Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 6 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
તેમણે અતા બિન્ અબી રબાહને કહ્યું: શું હું તમને એક જન્નતી સ્ત્રી વિશે ન જણાવું? તેમણે કહ્યું: કેમ નહીં, તેઓએ કહ્યું: એક કાળી સ્ત્રી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવી અને કહ્યું: મને વાયુની બીમારી છે, જેના કારણે મારો પડદો હટી જાય છે, તેથી મારા માટે અલ્લાહથી દુઆ કરો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જો તમે ઈચ્છો તો સબર કરી તેના પર જન્નત પ્રાપ્ત કરી લો, અને જો ઈચ્છો તો હું તમારા માટે દુઆ કરું, જેથી તમને અલ્લાહ સારું કરી દે», તેણીએ કહ્યું: હું સબર કરું છું, તેણીએ કહ્યું: હું આપને વિનંતી કરું છું કે તમે મારા માટે અલ્લાહથી દુઆ કરો કે જ્યારે મને આ બિમારી જાહેર થાય તો મારા કપડાં મારા શરીર પરથી ન ઉતરે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેણી માટે આ દુઆ કરી દીધી.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
કેટલાક ઉકલ અને ઉરૈનહ (ખાનદાનના લોકો મદીનહ આવ્યા અને બીમાર થઈ ગયા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને લિકાહમાં જવાનો આદેશ આપ્યો, અને કહ્યું કે ત્યાં જઈ ઊંટોનું દૂધ અને પેશાબ પીવો, તેથી તેઓ લિકાહ જતાં રહ્યા, જ્યારે તેઓ સારા થઈ ગયા, તો તેઓએ ભરવાડને મારી, જાનવરો હાંકીને લઈ ગયા, બસ જ્યારે સવારે આ વાતની જાણ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પહોંચી, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમની પાછળ માણસો મોકલ્યા, દિવસ ચઢતાની સાથે તેમને પકડી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સમક્ષ રજૂ કરવામાં આવ્યા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આદેશ અનુસાર તેમના હાથ પગ કાપી નાખવામાં આવ્યા, અને તેમની આંખોમાં ગરમ ગરમ સળીયા નાખી દેવામાં આવ્યા અને તેમને (મદિનહ) સપાટ જમીનમાં નાખી દેવામાં આવ્યા, તેઓ તરસ કારણે પાણી માંગતા હતા, પરંતુ તેમને પાણી આપવામાં આવતું ન હતું, અબૂ કલાબહએ તેમના પાપની ભયાનકતા વર્ણન કરતાં કહ્યું: તે લોકોએ ચોરી કરી, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ભરવાડનું કત્લ કર્યું, ઈમાનથી ફરી ગયા, અને અલ્લાહ અને તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે યુદ્ધ કર્યું.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
જિબ્રઇલ અલૈહિસ્ સલામ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા અને કહ્યું: હે મુહમ્મદ! શુ તમે બિમાર છો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હા», જિબ્રઇલે કહ્યું: «"બિસ્મિલ્લાહિ અરકીક, મિન્ કુલ્લિ શયઇન્ યુઅઝિક, મિન શર્રિ કુલ્લિ નફ્સિન્ અવ્ અય્નિન્ હાસિદિન્, અલ્લાહુ યશ્ફીક બિસ્મિલ્લાહિ અરકીક" (અર્થ: અલ્લાહના નામથી હું આપના પર દમ કરું છું, તે દરેક વસ્તુથી જે આપને તકલીફ પહોંચાડે, દરેક સજીવ અને ઈર્ષા કરનારની નજરની દુષ્ટતાથી (હિફાજત માટે), અલ્લાહ તમને શિફા આપે, હું અલ્લાહના નામથી તમારા પર દમ કરું છું)».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જ્યાં તમને દુખાવો થતો હોય ત્યાં તમારો હાથ મુકો અને ત્રણ વખત બિસ્મિલ્લાહ પઢો, અને સાત વખત આ દુઆ પઢો, "અઊઝુ બિલ્લાહિ વ કુદરતિહી મિન્ શર્રિ મા અજિદુ વ ઉહાઝિરુ" અર્થ: હું અલ્લાહથી પનાહ માગું છું તે વસ્તુની બુરાઇથી, જેને હું (મારા શરીરમાં) અનુભવું છું અને જેનાથી હું ડરી રહ્યો છું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે કોઈ બિમારની ખબરઅંતર લેતા તો આ દુઆ પઢતા: «"અઝ્હિબિલ્ બઅસ, રબ્બન્નાસ, વશ્ફિ અન્તશ શાફી, લા શિફાઅ ઇલ્લા શિફાઉક, શિફાઅન્ લા યુગાદિરુ સકમન્" અર્થ: તકલીફોને દૂર કરી દે, હે માનવીઓના પાલનહાર! તેને તંદુરસ્તી આપ, તું જ તંદુરસ્તી આપનાર છે, તંદુરસ્તી તે જ છે, જે તારા તરફથી હોય, એવી તંદુરસ્તી આપ કે જેના પછી સહેજ પણ બીમારી બાકી ન રહે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«આવતી કાલે હું ધ્વજ એવા વ્યક્તિને આપીશ, જેના હાથ વડે અલ્લાહ વિજય અપાવશે, અને જે અલ્લાહ અને તેના પયગંબરથી મોહબ્બત કરે છે, અને અલ્લાહ અને તેનો રસૂલ પણ તેનાથી મોહબ્બત કરે છે», રિવાયત કરનાર કહે છે કે દરેકે લોકોએ રાત એ ચિંતામાં પસાર કરી કે કાલે અલ્લાહના પયગંબર આ ધ્વજ કોને આપશે? જ્યારે સવાર પડી તો દરેક લોકો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે આવ્યા એ આશા રાખી કે ધ્વજ અમને મળશે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «અલી બિન અબી તાલિબ ક્યાં છે?» કહ્યું કે હે અલ્લાહના પયગંબર! તેમની આંખોમાં કંઈક તકલીફ છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «તેમને મારી પાસે લાવો», જ્યારે તેમને બોલાવવામાં આવ્યા તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેમની આંખો પર પોતાનું થુંક લગાવ્યું અને તેમના માટે દુઆ કરી, દુઆની બરકતથી તેઓ એવી રીતે સાજા થઈ ગયા કે તેમને કોઈ બીમારી હતી જ નહીં, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ ધ્વજ તેમને આપ્યો, તો અલી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું: હે અલ્લાહના રસૂલ! હું તેમની સાથે ત્યાં સુધી યુદ્ધ કરીશ જ્યાં સુધી તેઓ આપણા જેવા ન બની જાય? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «(ના પરંતુ) શાંતિથી ચાલતા રહો અહીં સુધી કે તમે તેમના મેદાનમાં પહોંચી જાઓ, ફરી તેમને ઇસ્લામ તરફ બોલાવો અને પછી તેમને જણાવો કે તેમના પર અલ્લાહના ક્યાં ક્યાં હકો અનિવાર્ય છે, અલ્લાહની કસમ! જો અલ્લાહ તઆલા એક વ્યક્તિને પણ તમારા દ્વારા ઇસ્લામની હિદાયત આપી દે, તો તે તમારા માટે લાલા ઊંટો કરતા પણ વધુ ઉત્તમ છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ