Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 9 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
એક દિવસે નબી ﷺ એ અમને નમાઝ પઢાવી, અમને ખૂબ જ ફાયદાકારક નસીહત કરી, જેના કારણે અમારા દિલ નરમ થઈ ગયા અને અમારી આંખો માંથી આંસુ નીકળી આવ્યા, એક વ્યક્તિએ કહ્યું, હે અલ્લાહના રસૂલ ! આ તો કોઈ વિદાય લેનાર વ્યક્તિની નસીહત લાગી રહી છે, તો તમે અમને શું નસીહત કરી રહ્યા છો? નબી ﷺ એ કહ્યું: «તમે અલ્લાહનો તકવો જરૂરી અપનાવો, અમીરની વાત સ્વીકારવા અને તેના અનુસરણની નસીહત કરું છું, તે હોદ્દેદાર ભલેને એક હબશી ગુલામ જ કેમ ન હોય, હું મારા પછી જે જીવિત રહીશે તેઓ સખત વિવાદ જોશે, તો તમે મારી સુન્નત અને હિદાયત પામેલ ખુલફાના તરીકાને મજબૂતી સાથે થામી લો, તેને પોતાના અણીદાર દાંતો વડે મજબૂત પકડી લેશો અને દીનમાં ઘઢી કાઢેલી નવી વાતોથી બચીને રહેજો, કારણકે દરેક બિદઅત પથ્ભ્રષ્ટતા છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
«હું આ ઝંડો એવા વ્યક્તિને આપીશ, જે અલ્લાહ અને તેના રસૂલથી મોહબ્બત કરે છે, અલ્લાહ તેના હાથ વડે વિજય અપાવશે», ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તે એક દિવસ સિવાય મેં ક્યારેય પ્રતિષ્ઠતાની ઈચ્છા નથી કરી, બસ એ આશા કરતા કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફથી મળેલ ખુશખબરનો હકદાર હું બની જઉં, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અલી બિન અબી તાલિબને બોલાવ્યા, અને તેમને ઝંડો આપ્યો, અને કહ્યું: «જાઓ અને પાછળ ન જોશો અહીં સુધી કે અલ્લાહ તમને વિજય ન આપી દે», તેઓ ઝંડો લઈ આગળ વધ્યા, સહેજ આગળ જતાં જ પાછળ જોયા વગર ઉભા રહ્યા અને જોરથી કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું લોકો સાથે કંઈ વાત પર યુદ્ધ કરું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે લડો અહીં સુધી કે તે લોકો ગવાહી ન આપે કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને એ કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના રસૂલ છે, જો તેઓ આ વાતનો એકરાર કરી લે તો તેઓએ તમારા તરફથી પોતાની જાન અને માલની સુરક્ષા કરી લીધી, સિવાય કોઈ હક તેમના પર હોય અને અલ્લાહ તે સૌનો હિસાબ લેશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«હું તમને અલ્લાહથી ડરવા, (શાસકની વાત) સાંભળવા, અને (તેમની) આજ્ઞાનું પાલન કરવાની વસિયત કરું છું, ભલે ને તમારો શાસક કોઈ ગુલામ પણ કેમ ન હોય, (યાદ રાખો!) તમારા માંથી જે (મારા પછી) જીવિત રહેશે તે ખરેખર ખૂબ વિવાદ જોશે, તમે મારી સુન્નત તથા સત્ય માર્ગ પર ચાલવાવાળા ચારેય ખલીફાની સુન્નતનું પાલન કરજો તેને મજબૂતી સાથે પકડી રાખજો, અને દીનના નામે નવી નવી વસ્તુઓ આવિષ્કાર કરવાથી બચીને રહેજો; કારણકે દીનના નામે દરેક નવી આવનારી બાબત બિદ્અત છે, અને દરેક બિદ્અત પથભ્રષ્ટતા છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
તેઓ હજરે અસ્વદ પાસે આવ્યા, બોસો આપ્યો અને કહ્યું: હું જાણું છું કે તું એક પથ્થર છે, ન તો તું કોઈ નુકસાન પહોંચાડી શકે છે અને ન તો કોઈ ફાયદો, જો મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તને બોસો આપતા ન જોયા હોત, તો હું પણ તને બોસો ન આપતો.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
મેં નબી ﷺ ને તેમના મૃત્યુના પાંચ દિવસ પહેલા કહેતા સાંભળ્યા: « હું અલ્લાહ સમક્ષ નિર્દોષ છું કે હું તમારા માંથી કોઈને મારો મિત્ર બનાવું, બસ અલ્લાહએ મને મિત્ર બનાવ્યો જેવી રીતે કે ઈબ્રાહીમને પોતાનો મિત્ર બનાવ્યો હતો, જો હું મારી કોમ માંથી કોઇ વ્યક્તિને પણ મારો મિત્ર બનાવતો તો હું અબૂ બકર રઝી. ને મારો મિત્ર બનાવતો, ખબરદાર ! તમારાથી પહેલાના લોકોએ પોતાના પયગંબરોની કબરોને સિજદો કરવાની જગ્યા બનવી લીધી, જેથી તમે કબરોને સિજદો કરવાની જગ્યા (મસ્જિદ) ન બનાવશો, કારણેકે હું તમને તેનાથી રોકું છું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
નબી ﷺએ અન્સાર વિશે કહ્યું: «તેમની સાથે ફક્ત મોમિન જ મોહબ્બત કરશે અને તેમની સાથે ફક્ત એક મુનાફિક જ દ્વેષ રાખશે, જે તેમનાથી મોહબ્બત કરશે, તો અલ્લાહ તેની સાથે મોહબ્બત કરશે, અને જે તેમનાથી દ્વેષ રાખશે તો અલ્લાહ પણ તેનાથી દ્વેષ રાખશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
નબી ﷺ ને એક દિવસ સહાબી સાબિત બિન કૈસ ન મળ્યા, તો એક સહાબીએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું તેમની ખબર કાઢી આપને જણાવું છું, તેઓ તેમના ઘરે આવ્યા તો જોયું કે તેઓ માથું ઝુકાવી બેઠા હતા, તે સહાબીએ કહ્યું: શું હાલ છે? કહ્યું કે ઠીક નથી, તેઓ નબી ﷺ ની સામે ઉંચા અવાજે વાત કરતા હતા, એટલા માટે મારા બધા અમલ વ્યર્થ થઈ ગયા, અને હું જહન્નમી લોકો માંથી બની ગયો, તે સહાબી પાછા આવ્યા અને સંપૂર્ણ મામલો નબી ﷺ ને જણાવી દીધો, બીજી વાર તે જ સહાબી તેમની પાસે એક મોટી ખુશખબર લઈ આવ્યા, અને નબી ﷺ એ કહ્યું: «તમે સાબિત પાસે જાઓ અને તેને કહો કે તે જહન્નમી લોકો માંથી નથી પરંતુ તે જન્નતિ લોકો માંથી છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«તમારા માંથી સૌથી શ્રેષ્ઠ મારા સમયના લોકો (સહાબાઓ) છે, પછી તે લોકો જેઓ તેમના પછી આવશે (અર્થાત્ તાબઈન), પછી તે લોકો જેઓ તેમના પછી આવશે (અર્થાત્ તબ્એ તાબઈન)», ઇમરાન રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું નથી જાણતો કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બે સદીઓનો ઉલ્લેખ કર્યો કે ત્રણ સદીઓનો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારા પછી એવા લોકો પેદા થશે, જેઓ ખિયાનત કરતા હશે અને અમાનતનો ખ્યાલ નહીં રાખતા હોય, તેમને સાક્ષી માટે બોલાવવામાં નહીં આવે તો પણ તેઓ સાક્ષી આપતા હશે, નઝરો માનશે પરંતુ તેને પુરી નહીં કરે, મોટાપો તેમનામાં સામાન્ય હશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ