Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 34 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) માટે જનાબતનું ગુસલ (સ્નાન) કરવાનું પાણી મૂક્યું, અને કપડાં વડે પડદો કર્યો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પોતાના હાથ પણ પાણી નાખી તેને ધોયા, ફરી પોતાના જમણા હાથ વડે ડાબા હાથમાં પાણી નાખી પોતાના ગુપ્તાંગને સાફ કર્યા, ફરી પોતાના હાથને જમીન પર માર્યા અને ઘસ્યા, ફરી તેને ધોયા, ફરી કોગળા કર્યા, અને નાક સાફ કર્યું, ફરી પોતાના ચહેરો ધોયો અને પોતાના હાથ કોળી સુધી ધોયા, ફરી પોતાના માથા અને સંપૂર્ણ શરીર પણ પાણી નાખ્યું, ફરી સ્નાન કરવાની જગ્યાએથી દૂર થઈ ઊભા થયા અને પોતાના બંને પગ ધોયા, ફરી હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) માટે એક કપડું લઈને આવી, પરંતુ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તે કપડું ન લીધું અને પોતાના હાથ વડે પાણી સાફ કરવા લાગ્યા.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
નબી ﷺ એ વઝૂ કરતી વખતે અંગોને બે બે વખત ધોયા.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રાત્રે (તહજ્જુદ) પઢવા માટે ઉઠતા, તો મિસ્વાક વડે ખૂબ સારી રીતે મોઢું સાફ કરતા હતા.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«મૂછો કાપો અને દાઢી વધારો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
હું અમ્ર બિન અબૂલ્ હસન પાસે હતો, તેઓએ અબ્દુલ્લાહ બિન ઝૈદને નબી ﷺના વુઝૂ વિશે સવાલ કર્યો, તેઓએ પાણીનું એક વાસણ મગાવ્યું, અને તેમને નબી ﷺ જેવું જ વુઝૂ કરીને બતાવ્યું, સૌ પ્રથમ બંને હથેળીઓ પર પાણી નાખ્યું, અને સારી રીતે ત્રણ વખત પોતાના હાથ ધોયા, ફરી વાસણમાં પોતાનો હાથ નાખી, ત્રણ વખત કોગળા કર્યા, નાકમાં પાણી ચઢાવ્યું અને નાક ખંખેર્યું, ફરી પોતાનો હાથ વાસણમાં નાખ્યો, અને ત્રણ વખત મોઢું ધોયું, ફરી પોતાનો હાથ વાસણમાં નાખ્યો, અને કોળી સુધી પતોનો હાથ બે વખત ધોયો, ફરી પોતાનો હાથ વાસણમાં નાખો માથાનો મસો કર્યો, પહેલા બંને હાથને આગળથી શરૂ કરી પાછળ સુધી લઇ ગયા અને ફરી બીજી વખત પાછળથી આગળ લાવ્યા, ફરી પોતાના બંને પગ ઘૂંટી સુધી ત્રણ વખત ધોયા.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
મને નબી ﷺએ એક કામ માટે મોકલ્યો, (રસ્તામાં) હું જુનુબી થઈ ગયો, અને મને ક્યાંય પાણી ન મળ્યું, એટલા માટે હું માટીમાં એવી રીતે આરોટિયા ખાવા લાગ્યો જેવું કે જાનવરો આરોટિયા ખાતા હોય છે, મેં નબી ﷺને આ વિશે જણાવ્યું, તો નબી ﷺએ કહ્યું: «તમારા માટે પૂરતું હતું કે તમે આ પ્રમાણે જમીન પર હાથ મારતા», ફરી નબી ﷺએ જમીન પર એકવાર હાથ મારી બતાવ્યું, ફરી નબી ﷺએ પોતાના ડાબા હાથથી જમણા હાથ પર હથેળીઓના બહારના ભાગમાં મસહ કર્યો, અને પછી મોઢાનો મસહ કર્યો.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
મને ઇસ્તિહાઝહનું લોહી આવે છે અને હું પાક નથી થઈ શકતી તો શું હું નમાઝ છોડી દઉં? તો નબી ﷺ એ કહ્યું: «ના, આ તો એક રગ દ્વારા આવતું લોહી છે, હા એટલા દિવસોમાં તમે નમાઝ છોડી શકો છો, જેટલા દિવસ તમને આ બીમારી પહેલા માસિકનું લોહી આવતું હતું, ફરી ગુસલ કરી નમાઝ પઢવાનું શરૂ કરી દો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
જ્યારે નબી ﷺ જનાબતનું ગુસલ કરતાં તો પહેલા બંને હાથ ધોતાં, ફરી વઝૂ કરતાં જે રીતે નમાઝ માટે કરતાં, ફરી ગુસલ કરતાં, ફરી પોતાના હાથ વડે માથામાં પાણી નાખી માલિશ કરતાં, જ્યારે તેમને યકીન થઈ જતું કે સંપૂર્ણ શરીર ભીનું થઈ ગયું છે તો ત્રણ વખત તેના પર પાણી નાખતા, ફરી સંપૂર્ણ શરીરને ધોતાં, આયશા રઝી અલ્લાહુ અન્હા કહે છે: હું અને નબી ﷺ સાથે ગુસલ કરતાં હતા અને એક જ સમય વાસણ માંથી પાણી લેતા હતા.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે