Skip to content
838 હદીસો

નબવી હદીસોનો જ્ઞાનકોશ

પરિણામો ફિલ્ટર કરો

838 માંથી 26 કાર્ડ

ફિલ્ટર દૂર કરો
આપ ﷺ એ આ આયતની તિલાવત કરી, {તે જ અલ્લાહ તઆલા છે, જેણે તમારા પર કિતાબ ઉતારી, જેમાં કેટલીક આયતો તો મુહકમ્ (સ્પષ્ટ) આયતો છે, અને આ જ આયતો કિતાબની મૂળયુ છે, અને કેટલીક સંદિગ્ધ આયતો છે, બસ ! જે લોકોના હૃદયોમાં આડાઇ છે તે તો આ (કિતાબ) ની સંદિગ્ધ આયતોની પાછળ લાગી જાય છે, અને તેઓ પોતાની મનેચ્છા પ્રમાણે અર્થઘટન કરે છે, પરંતુ તે આયતોનો સાચો અર્થ અલ્લાહ સિવાય કોઈ જાણતું નથી, અને સચોટ જ્ઞાની એવું જ કહે છે કે અમે તો આના પર (સંદિગ્ધ આયતો પર) ઇમાન લાવી ચુકયા, સંપૂર્ણ આયતો અમારા પાલનહાર તરફથી છે અને શિખામણ તો ફકત બુધ્ધીશાળી લોકો જ પ્રાપ્ત કરે છે} [આલિ ઇમરાન: ૭] આપ ﷺ એ કહ્યું: «જ્યારે તમે જુઓ કે લોકો મુતશાબહ આયત (એવી આયત જેની સ્પષ્ટતા અલ્લાહને જ ખબર હોય) પાછળ પડ્યા હોય તો સમજી લો કે આ તે જ લોકો છે, જેમનું વર્ણન ઉપરોક્ત આયતમાં કરવામાં આવ્યું છે, તમે લોકો તેમનાથી બચો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«જે વ્યક્તિએ સૂરે અલ્ કહફની પહેલી દસ આયતો યાદ કરી, તે દજ્જાલના ફિતનાથી સુરક્ષિત થઈ જશે». અને બીજી રિવાયતના શબ્દો છે: «સૂરે અલ્ કફહની છેલ્લી દસ આયતો».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
યહૂદીના એક વ્યક્તિએ ઉમર રઝી અલ્લાહુ અન્હુને કહ્યું: હે મોમિનોના અમીર!, અલ્લાહની કિતાબમાં એક આયત છે, જેને તમે પઢો છો, જો આ આયત યહૂદી માટે ઉતરતી તો યહૂદી તે દિવસને યહૂદી ઈદનો દિવસ મનાવતા, તેમણે કહ્યું: કંઈ આયત? તે વ્યક્તિએ કહ્યું: {આજે મેં તમારા માટે દીનને સંપૂર્ણ કરી દીધો અને તમારા પર મારી કૃપા પુરી કરી દીધી અને તમારા માટે ઇસ્લામના દીન હોવા પર રાજી થઇ ગયો} [માઈદહ: ૩], ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તે દિવસને હું જાણું છું અને આયત જે જગ્યાએ ઉતરી, તે જગ્યાને પણ જાણું છું, આ આયત આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર અરફહમાં જુમ્માના દિવસે ઉતરી.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ
«પાંચ ગેબની ચાવીઓ ફક્ત અલ્લાહ પાસે જ છે, {નિ:શંક અલ્લાહ તઆલાની પાસે જ કયામતનું જ્ઞાન છે, તે જ વરસાદ વરસાવે છે અને માતાના પેટમાં જે કંઈ છે, તેને જાણે છે, કોઇ નથી જાણતું કે આવતીકાલે શું કરશે, ન કોઇને જાણ છે કે કેવી ધરતી પર મૃત્યુ પામશે, (યાદ રાખો) અલ્લાહ તઆલા જ સંપૂર્ણ જ્ઞાનવાળો અને સાચી ખબર રાખનારો છે}».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«અલ્લાહ તઆલાએ કહ્યું: મેં નમાઝને મારી અને મારા બંદા વચ્ચે અડધી અડધી વહેંચી દીધી છે, મારા બંદાએ જે માગ્યું તે તેનું છે, જ્યારે બંદો કહે છે: {الْحَمْدُ لِلهِ رَبِّ الْعَالَمِينَ}, અર્થ: દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પરવરદિગાર (પાલનહાર) છે, તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ મારી પ્રશંસા કરી, જ્યારે બંદો કહે છે: {الرَّحْمَنِ الرَّحِيمِ}, અર્થ: (જે) ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ, (છે). તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ મારા વખાણ કર્યા , જ્યારે બંદો કહે છે: {مَالِكِ يَوْمِ الدِّينِ}, અર્થ: બદલાના દિવસ (કયામત) નો માલિક છે, કહે છે તો અલ્લાહ તઆલા કહે છે: મારા બંદાએ મારી પ્રતિષ્ઠતા વર્ણન કરી અને એક વખત કહે છે કે મારા બંદાએ તેના કાર્યો મારા હવાલે કરી દીધા, અને જ્યારે બંદો કહે છે: {إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ}, અર્થ: અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ, તો અલ્લાહ તઆલા કહે છે: આ ભાગ મારી અને મારા બંદા વચ્ચે છે, મારા બંદાએ જે માગ્યું તે તેનું છે, પછી જ્યારે બંદો કહે છે: {اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ، صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلا الضَّالِّينَ}, અર્થ: અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ. તે લોકોનો માર્ગ, જેમના પર તે કૃપા કરી. તે લોકોનો (માર્ગ) ન બતાવ, જેમના પર તું ક્રોધિત થયો અને તેમનો પણ માર્ગ ન બતાવ, જેઓ પથભ્રષ્ટ છે. તો અલ્લાહ કહે છે: આ મારા બંદા માટે છે, જે તેણે માગ્યું».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«જિબ્રઇલ અલૈહીસ્ સલામ નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પાસે બેઠા હતા, અચાનક ઉપરથી એક અવાજ સાંભળ્યો, તેઓએ ઉપર નજર કરી અને કહ્યું: આ આકાશનો એક દ્વાર છે, જેને આજે જ ખોલવામાં આવ્યો છે, તેને પહેલા ક્યારેય ખોલવામાં આવ્યો ન હતો, પછી તે દ્વારથી એક ફરિશ્તો ઉતર્યો, જિબ્રઇલ અલૈહિસ્ સલામએ કહ્યું: આ એક ફરિશ્તો છે, જે પહેલા ક્યારેય ઉતર્યો નથી, તેણે આપને સલામ કર્યું, અને કહ્યું: તમને મુબારક, તમને બે એવા નૂર આપવામાં આવી રહ્યા છે, જે પહેલા કોઈ નબીને આપવામાં આવ્યા નથી: એક સૂરે ફાતિહા અને બીજું સૂરે બકરહની છેલ્લી આયતો, તે બંને માંથી એક આયત પણ પઢશો, તો તેનો સવાબ જરૂર આપવામાં આવશે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
આપ ﷺ કુરઆન મજીદમાં સુરતનો અંત નક્કી નહતા કરી શકતા જ્યાં સુધી {બિસ્મિલ્લાહિર્ રહમાનીર્ રહીમ} ન ઉતરી જાય.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
«તમે તમારા ઘરોને કબ્રસ્તાન ન બનાવો, નિઃશંક શૈતાન તે ઘરથી ભાગી જાય છે, જે ઘરમાં સૂરે બકરહ પઢવામાં આવતી હોય».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે