Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 26 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
મુશરિક લોકો માંથી કેટલાક લોકોએ કતલ જેવો સંગીન ગુનોહ કર્યો હતો, અને ખૂબ વધારે કતલ કર્યો હતો, વ્યભિચાર જેવો ગુનાહ કર્યો હતા અને ખૂબ કર્યા હતા, તેઓ નબી ﷺ પાસે આવ્યા અને જણાવ્યું: તમે જે કંઈ પણ કહો છો અને જે માર્ગ તરફ બોલાવો છો ખરેખર સારી વાત છે, પરંતુ અમને એ જણાવો કે અત્યાર સુધી અમે જે ગુનાહ કર્યા છે, તે ઇસ્લામ લાવ્યા પછી માફ થશે કે નહીં, તેના પર આ આયત ઉતરી, {અને અલ્લાહ સાથે બીજા કોઈ ઇલાહને પોકારતા નથી અને ન તો અલ્લાહએ હરામ કરેલ કોઈ પ્રાણને નાહક કતલ કરે છે, અને ન તેઓ અશ્લીલતાનું કાર્ય કરે છે} [ફુરકાન: ૬૮[, અને આ આયત પણ ઉતરી {તમે લોકોને કહી દો, કે હે મારા બંદાઓ ! જે લોકોએ પોતાના પર અતિરેક કર્યો છે, તમે અલ્લાહની કૃપાથી નિરાશ ન થઇ જાઓ} [સૂરે ઝૂમર: ૫૩].
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«કયામત ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી સૂર્ય પશ્ચિમ દિશા માંથી ન નીકળે, જ્યારે સૂર્ય પશ્ચિમ દિશા માંથી નીકળશે તો દરેક લોકો જોશે અને દરેક લોકો તરત જ ઈમાન લઈ આવશે, અને આ જ તે સમય હશે જ્યારે: {કોઇ એવા વ્યક્તિનું ઈમાન લાભ નહીં પહોંચાડી શકે, જે પહેલાથી ઈમાન નથી ધરાવતો, અથવા તો તેણે પોતાના ઈમાન લાવ્યા પછી કોઇ સત્કાર્ય ન કર્યું હોય} [ સૂરે અન્આમ: ૧૫૮] કયામત આવી જશે, હજુ તો બે વ્યક્તિએ પોતાનો કપડાંનો સોદો પૂરો પણ નહીં કર્યો હોય અને તેઓએ કપડું પણ નહીં લપેટયું હોય કે (એટલા માંજ કયામત કાયમ થઈ જશે) અને કયામત એવી સ્થિતિમાં કાયમ થશે કે એક વ્યક્તિ પોતાની ઊંટણીનું દૂધ લઈને આવી રહ્યો હતો અને તે તે દૂધને પી પણ નહીં શકે, એવી જ રીતે કયામત એવી સ્થિતિમાં કાયમ થશે કે એક વ્યક્તિ પોતાનો હોઝ તૈયાર કરી રહ્યો હશે અને તે તેમાંથી પાણીનો વપરાશ પણ નહીં કરી શકે અને કયામત એવી સ્થિતિમાં કાયમ થઈ જશે કે એક વ્યક્તિએ ખાવા માટે એક લુકમો ઉઠાવ્યો હશે પરંતુ તે તેને ખાઈ નહીં શકે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«હે અબૂ મુનઝિર, કુરઆન મજીદ માંથી તમારા મતે કંઈ આયત સૌથી મહાન છે?» મેં કહ્યું: અલ્લાહ અને તેના રસૂલ વધારે જાણે છે, આપ ﷺ એ કહ્યું: «હે અબૂ મુનઝિર, કુરઆન મજીદ માંથી તમારા મતે કંઈ આયત સૌથી મોટી છે? મેં કહ્યું કે: {اللهُ لا إِلَهَ إِلا هُوَ الْحَيُّ الْقَيُّومُ} [સૂરે બકરહ: ૨૫૫], આપ ﷺ એ મારી છાતી પર એક હાથ માર્યો (શાબાશી આપવા માટે) અને કહ્યું: «અલ્લાહની કાસમ ! હે અબુ મુનઝિર ! તમને ઇલ્મ મુબારક».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«કયામતના દિવસે મોત એક કાબરચીતરા ઘેટાંના સ્વરૂપમાં લાવવામાં આવશે, એક પોકારવાવાળો ફરિશ્તો અવાજ આપશે, હે જન્નતવાળાઓ ! દરેક જન્નતીઓ નજર ઉઠાવી ઉપર જો શે, અવાજ કરનાર ફરિશ્તો પૂછશે, શું તમે આને ઓળખો છો? તે સૌ કહેશે: હા, આ તો મૌત છે, અને દરેક વ્યક્તિ તેનો સ્વાદ ચાખી ચુક્યો હશે, એક પોકારવાવાળો ફરિશ્તો અવાજ આપશે, હે જહન્નની લોકો ! દરેક જહન્નમી નજર ઉંચી કરી કરીને જોશે, અવાજ આપનાર ફરિશ્તો પૂછશે, શું તમે આને ઓળખો છો? તે સૌ કહેશે: હા, આ તો મૌત છે, અને દરેક વ્યક્તિ તેનો સ્વાદ ચાખી ચુક્યો હશે, પછી તેને ઝબેહ કરી દેવામાં આવશે, પછી તે પોકારવાવાળો કહેશે, હે જન્નતીઓ ! તમારે હવે હંમેશા અહીં જ રહેવાનું છે, હવે તમને ક્યારેય મૌત નહીં આવે, અને હે જહન્નમીઓ ! તમારે પણ હમેંશા આમાં જ રહેવાનું છે, હવે તમને ક્યારેય મૌત નહિ આવે, પછી આપ ﷺ એ આ આયત તિલાવત કરી: {તમે તેમને હતાશા અને નિરાશાના દિવસના ભયથી ડરાવો , જ્યારે દરેક કાર્યનો નિર્ણય કરી દેવામાં આવશે અને આજે આ લોકો બેદરકાર બની ગયા છે, અને આ બેદરકાર લોકો અર્થાત દુનિયદાર લોકો અને ઈમાન નથી લાવતા} [મરયમ: ૩૯]».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
આપ ﷺ દરરોજ રાત્રે જ્યારે પથારી પર આરામ કરવા માટે આવતા તો પોતાની બન્ને હથેળીઓને ભેગી કરતા અને {قُلْ هُوَ اللهُ أَحَدٌ}, અને {قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ}, અને {قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ}, પઢી ફૂંક મારતા અને ફરી જ્યાં સુધી શરીર સુધી પોતાની હથેળી જઈ શકતી હોય ત્યાં સુધી તેને ફેરવી દેતા, પહેલા માથા પર પછી ચહેરા પર અને પછી શરીર પર ફેરાવતા હતા, અને આપ ﷺ આ પ્રમાણે ત્રણ વખત કરતા હતા.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
જયારે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર આ આયત ઉતરી: {આકાશો અને ધરતીની દરેક વસ્તુ અલ્લાહની માલિકી હેઠળ જ છે, અને જે કંઇ પણ તમારા હૃદયોમાં છે ભલે ને તમે જાહેર કરો અથવા તો છુપાવો અલ્લાહ તઆલા તેનો હિસાબ તમારી પાસેથી લેશે, પછી જેને ઇચ્છશે તેને માફ કરી દેશે અને જેને ઇચ્છશે તેને સજા આપશે, અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે} [અલ્ બકરહ: ૨૮૪], કહ્યું: આ આયત અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સહાબાઓને ખુબ જ અઘરી લાગી, તેઓ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા, ઘૂંટણિયે પડી ગયા અને કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમને એવા કાર્યો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે અમે કરી શકીએ છીએ, જેમકે નમાઝ, રોઝા, જિહાદ (યુદ્ધ) અને સદકો, પરંતુ તમારા પર આ આયત ઉતરી છે, તેને કરવા પર અમે સક્ષમ નથી, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહ્યું: «તમે તમારા પહેલાના બે ગ્રંથોના લોકો (યહૂદીઓ અને ઈસાઈઓ) કહેતા હતા એમ કહો છે: અમે સાંભળ્યું અને અવજ્ઞા કરી? પરંતુ તમે કહો: અમે સાંભાળ્યું અને અનુસરણ કર્યું, હે અમારા પાલનહાર અમને માફ કરી દે અમારે તારી તરફ જ ફરવાનું છે», સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ કહ્યું: અમે સાંભાળ્યું અને અનુસરણ કર્યું, હે અમારા પાલનહાર અમને માફ કરી દે અમારે તારી તરફ જ ફરવાનું છે, જયારે તેમણે આ પઢયુ અને પોતાની જબાન વડે તેની સાક્ષી આપી તો અલ્લાહએ આ આયત ઉતારી: {પયગંબરો પર જે કંઈ તેમના પાલનહાર તરફથી ઉતર્યું, તેના પર તે પોતે પણ ઇમાન લાવ્યા અને સૌ ઇમાનવાળાઓ પર ઈમાન લાવ્યા, તેઓ અલ્લાહ તઆલા, અને તેના ફરિશ્તાઓ પર અને તેની કિતાબો પર અને તેના પયગંબરો પર ઇમાન લાવે છે, અને કહે છે કે અમે પયંગબરો માંથી કોઇ પયગંબર વચ્ચે તફાવત નથી કરતા, તેઓએ કહે છે કે અમે આદેશો સાંભળ્યા અને આજ્ઞાનું પાલન કર્યું, હે અમારા પાલનહાર! અમે તારી માફી ઇચ્છીએ છીએ અને અમને તારી જ તરફ પાછા ફરવાનું છે} [અલ્ બકરહ: ૨૮૫], જયારે તેઓ કરવા લાગ્યા, તો અલ્લાહ તને રદ કરી આ આયત ઉતારી: {અલ્લાહ તઆલા કોઇ વ્યક્તિને તેની શક્તિ કરતા વધારે તકલીફ નથી આપતો, જો કોઈ વ્યક્તિ સારું કામ કરશે તો તેને તેનો બદલો જરૂર મળશે, અને જો ખોટું કાર્ય કરશે તો તેની સજા તેને જ મળશે, (ઇમાનવાળાઓ અલ્લાહથી આ રીતે દુઆ કરો), હે અમારા પાલનહાર! જો અમારાથી ભુલચૂક થઈ ગઈ હોય તો તેના પર અમારી પકડ ન કરીશ} [અલ્ બકરહ: ૨૮૫], આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હાં»,{હે અમારા પાલનહાર! અમારા પર એટલો ભાર ન નાખ, જે અમારા પહેલાના લોકો પર નાખ્યો હતો} [અલ્ બકરહ: ૨૮૫], આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હાં», {હે અમારા પાલનહાર! જે ભાર અમે ઉઠાવી ન શકતા હોય} [અલ્ બકરહ: ૨૮૫], આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હાં», {તે અમારાથી ન ઉઠવડાવશો, અમને માફ કરી દે, અને અમારા પર દયા કર, તું જ અમારો માલિક છે, અમને કાફિરો વિરુદ્ધ તું અમારી મદદ કરી} [અલ્ બકરહ: ૨૮૫], આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હાં».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
હું અબૂ તલ્હાના ઘરે લોકોને શરાબ પીવડાવી રહ્યો હતો, તે સમયે ખજૂરથી બનેલી શરાબ પીતા હતા, પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક અવાજ આપનારને આદેશ આપી મોકલ્યો: ખબરદાર શરાબ હરામ થઈ ગઈ છે, તેમણે કહ્યું: અબૂ તલ્હાએ મને કહ્યું: બહાર જઈ આ બધી જ શરાબ ફેંકી દો, મેં બહાર જઈ સંપૂર્ણ શરાબ વહાવી દીધી, શરાબ મદીનહની ગલીઓમાં વહેવા લાગી, કેટલાકે લોકોએ કહ્યું: એવું લાગે છે કે ઘણા લોકો આ જ સ્થિતિમાં કતલ કરી દેવામાં આવ્યા કે શરાબ તેમના પેટમાં હતી, પછી અલ્લાહએ આ આયત ઉતારી: {જે લોકો ઈમાન લાવ્યા અને નેક અમલ કર્યા તેમને એ વાત પર કઈ ગુનોહ નથી થાય, જે તેઓ (શરાબ પીવા પર રોક આવવા પહેલા) પી લીધું છે} [અલ્ માઇદહ: ૯૩].
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
નબી ﷺ દરેક સ્થિતિમાં અલ્લાહનો ઝિક્ર (અલ્લાહના વખાણ) કરતા હતા.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે