Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 3 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમને દરેક કાર્યોમાં ઇસ્તિખારહ કરવાનું શિખવાડતા હતા, જેમ અમને કુરઆનની સૂરતો શીખવાડવાતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહેતા: «જ્યારે તમે કોઈ કામનો ઈરાદો કરો તો ફર્ઝ નમાઝ સિવાય બે રકઅત (નફિલ) નમાઝ પઢો, પછી કહો: "અલ્લાહુમ્મ ઇન્ની અસ્તખિરુક બિઇલ્મિક વઅસ્તક્દિરુક બિકુદરતિક, વઅસ્અલુક મિન્ ફઝ્લિકલ્ અઝીમ્, ફઇન્નક તક્દિરુ વલા અક્દિરુ, વતઅલમુ વલા અઅલમુ, વઅન્ત અલ્લામુલ્ ગુયૂબ્, અલ્લાહુમ્મ ઇન્ કુન્ત તઅલમુ અન્ન હાઝલ્ અમ્ર ખૈરુલ્ લી ફી દીની વ મઆશી વ આકિબતી અમ્રી» અથવા કહ્યું: «આજિલ્ અમ્રી, વ આજિલહુ, ફક્દુર્હુ લી વ યસ્સીર્હુલી ષુમ્મ બારિક્ લી ફીહિ, વ ઇન્ કુન્ત તઅલમુ અન્ન હાઝલ્ અમ્ર શરુલ્ લી ફી દીની વ મઆશી વ આકિબતી અમ્રી» અથવા કહ્યું: «ફી આજિલિ અમ્રી, વ આજિલહુ, ફસ્રિફ્હુ અન્ની વસ્રિફ્ની અન્હુ, વક્દુર્ લિયલ્ ખૈર હૈષુ કાન, ષુમ્મ અર્ઝિની" અર્થ: (હે અલ્લાહ! હું તારા ઇલ્મ દ્વારા ભલાઈનો સવાલ કરું છું, તારી કુદરત વડે શક્તિ માગું છું અને તારી મહાન કૃપાનો સવાલ કરું છું, એટલા માટે કે તું જ સંપૂર્ણ કુદરત ધરાવે છે, હું કુદરત નથી ધરાવતો, તું જાણે છે હું નથી જાણતો, ફક્ત તું જ ગૈબનું ઇલ્મ જાણે છે, હે અલ્લાહ! તું જાણે છે કે આ કાર્ય મારા દીન, દુનિયા અને પરિણામરૂપે સારું છે) અથવા દુઆમાં આ શબ્દો કહ્યા: જે જલ્દી પ્રાપ્ત થનાર હોય અથવા વિલંભ થઈ મળવાનું હોય, તો તું તેને મારા માટે નક્કી કરી દે, મારા માટે સરળ બનાવી દે અને તેમાં બરકત આપ, અને તું જાણે છે કે જો આ કાર્ય મારા દીન, દુનિયા અને પરિણામ રૂપે) અથવા આ શબ્દો કહ્યા: જે જલ્દી પ્રાપ્ત થનાર હોય અથવા વિલંભ થઈ મળવાનું હોય, (દુનિયા અને આખિરત બન્ને માટે (નુકસાનકારક) હોય તો તું તેને મારાથી ફેરવી નાખ અને મને તેનાથી દેરવી દે, અને મને તેના કરતાં શ્રેષ્ઠ ભલાઈ મારા માટે નક્કી કરી દે, તે જ્યાં કઈ પણ હોય, ફરી મને તેનાથી સંતુષ્ટ કરી દે) «ફરી પોતાની જરૂરતનું નામ લેવું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જે વ્યક્તિ કાચું લસણ અને કાચી ડુંગળી ખાઈ લે તો તેણે અમારાથી દૂર રહેવું જોઈએ, -અથવા કહ્યું: તે અમારી મસ્જિદથી દૂર રહે, અને પોતાના ઘરમાં જ બેસી રહે», આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સામે કેટલીક હાંડીઓ લાવવામાં આવી, જેમાં શાક બનાવેલું હતું , આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તેની ખુશ્બુ આવી તો તેના વિશે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ લોકોને પૂછ્યું: આ હાંડીઓને મારા કોઈ સહાબીની નજીક લઈ જાઓ, જ્યારે તે હાંડીઓ તેમની નજીક લઈ જવામાં આવી, તો તેમણે પણ તેને નાપસંદ કર્યું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે તેને ખાઈ લો એટલા માટે કે હું તે લોકોથી વાત કરું છું, જેની સાથે તમે નથી કરતા».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«જે વ્યક્તિ અઝાન સાંભળ્યા પછી આ શબ્દો કહે: "અલ્લાહુમ્મ રબ્બ હાઝિહિદ્ દઅવતિત્તામ્મતિ, વસ્સલાતિલ્ કાઇમતિ આતિ મુહમ્મદનિલ્ વસીલત વલ્ ફઝીલહ, વબ્અષહુ મકામમ્ મહમુદલ્લઝી વઅદ્તહુ" (હે અલ્લાહ ! આ સંપૂર્ણ દઅવત અને ઉભી થવાવાળી નમાઝના પાલનહાર! અમારા પયગંબર (મુહમ્મદ સલ્લલ્લાહુઅલૈહિ વસલ્લમ ને વસિલો અને ઉપલબ્ધિ આપ અને તેમને મહમૂદ નામની જગ્યાએ પહોંચાડ, જેના વિશે તારું વચન છે), તો કયામતના દિવસે તેના માટે આપ સલ્લલ્લાહુઅલૈહિ વસલ્લમની ભલામણ અનિવાર્ય થઈ જશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે