Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 55 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«જે વ્યક્તિ જુમ્માના દિવસે જનાબતનું ગુસલ (સ્નાન) કરે, અર્થાત્: તે સ્નાન જેને જનાબતનું સ્નાન કહે છે, ફરી જલ્દી મસ્જિદ તરફ નીકળે, તો તેણે એક ઊંટ અથવા ઊંટણી પોતાના માટે કુરબાની આપી, અને જે બીજી ઘડીએ આવે, તો તેણે એક ગાયની કુરબાની આપી ગણાશે, અને ત્રીજી ઘડીએ આવે તો તેણે પોતાના માટે એક સિંગળાવાળા ઘેટાની કુરબાની આપી ગણાશે, અને જે ચોથી ઘડીએ આવે, તો તેણે એક મરઘીની કુરબાની આપી ગણાશે, અને જે પાંચમી ઘડીએ આવે, તો તેણે એક ઇંડાની કુરબાની આપી ગણાશે, બસ જ્યારે ઈમામ આવી પહોંચે તો ફરિશ્તાઓ ઝિક્ર સાંભળવા બેસી જાય છે»
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«પાકી (સ્વચ્છતા) ઈમાનનો એક ભાગ છે, અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું તે ત્રાજવાને ભરી દે છે, અને સુબ્હાનલ્લાહ અને અલ્ હમ્દુ લિલ્લાહ, તે બંને અથવા તે બંને માંથી એક આકાશ અને જમીન વચ્ચેની ખાલી જગ્યાને ભરી દે છે, નમાઝ પ્રકાશ છે, સદકો કરવો એક પુરાવો છે, સબર કરવુ તે એક પ્રકારનો પ્રકાશ છે, અને કુરઆન પણ તમારા હકમાં અથવા તમારા વિરુદ્ધ એક દલીલ છે, દરેક વ્યક્તિ જે સવાર કરે છે, તો (તે કેટલાક કાર્યોના બદલામાં) પોતાની આત્માને વેચે છે, ફરી તે પોતાને (જહન્નમથી) આઝાદ કરવા વાળો હોય છે, અથવા તેને નષ્ટ કરવા વાળો હોય છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«દરેક મુસલમાનનો હક છે કે તે અઠવાડિયામાં એકવાર ગુસલ (સ્નાન) કરે જેમાં તે પોતાના માથા અને શરીરને સારી રીતે ઘોઇ શકે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બાથરૂમ માટે જતા, તો તું હું અને મારા જેવો એક બીજો છોકરો આપના માટે પાણીનો બંદોબસ્ત કરતા તેમજ એક ભાલો (જમીનમાં) નાખી દેતા, આપ પાણી વડે પાકી પ્રાપ્ત કરતા.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
અમે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) સાથે મક્કાથી પાછા ફરી મદીના આવ્યા, રસ્તામાં અમે એક ઝરણાં સુધી પહોંચ્યા, તો કેટલાક લોકોએ અસરના સમયે ઉતાવળ કરી, તે લોકોએ જલ્દી જલ્દી વઝૂ કર્યું, અમે જોયું કે તે લોકોએ વઝૂ એવી રીતે કર્યું કે તેમની પગની એડીઓ સુધી પાણી નહતું પહોંચ્યું, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: આવી એડીઓ માટે આગનો અઝાબ છે, વઝુ ખૂબ સારી રીતે કરો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુના ગુલામ હમરાન રહિમહુલ્લાહ તેઓ રિવાયત કરે છે કે તેમણે ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુને જોયા કે તેમણે વુઝૂ કરવા માટે પાણી મંગાવ્યું, તેઓએ વાસણ માંથી પાણી લઈ પોતાના હાથ પર નાખ્યું, અને ત્રણ વખત હાથ ધોયા, ત્યારબાદ પોતાના હાથને વાસણમાં નાખી પાણી લઈ ત્રણ વખત કોગળા કર્યા અને પછી નાકમાં પાણી ચઢાવી તેને સાફ કર્યું, પછી ત્રણ વખત પોતાનો ચહેરો ધોયો, પછી પોતાના બંને હાથને કોળી સુધી ત્રણ વખત ધોયા, પછી પોતાના માથાનો મસો કર્યો અને ત્રણ વાર ઘૂંટી સુધી પોતાના પગ ધોયા અને કહ્યું: મેં નબી ﷺ ને આ જ પ્રમાણે વુઝૂ કરતા જોયા છે, અને પછી નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ આ પ્રમાણે વુઝૂ કર્યું અને પછી બે રકઅત નમાઝ પઢી, જેણે પોતાના મનમાં કઈ વાત ન કરી હોય તો તેના પાછળના દરેક ગુનાહ માફ કરી દેવામાં આવે છે ».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ગોબર સને હાડકા વડે સફાઈ પ્રાપ્ત કરવાથી રોક્યા છે, અને કહ્યું: «તેનાથી સફાઈ પ્રાપ્ત થઈ શકતી નથી».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ દારુલ્ કુત્ની રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
«મિસ્વાક (દાંતણ) મોઢાની પાકી અને અલ્લાહની પ્રસંન્નતાનું કારણ છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ નસાઇ રહિમહુલ્લાહએ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે