્તિ નમાઝ છોડશે, તો તેણે કુફ્ર કર્યું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ નસાઈ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જ્યારે તમારું બાળક સાત વર્ષનું થઈ જાય તો તેને નમાઝ પઢવાનો આદેશ આપો, અને જો દસ વર્ષનું થઇ જાય તો તેમને નમાઝમાં ગફલત કરવા પર મારો અને તેમની પથારી પણ અલગ અલગ કરી દો».
હસન આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«માનવી તે સમયે નમાઝ ન પઢે જ્યારે ખાવાનું હાજર હો, અને તે સમયે પણ ન પઢે જ્યારે જ્યારે સખત પેશાબ અથવા હાજતની જરૂર હોય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ એક દિવસ અમને ફજરની નમાઝ પઢાવી, ફરી કહ્યું: «શું કેટલાક લોકો આવ્યા છે?" લોકોએ કહ્યું: ના, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «આ બંને નમાઝો પઢવી મુનાફિકો માટે સૌથી વધુ કઠિન છે, જો તેઓ જાણી લેતા કે આ બંને નમાઝોમાં કેટલો સાવબ છે, તો જરૂર આવતા, ભલેને તેમને (હાથ અથવા) ઘૂંટણો વડે આવવું પડતું, અને પહેલી સફ ફરિશ્તાઓની સફની માફક છે, જો તમે તેની મહત્ત્વતા જાણી લેતા, તો તેના માટે જલ્દી કરતાં, અને ખરેખર એક વ્યક્તિની નમાઝ તેના એકલા નમાઝ પઢવાથી બીજા વ્યક્તિ સાથે પઢવી શ્રેષ્ઠ છે, અને બે વ્યક્તિ સાથે નમાઝ પઢવી એક વ્યક્તિ સાથે નમાઝ પઢવા કરતાં વધુ શ્રેષ્ઠ છે, અને લોકો નમાઝમાં જેટલા વધારે હશે, તે નમાઝ એટલીજ અલ્લાહની નજીક શ્રેષ્ઠ અને પ્રિય ગણાશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ , ઈમામ નસાઈ અને ઈમામ અહમદે રિવાયત કરી છે