Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 8 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને યમન તરફ મોકલ્યા, તેમણે ત્યાં બનાવવામાં આવતા પીણાં વિશે સવાલ કર્યો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «»તે શું છે?» અબૂ મૂસા રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: «બિતઅ અને મિઝર», અબૂ બુરદહને પૂછવામાં આવ્યું કે બિતઅ શું છે? તેમણે કહ્યું કે મધથી બનાવવામાં આવતી શરાબ, અને મિઝર જુવારથી તૈયાર કરવામાં આવતી શરાબ, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દરેક નશીલા પદાર્થ હરામ છે» આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારીએ અને ઈમામ મુસ્લિમે રિવાયત કરી છે
«દરેક માદક પદાર્થ શરાબ છે અને દરેક માદક પદાર્થ હરામ છે, જે વ્યક્તિએ દુનિયામાં શરાબ પીધી અને તૌબા કર્યા વગર મૃત્યુ પામશે તો તે આખિરતમાં તેનાથી વંચિત રહી જશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે અને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ છેલ્લા વાક્યના ઉમેરા સાથે રિવાયત કરી છે
હું અબૂ તલ્હાના ઘરે લોકોને શરાબ પીવડાવી રહ્યો હતો, તે સમયે ખજૂરથી બનેલી શરાબ પીતા હતા, પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક અવાજ આપનારને આદેશ આપી મોકલ્યો: ખબરદાર શરાબ હરામ થઈ ગઈ છે, તેમણે કહ્યું: અબૂ તલ્હાએ મને કહ્યું: બહાર જઈ આ બધી જ શરાબ ફેંકી દો, મેં બહાર જઈ સંપૂર્ણ શરાબ વહાવી દીધી, શરાબ મદીનહની ગલીઓમાં વહેવા લાગી, કેટલાકે લોકોએ કહ્યું: એવું લાગે છે કે ઘણા લોકો આ જ સ્થિતિમાં કતલ કરી દેવામાં આવ્યા કે શરાબ તેમના પેટમાં હતી, પછી અલ્લાહએ આ આયત ઉતારી: {જે લોકો ઈમાન લાવ્યા અને નેક અમલ કર્યા તેમને એ વાત પર કઈ ગુનોહ નથી થાય, જે તેઓ (શરાબ પીવા પર રોક આવવા પહેલા) પી લીધું છે} [અલ્ માઇદહ: ૯૩].
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
અમે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે તિહામામાં ઝુલ્ હુલૈફા નામી જગ્યાએ હતા, લોકોને સખત ભૂખ લાગી હતી, ગનીમત (યુદ્ધમાં જીતેલો માલ)માં ઊંટ અને બકરીઓ હતી, અને અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાછળ હતા, તેઓએ ઉતાવળ કરી, અને જાનવર ઝબેહ કરી દીધા, અને હાડકાઓ ચૂલા પર ચડાવી દીધા, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આદેશ મુજબ તે ડેગોને ઊંધી કરી દેવામાં આવી, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ગનીમતનો માલ વહેંચવાનું શરૂ કર્યું, તો દસ બકરીઓને એક ઊંટ બરાબર રાખી, અચાનક ગનીમતના માલ માંથી એક ઊંટ ભાગી ગયું, તો લોકો તેને પકડવા માટે દોડ્યા, અહીં સુધી કે તેઓ થાકી ગયા, તો એક વ્યક્તિએ તે ઊંટને તીર માર્યું તો અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને રોક્યા, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ખરેખર આ (પાળવા લાયક) જાનવરોમાં પણ જંગલી જાનવરો જેવી વૃત્તિ હોય છે, તેથી જો તેમાંથી કોઈ નિયંત્રણ ગુમાવી દે, તો તેની સાથે આમ જ કરો», તો રાફેએ કહ્યું: અમને આશા છે, -અમને ભય છે- કે કદાચ કાલે અમારો સામનો દુશ્મનો સાથે થઈ જાય, અને અમારી પાસે છરીઓ પણ નથી, તો શું અમે આ જાનવરને વાસ વડે ઝબેહ કરી દઈએ? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વસ્તુ પણ લોહી વહાવી શકે (તેના દ્વારા ઝબેહ કરો), અને ઝબેહ કરતી વખતે તેના પર અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય, તો તેનું માસ ખાઓ, પરંતુ તે દાંત અને નખ ન હોવા જોઈએ, અને હું તેનું કારણ પણ જણાવું કે દાંત તે એક હાડકું છે, અને નખ હબશીઓની છરીઓ છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બે સિંગડાવાળા કાબરચિતરા ઘેટાંની કુરબાની કરી, બંનેને પોતાના હાથ વડે ઝબહે કર્યા, બિસ્મિલ્લાહ કહ્યું, અલ્લાહુ અકબર કહ્યું, અને પોતાનો પગ બન્નેની ગરદન પર મુક્યો.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«જે કોઈ વ્યક્તિએ એવું કુતરું પાળ્યું, જે ન તો શિકાર કરવા માટે હોય અથવા ન તો ઢોરની સુરક્ષા કરવા માટે હોય તો દરરોજ તેના નેક કાર્યો માંથી બે કિરાત નેકીઓ ઓછી થતી જાય છે», સાલિમે કહ્યું: અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ કહેતા હતા: «અથવા ખેતરની સુરક્ષા માટે પાડવામાં આવતું કૂતરું», અને તેઓ ખેતીવાડી વાળા માણસ હતા.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«ખરેખર અલ્લાહ અને તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ શરાબ, મૃતક, ડુક્કર અને મૂર્તિઓની લે-વેચ કરવાને હરામ કર્યું છે», પૂછવામાં આવ્યું: હે અલ્લાહના રસૂલ! મૃતકની ચરબી વિશે શું આદેશ છે, કારણકે તેને હોડી પર લગાવવામાં આવે છે, ચામડા પર લગાવે છે અને તેનાથી લોકો ઘરમાં દીવો પણ સળગાવે છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ના, તે પણ હરામ છે», ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહ તઆલા યહૂદીઓને નષ્ટ કરે જ્યારે અલ્લાહએ તેમના માટે ચરબી હરામ કરી તો તેઓએ તેને ઓગાડી વેચવાનું શરૂ કરી દીધું અને તેની કિંમત ખાવા લાગ્યા».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«જે વ્યક્તિ આપણી જેમ નમાઝ પઢે છે, આપણાં કિબલા તરફ મોઢું કરે છે, આપણું ઝબેહ કરેલું જાનવર ખાઈ છે, તે મુસલમાન છે, તે અલ્લાહની શરણમાં છે, તેના પયગંબરની શરણમાં છે, તેથી અલ્લાહની સુરક્ષાનો ભંગ કરી દગો ન કરો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે