Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 97 કાર્ડ

ફિલ્ટર દૂર કરો

વર્ણનકાર

બધા વર્ણનકારો બતાવો (49)
«જે વ્યક્તિ આળસ કરતા સતત ત્રણ શુક્રવારની નમાઝ છોડી દે, અલ્લાહ તઆલા તેના દિલ પર મહોર લગાવી દે છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ , ઈમામ તિર્મિઝી , ઈમામ નસાઈ , ઈમામ ઈબ્ને માજહ અને ઈમામ અહમદે રિવાયત કરી છે
«ઇસ્લામના પાંચ (સ્તંભો) છે: સાક્ષી આપવી કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી અને મોહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ કાયમ કરવી, ઝકાત આપવી, બૈતુલ્લાહનો હજ કરવી, રમઝાન મહિનાના રોઝા રાખવા».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારીએ અને ઈમામ મુસ્લિમે રિવાયત કરી છે
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મારો હાથ પકડ્યો અને કહ્યું: «હે મુઆઝ, અલ્લાહની કસમ હું તારાથી મોહબ્બત કરું છું», અને પછી કહ્યું: «હે મુઆઝ! હું તને વસિયત કરું છું, દરેક ફર્ઝ નમાઝ પછી આ શબ્દો કહેવાનું ન ભૂલશો: "અલ્લાહુમ્મ અઇન્ની અલા ઝિક્રિક વ શુક્રિક વ હુસ્નિ ઈબાદતિક" (હે અલ્લાહ! તારો ઝિક્ર કરવા, શુક્ર કરવા અને સારી રીતે તારી ઈબાદત કરવામાં તું મારી મદદ કર».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ , ઈમામ નસાઈ અને ઈમામ અહમદે રિવાયત કરી છે
«જો તમે જુમ્માના દિવસે ખુતબાની વચ્ચે પોતાના સાથીઓને કહ્યું: ચૂપ રહે, તો તમે વ્યર્થ કાર્ય કર્યું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«તમારા માથી કોઈ એક કપડાંમાં નમાઝ ન પઢે, કે તે કપડાંનો ભાગ તેના ખભા પર ન હોય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જયારે પણ ફજરની નમાઝ પઢતા તો સૂર્ય ઉગતા સુધી પોતાની નમાઝ પઢવાની જગ્યા એ જ બેસી રહેતા, એક બીજી રિવાયતમાં કહ્યું: આપ તે જ જગ્યાએ ફજર અથવા ચાશ્તની નમાઝ સુધી બેસી રહેતા , અને સૂર્યોદય સુધી ઉભા નહતા થતા, સૂર્ય ઉગી ગયા પછી ઉભા થતા, અને લોકો જે કઈ અજ્ઞાનતાના સમયે કર્યું હતી તેની વાતો કરતા અને હસતા હતા.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અસરની નમાઝ જલ્દી પઢી લો, કારણકે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ અસરની નમાઝ છોડી દીધી, તો તેનો અમલ વ્યર્થ થઈ ગયો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«લોકોને શું થઈ ગયું છે કે તેઓ નમાઝમાં પોતાની નજરો આકાશ તરફ ઉઠાવે છે», નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમના વિષે સખત વાત કહી, અહીં સુધી કહ્યું: «તેઓ આમ કરવાથી રુકી જાય અન્યથા તેમની આંખોની દૃષ્ટિ છીનવી લેવામાં આવશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે