Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 29 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
સર્વશક્તિમાન અલ્લાહની આ આયત વિષે: {જે કોઈ જુલમ કરતા મસ્જિદે હરામમાં અવજ્ઞા કરશે, આવા લોકોને અમે દુ:ખદાયી અઝાબ ચખાડીશું} [અલ્ હજ્જ: ૨૫] કહ્યું: «જે વ્યક્તિ પણ મક્કાહના હરમમાં જુલમ કરવાનો ઇરાદો કરશે, ભલે તે અદન (યમનના એક શહેર)નો રહેવાસી કેમ ન હોય, તો અલ્લાહ તેને દુ:ખદાયી અઝાબ આપશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અહમદ અને ઈમામ હાકિમએ રિવાયત કરી છે
જ્યારે અબૂ તાલિબના મૃત્યુનો સમય નજીક આવ્યો, તો નબી ﷺ તેમની પાસે આવ્યા, તે સમયે તેમની પાસે અબૂ જહલ અને અબ્દુલ્લાહ બિન અબી ઉમય્યહ હાજર હતા, નબી ﷺએ કહ્યું: «હે કાકા ! તમે એક વાક્ય લા ઇલાહ ઇલ્લલ્લાહ કહી દો, જેથી હું અલ્લાહ સામે આ વાક્ય દ્વારા તમારા પ્રત્યે ગવાહી આપી શકું», અબૂ જહલ અને અબ્દુલ્લાહ બિન ઉમય્યહએ કહ્યું: અબૂ તાલિબ શું તમે પોતાના પૂર્વજ અબ્દુલ મુત્તલિબના દીનથી ફરી જશો? નબી ﷺ સતત આ વાક્ય તેમને કહેતા ગયા, તે બંને પણ પોતાની વાત વારંવાર કહેતા રહ્યા, છેવટે અબૂ તાલિબાનો અંતિમ નિર્ણય એ હતો કે તેઓ પોતાના પૂર્વજ અબ્દુલ મુત્તલિબના દીન પર જ છે, તેમણે લા ઇલાહ ઇલ્લલ્લાહ કહેવાથી ઇન્કાર કરી દીધો, ફરી નબી ﷺએ કહ્યું «જ્યાં સુધી મને રોકવામાં નહીં આવે ત્યાં સુધી હું તમારા માટે ઇસ્તિગફાર કરતો રહીશ», તો અલ્લાહ તઆલાએ આ આયત ઉતારી:{પયગંબર અને બીજા મોમિનો માટે યોગ્ય નથી કે તેઓ મુશરિકો માટે માફીની દુઆ કરે} [અત્ તૌબા: ૧૧૩], અને અલ્લાહ તઆલાએ અબૂ તાલિબા વિશે નબી ﷺને જણાવ્યું: {(હે પયગંબર) તમે જેને ઇચ્છો હિદાયત પર નથી લાવી શક્તા, પરંતુ અલ્લાહ તઆલા જ જેને ઇચ્છે, હિદાયત પર લાવે છે} [અલ્ કસસ: ૫૬].
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«કુરઆન પઢતા રહો, કારણકે તે કયામતના દિવસે પોતાના પઢનાર માટે ભલામણ કરનાર બની આવશે, બે ચમકતી સૂરતો: સૂરે બકરહ અને સૂરે આલે ઈમરાન પઢો, કારણ કે તે બંને કયામતના દિવસે એ સ્થિતિમાં આવશે તે બંને વાદળ હોય, અથવા છાંયડો હોય, અથવા પંખીઓના બે ટોળાં બની આવશે, જે લાઇનમાં ઊભા હોય, તે બંને સૂરતો પોતાને પઢનારના બચાવ માટે ચર્ચા કરશે, સૂરે બકરહ જરૂર પઢો: કારણકે તેને પઢવું બરકત છે, અને તેને છોડવું અફસોસ છે, અને જાદુગરો તેનો સામનો નથી કરી શકતા».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
હું પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મિન્બર પાસે હતો, તો એક વ્યક્તિએ કહ્યું: ઇસ્લામ લાવ્યા પછી ફક્ત હું હાજીઓને પાણી પીવડાવા સિવાય બીજો કોઈ અમલ ન્ કરું તો મને કોઈ વાંધો નથી, બીજા વ્યક્તિએ કહ્યું: ઇસ્લામ લાવ્યા પછી હું ફક્ત મસ્જિદે હરામને આબાદ કરું તો મને કોઈ વાંધો નથી, ત્રીજા વ્યક્તિએ કહ્યું: તમે જે કંઈ કહ્યું તેના કરતા અલ્લાહના માર્ગમાં જીહાદ કરવું શ્રેષ્ઠ છે, ઉમર રઝી અલ્લાહુ અન્હુએ તેમને ઠપકો આપ્યો અને ચૂપ કરાવ્યા, અને કહ્યું: પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મિન્બર પાસે અવાજ ઊંચો ન કરો, (પછી કહ્યું કે) તે શુક્રવારનો દિવસ હતો, પરંતુ (જુમ્મા પહેલા વાર્તાલાપ કરવા સિવાય) જુમ્માની નમાઝ પછી હું આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે પૂછી જોઇશ, જેના વિશે તમે ઝઘડો કરી રહ્યા છો, તો આ સમયે અલ્લાહ તઆલાએ આ આયત ઉતારી, જે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સંભળાવી: {શું તમારું હાજીઓને પાણી પીવડાવવું અને મસ્જિદે હરામની સેવા કરવી, તે વ્યક્તિના કાર્ય જેવું ગણી લીધું છે, જે વ્યક્તિ અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન લાવે} [અત્ તૌબા: ૧૯] આયત પુરી થાય ત્યાં સુધી.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
જ્યારે આ આયત ઉતરી: {નિ:શંક (હે પયગંબર)! અમે તમને એક ખુલ્લી જીત આપી દીધી, જેથી અલ્લાહ તમારી આગળ-પાછળની દરેક ભૂલચૂક માફ કરી દે} અહીં સુધી {ખુબ જ ભવ્ય સફળતા છે}. [અલ્ ફત્હ: ૧-૫], તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો હુદૈબિયહથી પાછો ફરવાનો સમય હતો, લોકોના દિલ પર ભય અને ચિંતા છવાઈ હતી, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કુરબાનીના ઊંટ નહર કરી દીધા હતા, ત્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મારા પર એક એવી આયત ઉતારવામાં આવી છે, જે મને સંપૂર્ણ દુનિયા કરતાં પણ વધુ પ્રિય છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કોઈ પણ સંજોગોમાં અમને કુરઆન પઢાવતા હતા, ફક્ત જનાબત (અશુદ્ધિ) વખતે પઢાવતા ન હતા.
હસન આ હદીષને ઈમામ અબૂ દાવૂદ , ઈમામ તિર્મિઝી , ઈમામ નસાઈ , ઈમામ ઈબ્ને માજહ અને ઈમામ અહમદે રિવાયત કરી છે
«જે વ્યક્તિ રાત્રે સૂરે બકરહની છેલ્લી બે આયતો પઢી લે તો તે બંને આયતો તેના પૂરતી થઈ જાય છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
નબી ﷺ એ ફતહના દિવસે લોકો સામે પ્રવચન આપ્યું, અને કહ્યું: « (હે લોકો ! અલ્લાહ તઆલાએ તમારા પરથી અજ્ઞાનતાના સમયનું અહમ અને ઘમંડ અને ખાનદાની તકબ્બુર દૂર કરી દીધું, હવે બે પ્રકારના લોકો જ રહ્યા: એક અલ્લાહની નજરમાં સદાચારી, પરહેજગાર, પ્રતિષ્ઠિત, અને બીજા અલ્લાહની નજરમાં વિદ્રોહી, દુરાચારી અને કમજોર, દરેકે દરેક આદમના સંતાન છો, અને આદમને અલ્લાહ તઆલાએ માટી વડે પેદા કર્યા, અલ્લાહ તઆલાએ કહ્યું: {હે લોકો ! અમે તમને એક પુરુષ અને એક સ્ત્રી વડે પેદા કર્યા, પછી અમે તમારા જુથ અને ખાનદાન બનાવ્ય, જેથી તમે એક બીજાને ઓળખી શકો, ખરેખર તમારા માંથી અલ્લાહની નઝરમાં સૌથી પ્રતિષ્ઠિત તે છે, જે સૌથી વધારે અલ્લાહથી ડરવાવાળો હોય, નિઃશંક અલ્લાહ તઆલા ખૂબ જ જાણવવાળો અને ખબર રાખનાર છે} [અલ્ હુજુરાત: ૧૩]».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને હિબ્બાન રહિમહુલ્લાહએ રિવાયત કરી છે