Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 5 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
«અંતિમ સમયે એક એવી કોમ આવશે, જે નાના દાંતોવાળા, મંદબુદ્ધિ અને મૂર્ખ હશે, દુનિયાની સૌથી શ્રેષ્ઠ વાતો કહેશે, પરંતુ ઇસ્લામ માંથી એવી રીતે નીકળી ગયા હશે જે રીતે તીર નિશાનાની બાજુથી પસાર થઈ જાય છે તેમનું ઈમાન તેમના ગળાની નીચે નહીં ઉતરે, તમે તેમને જ્યાં પણ જુઓ કત્લ કરી દો; કારણકે તેમની હત્યા કરનારને આખિરતમાં સાવબ મળશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«જે વ્યક્તિએ અમારા આ દીનમાં કોઈ એવી વસ્તુ અવિષ્કાર કરશે, જે દીનનો ભાગ નથી, તો તે અમાન્ય અને અસ્વીકાર્ય છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારીએ અને ઈમામ મુસ્લિમે રિવાયત કરી છે
«જે વ્યક્તિએ કોઈને હિદાયતના માર્ગની દઅવત આપી, તો તેને પણ તે હિદાયતનું અનુસરણ કરનાર બરાબર સવાબ આપવામાં આવશે, અને તેના સવાબમાં કંઈ પણ કમી કરવામાં નહીં આવે, અને જેણે કોઈને ગુનાહની દઅવત આપી, તો તેના પર પણ તે ગુનાહ કરનારના ગુનાહનો ભાર હશે, અને તેના ગુનાહમાં સહેજ પણ કમી કરવામાં નહીં આવે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જે વ્યક્તિએ કોઈ વાત એવી કહી જેનો સબંધ આ દીન સાથે નથી તો તે વાત અમાન્ય (બાતેલ) છે», મુત્તફકુન અલયહિ (બુખારી, મુસ્લિમ). અને મુસ્લિમના શબ્દો આ પ્રમાણે છે: «જે કોઈ વ્યક્તિએ એવું કાર્ય કર્યું જેનો સબંધ આ દીન સાથે નથી તો તે પણ બાતેલ છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«તમારા માંથી કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ મોમિન નથી થઈ શકતો, જ્યાં સુધી તે પોતાની ઈચ્છા ને મારી શરીઅત મુજબ ન કરી લે».
ઈમામ નવવીએ કહ્યું: આ હદીષ સહીહ દરજ્જાની છે અમે આ હદીષને કિતાબુલ હુજ્જહમાં સહીહ સનદ સાથે રિવાયત કરી છે.