Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 15 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«ખરેખર અલ્લાહ તઆલા તમારા માટે ત્રણ વસ્તુને પસંદ કરે છે, અને ત્રણ વસ્તુને ના પસંદ કરે છે, તે પસંદ કરે છે કે તમે તેની ઈબાદત કરો, તેની સાથે કોઈને ભાગીદાર ન ઠેરવો, અને સૌ ભેગા મળી અલ્લાહના દોરડાને મજબૂતી સાથે પકડી લો, અને જૂથોમાં ન વહેંચાઈ જાઓ, અને તે ના પસંદ કરે છે કે તમે નિષ્ક્રિય વાતો, વધુ પડતાં સવાલો કરવા અને માલને વેડફવા».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«તમારા માંથી દરેક વ્યક્તિ જવાબદાર છે, અને દરેકને પોતાની જવાબદારી વિશે સવાલ કરવામાં આવશે, પુરુષ પોતાના ઘરવાળાઓનો જવાબદાર છે, તેથી તેને પોતાના ઘરવાળાઓ વિશે સવાલ કરવામાં આવશે, સ્ત્રી પોતાના પતિના ઘરવાળાઓની જવાબદાર છે, તેથી તેને પોતાની જવાબદારી વિશે સવાલ કરવામાં આવશે, નોકર પોતાના માલિકના માલનો જવાબદાર છે, તેથી તેને તેના માલિકના માલ વિશે સવાલ કરવામાં આવશે, ખબરદાર તમારા માંથી દરેક વ્યક્તિ જવાબદાર છે, અને તેને તેની હેઠળના લોકો વિશે સવાલ કરવામાં આવશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«રઝાઅત (સ્તનપાન) પણ તે રિશ્તા હરામ થઈ જાય છે, જે જન્મના કારણે હરામ હોય છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«ખરેખર દુનિયા મીઠી અને લીલીછમ છે, અને અલ્લાહ તમારા માથી પોતાના ઉત્તરાધિકારી બનાવે છે, જેથી તે જોઈ લે કે તમે કેવા કાર્યો કરો છો, જેથી તમે દુનિયા અને સ્ત્રીઓથી સચેત રહો, ખરેખર બની ઈસ્રાઇલના લોકોમાં સૌથી પહેલો ફિતનો સ્ત્રીઓ દ્વારા શરૂ થયો હતો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«આ દુનિયા એક સામાન છે અને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ સામાન સદાચારી સ્ત્રી છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«કોઈ મોમિન પુરુષ કોઈ મોમિન સ્ત્રી પ્રત્યે દ્વેષ ન રાખે, જો તેને તેણીની કોઈ આદત નાપસંદ હોય, તો તેને તેણીની કોઈ અન્ય આદતથી પસંદ પણ હશે» અથવા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ "આખર (અન્ય)" શબ્દની જગ્યાએ કહ્યું: «"ગૈરુહુ (બીજી કોઈ આદત)"».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«ખરેખર અલ્લાહને તમારા નામોમાં સૌથી પ્રિય નામ અબ્દુલ્લાહ અને અબ્દુર રહમાન છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે